________________
४७४
પંચસંગ્રહ-૨
૧થી ૯૦મા સ્થિતિસ્થાનમાં રહેલ દલિકો સાથે ભોગવવા યોગ્ય કરવા તે સ્થિતિ અપવર્તના અને ૧૦૦મા સ્થિતિસ્થાનના અમુક અમુક દલિકોના રસને ઘટાડી ને ૧થી ૯૦મા સ્થિતિસ્થાનના દલિકોમાં રહેલ રસની સમાન ઓછા રસવાળા કરવા તે રસ અપવર્નના કહેવાય છે.
તેથી સ્થિતિ ઉદ્વર્તન અને અપવર્ણનામાં દલિકોનાં સ્થિતિસ્થાનો પણ બદલાઈ જાય છે, અર્થાત અમુક સ્થિતિસ્થાનોમાં રહેલ અમુક અમુક દલિકો તેની ઉપરનાં કે નીચેનાં સ્થિતિસ્થાનોમાં ગોઠવાઈ જાય છે.
અહીં એ પણ યાદ રાખવું કે વ્યાઘાત અપવર્ણના અને ઉદ્ધલના વગેરે અમુક પ્રકારના વિશિષ્ટ સંક્રમ સિવાય સંક્રમ, ઉદ્વર્તના, અપવર્તન કે ઉદીરણાથી કોઈપણ સ્થિતિસ્થાનમાં રહેલ સંપૂર્ણ દલિકો ત્યાંથી ખલાસ થતા નથી પરંતુ વિવક્ષિત સ્થિતિસ્થાનોમાં રહેલ અમુક દલિકોનો અન્ય પ્રવૃતિઓમાં સંક્રમ થાય છે. તેમજ અમુક દલિકોની ઉદ્વર્તન, અમુક દલિકોની અપવર્તના અને અમુક દલિકોની ઉદીરણા થાય છે. છતાં તે તે સ્થિતિસ્થાનોમાં પણ અમુક દલિકો કાયમ રહી જાય છે. આ સામાન્ય નિયમ છે.
શરૂઆતનાં નીચે નીચેનાં સ્થિતિસ્થાનોમાં દલિકો ઘણાં હોવા છતાં રસ ઓછો ઓછો હોય છે અને ક્રમશઃ ઉપર ઉપરનાં સ્થિતિસ્થાનોમાં દલિકો ઓછા ઓછા હોવા છતાં રસ અધિકઅધિક પ્રમાણમાં હોય છે.
ઉદ્વર્તનાનો બંધ સાથે સંબંધ છે, અર્થાત્ જે પ્રકૃતિનો જ્યારે બંધ ચાલુ હોય અને જેટલો નવો સ્થિતિબંધ થતો હોય ત્યારે જ પૂર્વબદ્ધ સત્તામાં રહેલ તે પ્રકૃતિના તે સમયે બધ્યમાન સ્થિતિના પ્રમાણમાં સ્થિતિ અને રસ વધે છે. પણ બંધ ન હોય ત્યારે ઉદ્વર્તના થતી નથી અને બધ્યમાન સ્થિતિ કે રસથી પૂર્વબદ્ધ સત્તામાં રહેલ ઉપરની સ્થિતિ કે રસની પણ ઉદ્વર્તના થતી નથી.
- દા. ત. અસાતવેદનીયનો પાંચ કોડાકોડી સાગરોપમ પ્રમાણ નવીન બંધ થતો હોય તે વખતે પૂર્વબદ્ધ અસતાવેદનીયની સત્તા દશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ હોય તોપણ સમયાધિક પાંચ કોડાકોડી સાગરોપમથી દશ કોડાકોડી સાગરોપમ સુધીની સ્થિતિની (કે તે સ્થિતિસ્થાનોનાં દલિકોમાં રહેલ રસની) ઉદ્વર્તના થતી નથી, પરંતુ અમુક સ્થિતિસ્થાનો છોડી કંઈક ન્યૂન શરૂઆતના પાંચ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ અને તેનાં દલિકોમાં રહેલ રસની જ ઉદ્વર્તન થાય છે અને અપવર્તનાનો બંધ સાથે સંબંધ ન હોવાથી વિવક્ષિત પ્રકૃતિનો બંધ હોય કે ન હોય તો પણ તે પ્રકૃતિના સ્થિતિ અને રસની અપવર્તન થાય છે.
ત્યાં પ્રથમ સ્થિતિની ઉદ્વર્તના બતાવે છે.
સત્તાગત સ્થિતિથી ઓછો અથવા સમાન નવીન સ્થિતિબંધ થાય ત્યારે નિર્વાઘાત ઉદ્વર્તન અને સત્તાગત સ્થિતિથી અધિક સ્થિતિબંધ થાય ત્યારે જે ઉદ્વર્તના તે વ્યાઘાત ઉદ્વર્તના અર્થાત સત્તાગત સ્થિતિથી અધિક નવીન બંધ થાય તે વ્યાઘાત કહેવાય છે.
નિર્ચાઘાત સ્થિતિ ઉદ્વર્તના બધ્યમાન કર્યપ્રકૃતિની બંધાવલિકા વ્યતીત થતાં જ ઉદયાવલિકાની ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનથી બધ્યમાન સ્થિતિના ચરમસ્થિતિસ્થાનથી એક આવલિકા અને બીજી આવલિકાના