________________
૪૫૬
પંચસંગ્રહ-૨
તેથી અતીત્થાપના આવલિકા, જે સ્થિતિની ઉદ્ધવર્નના થાય તે સમયપ્રમાણસ્થિતિ અને અબાધાને વર્જી શેષ સંપૂર્ણ કર્મસ્થિતિ ઉત્કૃષ્ટ દલનિક્ષેપના વિષયરૂપ થાય છે.
આ પ્રમાણે અબાધાની ઉપર રહેલ સ્થિતિની જ્યારે ઉદ્વર્તન કરે ત્યારે તે સ્થિતિસ્થાન આશ્રયી ઉત્કૃષ્ટ નિક્ષેપ સંભવે છે, સર્વોપરિતન સ્થિતિસ્થાનની ઉદ્વર્તન કરે ત્યારે તેના આશ્રયી જઘન્ય નિક્ષેપ સંભવે છે. ૩
દલિકના નિક્ષેપરૂપ જે સ્થિતિઓ ઉપર કહી ગયા તે આચાર્ય મહારાજા ગાથા દ્વારા કહે છે
अब्बाहोवरिठाणगदलं पडुच्चेह परमनिक्खेवो । चरिमुव्वट्टणगाणं पडुच्च इह जायइ जहण्णो ॥४॥ अबाधोपरिस्थानकदलं प्रतीत्येह परमनिक्षेपः ।
चरममुद्वर्त्यमानं प्रतीत्येह जायते जघन्यः ॥४॥ અર્થ—અબાધાની ઉપર રહેલ સ્થિતિસ્થાનના દળ આશ્રયી ઉત્કૃષ્ટ નિક્ષેપ થાય છે. અને ઉદ્વર્તન કરતાં છેલ્લા સ્થિતિસ્થાન આશ્રયી જઘન્ય નિક્ષેપ થાય છે.
ટીકાનુ–અબાધાની ઉપર રહેલ સ્થિતિસ્થાનની જ્યારે ઉદ્ધવર્તન કરે ત્યારે તેના દલિકને તેના ઉપરના સ્થિતિસ્થાનકથી આરંભી આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનો છોડી ઉપરના તમામ સ્થિતિસ્થાનકમાં નાખે છે. માટે તેના આશ્રયી અહીં–ઉદ્વર્તના કરણમાં ઉત્કૃષ્ટ નિક્ષેપ થાય છે. અને જેના પછીના સ્થિતિસ્થાનની ઉદ્વર્તન થતી નથી એવા છેલ્લા સ્થિતિસ્થાનની ઉદ્વર્તન કરે ત્યારે તેના આશ્રયી જઘન્ય નિક્ષેપ સંભવે છે.
જેમકે, સત્તાની સમાન સ્થિતિનો જ્યારે બંધ થાય ત્યારે ઉપરના સ્થાનકથી આવલિકા અને આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિમાંહેના કોઈ પણ સ્થિતિસ્થાનકની ઉદ્વર્તના થતી નથી, તેના નીચેના સ્થિતિસ્થાનની ઉદ્વર્તન થાય છે. જયારે તે સ્થિતિસ્થાનની ઉર્નના થાય ત્યારે તેના આશ્રયી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જઘન્ય નિક્ષેપ સંભવે છે. અને વચલાં સ્થિતિસ્થાનો આશ્રયી મધ્યમ નિક્ષેપ છે. ૪
આ ગાથામાં ઉદ્વર્તના યોગ્ય જેટલી સ્થિતિઓ છે, તેનું પ્રતિપાદન કરે છે–
उक्कोसगठितिबंधे बंधावलिया अबाहमेत्तं च ।
निक्खेवं च जहण्णं मोत्तुं उव्वट्टए सेसं ॥५॥ ૧. જેટલાં સ્થિતિસ્થાનો ઓળંગી દલિકનો નિક્ષેપ કરે તે અતીત્થાપના કહેવાય છે. ઓછામાં ઓછી એક આવલિકા ઓળંગીને જ દલ નિક્ષેપ કરે છે, માટે એક આવલિકા અતીત્થાપના કરી છે. તેમાં આવલિકા પ્રમાણ સ્થિતિમાં દલ નિક્ષેપ ન કરે માટે વર્જી છે. જે સ્થિતિસ્થાનની ઉદ્વર્તન કરે છે તેના દલિકનો નિક્ષેપ તેના ઉપરના સ્થાનકથી આરંભી આવલિકા પ્રમાણ સ્થિતિ છોડી ઉપરના સ્થાનકમાં થાય છે, માટે તે ઉદ્વર્યમાન સ્થાન પણ વજર્યું છે. અબાધા વર્જવાનું કારણ અબાધા પ્રમાણ સ્થાનકના દલનો નિક્ષેપ અબાધાની ઉપરનાં સ્થાનકોમાં થતો નથી એ છે.