________________
પંચસંગ્રહ-૨
૪૫૦
નહિ. ઉર્જાના-અપવત્તના દ્વારા પ્રકૃતિ અને પ્રદેશમાં વૃદ્ધિ-હાનિ થતી નથી, પરંતુ સ્થિતિ-રસમાં થાય છે. અહીં ક્રમ પ્રાપ્ત પહેલાં સ્થિતિ-રસની ઉદ્ધૃત્તના કહીને ત્યારબાદ સ્થિતિ-રસની અપવર્ત્તના કહેશે. તેમાં પણ પહેલાં સ્થિતિની ઉદ્ધત્તના કહે છે. સ્થિતિની ઉદ્ધત્તના ઉદયાવલિકા છોડી ઉપર જે સ્થિતિઓ છે તેમાં પ્રવર્તે છે. ઉદયાવલિકા સઘળા કરણને અયોગ્ય હોવાથી તેમાં પ્રવર્તતી નથી.
શંકા—બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપ૨ની સઘળી સ્થિતિની-સંઘળાં સ્થિતિસ્થાનોની ઉદ્ધત્તના થઈ શકે ?
ઉત્તર—બંધાવલિકા ઉપરની સઘળી સ્થિતિની-સઘળાં સ્થિતિસ્થાનોની ઉર્જાના થઈ શકે
નહિ.
પ્રશ્ન—ત્યારે કેટલાની થઈ શકે ?
ઉત્તર—સ્વજાતીય જે પ્રકૃતિની જેટલી સ્થિતિ બંધાય છે, તેની જેટલી અબાધા હોય સત્તામાં રહેલ તે જ પ્રકૃતિની તેટલી સ્થિતિની ઉદ્ઘત્તના થઈ શકે નહિ, પરંતુ અબાધા ઉપરની સ્થિતિની ઉદ્ધત્તના થઈ શકે. એટલે ઉત્કૃષ્ટ અબાધા હોય ત્યારે ઉત્કૃષ્ટ અબાધા પ્રમાણ સત્તાગત સ્થિતિની, મધ્યમ હોય ત્યારે મધ્યમ અબાધા પ્રમાણ સ્થિતિની અને જઘન્ય અબાધા હોય ત્યારે જઘન્ય અબાધા પ્રમાણ સત્તાગત સ્થિતિની ઉદ્ધત્તના થઈ શકે નહિ, પરંતુ તે ઉપરની સ્થિતિની થઈ શકે.
આ પ્રમાણે ઉત્કૃષ્ટ અબાધા પ્રમાણ સ્થિતિ એ ઉત્કૃષ્ટ અતીત્થાપના, મધ્યમ અબાધા પ્રમાણ સ્થિતિ એ મધ્યમ અતીત્થાપના, અને અલ્પ અલ્પ થતા જઘન્ય અબાધા પ્રમાણ સ્થિતિ એ જઘન્ય અતીસ્થાપના છે. અતીસ્થાપના એટલે ઉલ્લંઘના. એટલે કે જેટલી સ્થિતિ ઓળંગીને ઉદ્ધત્તના થાય તે ઓળંગવા યોગ્ય સ્થિતિ-અતીત્થાપના સ્થિતિ કહેવાય છે. કેમ કે ઉત્કૃષ્ટ મધ્યમ કે જઘન્ય અબાધા પ્રમાણ સત્તાગત સ્થિતિને છોડી સ્થિતિની ઉર્જાના થાય છે માટે તેટલી સ્થિતિ અતીત્થાપના કહેવાય છે. જઘન્ય અબાધા પ્રમાણ જઘન્ય અતીત્થાપનાથી પણ અલ્પ અતીસ્થાપના છે અને તે આવલિકા પ્રમાણ છે.
ઉપર જે કહ્યું તેનો તાત્પર્યાર્થ આ પ્રમાણે છે—ઉર્જાનાનો સંબંધ બંધ સાથે છે. એટલે જેટલી સ્થિતિ બંધાય સત્તાગત સ્થિતિ તેટલી વધે છે. બધ્યમાન પ્રકૃતિની જેટલી સ્થિતિ બંધાય તેની જેટલી અબાધા હોય તેની તુલ્ય કે તેનાથી હીન જેની બંધાવલિકા વીતી ગઈ છે તેવી તે સ્થાનકોમાંનાં તમામ દલિકોનું થતું નથી પરંતુ થોડાં થોડાં દલિકોનું થાય છે. જેમ કે મતિજ્ઞાનાવરણીયનો
શ્રુતજ્ઞાનાવરણીયાદિમાં સંક્રમ થાય ત્યારે બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરનાં તમામ સ્થાનકોમાંનાં અમુક અમુક પ્રમાણ દલિકોને શ્રુતજ્ઞાનાવરણીય રૂપે કરે. પરંતુ દરેક સ્થાનકોમાં જેટલાં દલિકો છે તે તમામને શ્રુતજ્ઞાનાવરણીયાદિ રૂપે કરતો નથી તેથી જ કોઈપણ એક સ્થાનકમાંના અમુક દલનો સંક્રમ, અમુક દલની ઉદ્ઘત્તના, અમુક દલની અપવર્તના, અમુક દલની ઉદીરણા આદિ પ્રવર્તી શકે છે. એક સ્થાનકોમાંનાં દલિકોમાં એકસાથે ઘણાં કરણો પ્રવર્તી શકે છે. આવલિકા, આવલિકાનો અસંખ્યાતમો ભાગ કે સમયન્યૂન આવલિકાના બે તૃતીયાંશ ભાગ અતીત્થાપના ક્યારે હોય તે ટીકાનુવાદ વાંચવાથી સમજાશે.