________________
સંક્રમણકરણ પ્રશ્નોત્તરી
૪૪૭
પ્રશ્ન—૪૨. પુરુષવેદે ક્ષપકશ્રેણિ માંડનારને ૯મા ગુણઠાણે બંધવિચ્છેદ સમયે બંધાયેલ કર્મલતાના સંક્રમના ચરમ સમયે અંતર્મુહૂર્ત ન્યૂન આઠ વર્ષ પ્રમાણ પુરુષવેદનો જધન્ય સ્થિતિસંક્રમ બતાવેલ છે. તેનું કારણ પુરુષવેદે શ્રેણિ માંડનારને ઉદય-ઉદીરણા વડે સત્તામાંથી ઘણી સ્થિતિ ઓછી થાય છે એમ જણાવેલ છે પણ અન્યવેદ શ્રેણિ માંડનારને ઉદય-ઉદીરણા ન હોવાથી જઘન્ય સ્થિતિસંક્રમ ઘટતો નથી. પરંતુ બંધ વિચ્છેદ સમયે બંધાયેલ કર્મલતાના ચરમ સંક્રમ સમયે પૂર્વબદ્ધ દલિક સત્તામાં હોતું જ નથી. તો પછી પુરુષવેદ શ્રેણિ માંડનારને ઉદયઉદીરણા દ્વારા સત્તામાંથી ઘણી સ્થિતિ ઓછી થાય છે અને બીજાને નહિ-એમ કેમ જણાવેલ છે ?
ઉત્તર—પુરુષવેદે શ્રેણિ માંડનારને જે સમયે પુરુષવેદનો બંધ-વિચ્છેદ થાય છે તેના કરતાં અન્યવેદે શ્રેણિ માંડનારને પુરુષવેદનો ઘણા કાળ પહેલાં બંધવિચ્છેદ થાય છે તેથી બંધવચ્છેદ સમયે પણ સંખ્યાત વર્ષ પ્રમાણ જઘન્ય સ્થિતિબંધ થાય છે અને તેને હાસ્યષટ્કની સાથે જ પુરુષવેદનો ક્ષય થતો હોવાથી સંક્રમના ચરમ સમયે પણ હાસ્યષટ્કની જેમ પુરુષવેદનો સંખ્યાત વર્ષ પ્રમાણ જઘન્ય સ્થિતિસંક્રમ હોય છે. પણ તેનાથી ઓછો નહિ, માટે જ પુરુષવેદે શ્રેણિ માંડનારને જધન્ય સ્થિતિ સંક્રમ હોય છે, પણ અન્યવેદે શ્રેણિ માંડનારને નહિ—એમ જણાવેલ છે તે બરાબર છે.
સંક્રમણકરણ પ્રશ્નોત્તરી સમાપ્ત