________________
સંક્રમણકરણ પ્રશ્નોત્તરી
૪૪૫
પ્રશ્ન–૩૪. સત્તામાં રહેલ કર્મોનો સંપૂર્ણ ક્ષય કયા કયા પ્રદેશસંક્રમોથી થઈ શકે? અને કયા પ્રદેશસંક્રમોથી ન થઈ શકે ?
ઉત્તર–ઉધલના કે ગુણસંક્રમના અંતે થતા સર્વસંક્રમથી જ સત્તામાં રહેલ કર્મદલિકોનો સર્વથા ક્ષય થઈ શકે છે. પરંતુ વિધ્યાત અને યથાપ્રવૃત્તસંક્રમથી કોઈપણ કર્મનો સર્વથા ક્ષય થઈ શકતો નથી.
પ્રશ્ન–૩૫. વિધ્યાત વગેરે પાંચ પ્રકારના પ્રદેશસંક્રમો પૈકી કયા કયા સંક્રમમાં કેટલી અને કઈ કઈ પ્રકૃતિઓ આવે ?
ઉત્તર–વિધ્યાત સંક્રમમાં થીણદ્વિત્રિક, અસાતાવેદનીય, મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય, આઘ બાર કષાય, અરતિ, શોક, નપુંસકવેદ, સ્ત્રીવેદ, ઉપઘાત તથા યશઃ કીર્તિ વિના નામકર્મની પાંસઠ, અને બે ગોત્ર આ નેવ્યાસી,
ઉલના તથા સર્વ સંક્રમમાં-થીણદ્વિત્રિક, સંજવલન લોભ વિના મોહનીયની સત્તાવીસ, નરકદ્ધિક, તિર્યંચદ્ધિક મનુષ્યદ્રિક, દેવદ્રિક, આદ્ય ચાર જાતિ, વૈક્રિયદ્રિક, આહારદ્રિક, આતપ, ઉદ્યોત, સ્થાવરઢિક, સાધારણ અને ઉચ્ચ ગોત્ર આ બાવન,
યથાપ્રવૃત્તસંક્રમમાં ચાર આયુષ્ય તથા મિથ્યાત્વ વિના એકસો સત્તર.
ગુણસંક્રમમાં પાંચ નિદ્રા, અસતાવેદનીય, મિથ્યાત્વ, મિશ્રમોહનીય, આદ્ય બાર કષાય, પુરુષવેદ વિના આઠનોકષાય, નરકદ્ધિક, તિર્યચક્રિક, એકેન્દ્રિયાદિક ચાર જાતિ, પ્રથમ સિવાયનાં પાંચ સંઘયણ, પ્રથમ સિવાયનાં પાંચ સંસ્થાન, અશુભવર્ણાદિ ચતુષ્ક, અશુભવિહાયોગતિ, ઉપઘાત, સ્થાવર દશક અને નીચ ગોત્ર આ ત્રેસઠ અથવા પુરુષ વેદ અને સંજવલન ક્રોધાદિ ત્રણ સહિત કુલ સડસઠ પ્રકૃતિઓ આવે છે.
પ્રશ્ન–૩૬. સંપૂર્ણ સંસારચક્રમાં સમ્યક્ત, દેશવિરતિ ચારિત્ર, સર્વવિરતિ ચારિત્ર, અનંતાનુબંધીની વિસંયોજના અને મોહનીયકર્મનો સર્વોપશમ વધુમાં વધુ કેટલી વાર કરી શકે?
ઉત્તર–સમ્યક્ત અને દેશવિરતિ અસંખ્યાતવાર, પરંતુ સમ્યક્ત કરતાં દેશવિરતિ ઓછી વાર, સર્વવિરતિ તથા અનંતાનુબંધીની વિસંયોજના આઠ-આઠવાર અને મોહનીયકર્મોનો સર્વોપશમ વધુમાં વધુ ચાર વાર પ્રાપ્ત કરી શકે છે.
પ્રશ્ન–૩૭. સર્વોત્કૃષ્ટ કષાયોદય અને સર્વોત્કૃષ્ટ યોગસ્થાન આ બન્ને ભાવો એક જ જીવને એક સાથે કેટલા ટાઇમ રહી શકે ?
ઉત્તર–આ બન્ને ભાવો એકસાથે એક જ સમય રહી શકે છે.
પ્રશ્ન–૩૮. મિશ્ર અને સમ્યક્ત મોહનીયનો યથાપ્રવૃત્તસંક્રમ ક્યારે અને ક્યા ગુણસ્થાનકે હોય?
ઉત્તર–મોહનીયની ૨૮ની સત્તાવાળો સમ્યક્તથી પડી મિથ્યાત્વે આવે ત્યારે પહેલા . અંતર્મુહૂર્તમાં આ બન્ને પ્રકૃતિઓનો યથાપ્રવૃત્તસંક્રમ હોય છે એમ પૂ. મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજે કર્મપ્રકૃતિ ટિપ્પણકમાં બતાવેલ છે.