________________
સંક્રમણકરણ પ્રશ્નોત્તરી
૪૩૯ પ્રશ્ન-૪. બધ્યમાન છતાં પદ્મહ ન બને એવી કોઈ પ્રકૃતિઓ હોય ? અને હોય તો કેટલી ? તે સકારણ જણાવો.
ઉત્તર–બધ્યમાન છતાં મિથ્યાત્વ મોહનીય, પુરુષવેદ, સંજવલન ચતુષ્ક તથા નીચ ગોત્ર, આ સાત પ્રકૃતિઓ કેટલીક વાર પતટ્ઠહરૂપે ન પણ હોય, તેનું કારણ એ છે કે પ્રથમ ગુણસ્થાનકે મિથ્યાત્વનો બંધ અવશ્ય હોવા છતાં તેમાં ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓ સંક્રમતી નથી, પરંતુ જો સમ્યક્ત મોહનીય અને મિશ્રમોહનીય સત્તામાં હોય તો તે બે સંક્રમે છે. આ બેની સત્તા બધા જીવોને હોતી નથી માટે જે જીવોને આ બેની સત્તા ન હોય તેઓને મિથ્યાત્વ મોહનીય અપગ્રહરૂપે હોય છે. બંધ હોવા છતાં પુરુષવેદની પ્રથમ સ્થિતિ સમયોન બે આવલિકા તથા સંજવલન ચતુષ્કની પ્રથમ સ્થિતિ સમયોન ત્રણ આવલિકા બાકી રહે ત્યારે તે તે પ્રકૃતિ અપગ્રહરૂપે બને છે એમ શાસ્ત્રીય વચન છે. તેમજ ઉચ્ચ ગોત્રની ઉદ્દલના કરેલ માત્ર નીચ ગોત્રની સત્તાવાળા જીવોને નીચ ગોત્રનો બંધ હોવા છતાં તેમાં સંક્રમયોગ્ય ઉચ્ચ ગોત્રનો સત્તામાં જ અભાવ હોવાથી તે અપતટ્ઠહ બને છે.
પ્રશ્ન-૫. અસતાવેદનીય વગેરે પ્રકૃતિમાં સંક્રમેલ સાતા વેદનીય વગેરેની સત્તા રહે કે નહીં ?
ઉત્તર–સાતવેદનીય વગેરે જે પ્રકૃતિનો સંક્રમ થાય તે પ્રકૃતિના દરેક સ્થિતિ સ્થાનમાંથી અમુક પ્રમાણમાં દલિકનો અસાતા વેદનીય વગેરેમાં સંક્રમ થતો હોવાથી દલિકો ઓછાં થાય પણ સ્થિતિસત્તા ઓછી થાય નહિ. માત્ર ઉઠ્ઠલના સંક્રમ, સર્વસંક્રમ, અન્ય પ્રકૃતિમાં જઘન્ય સ્થિતિસંક્રમ તેમજ વ્યાઘાત અપવર્તના સંક્રમથી સ્થિતિસત્તા ઓછી થાય છે. પરંતુ બીજા કોઈ સંક્રમથી નહીં.
' પ્રશ્ન–૬. સંક્રમ્સમાણ પ્રકૃતિ પતધ્રહ પ્રકૃતિરૂપે થાય ત્યારે તેની સ્થિતિમાં ફેરફાર થાય છે કે નહીં ? - ઉત્તર–કોઈ પણ પ્રકૃતિ પતગ્રહરૂપે થાય ત્યારે સ્થિતિમાં ફેરફાર થતો નથી. પરંતુ સંક્રેમ્યમાર્ણ સ્થિતિસ્થાનોના બદલે પતગ્રહ પ્રકૃતિનાં સ્થિતિસ્થાનો રૂપે થાય છે. દષ્ટાંતરૂપે સાતાવેદનીયના ૯૧થી ૧૦૦ સુધીનાં સ્થિતિસ્થાનોમાંનાં દલિકોનો અનુક્રમે તેની સમાન સ્થિતિવાળા અસાતાવેદનીયના ૯૧થી ૧૦૦ સુધીનાં સ્થિતિસ્થાનોમાં જ સંક્રમ થાય છે. પરંતુ પગ્રહ પ્રકૃતિ કરતાં સંક્રમ્સમાણ પ્રકૃતિની સ્થિતિ વધારે હોય તો સંક્રમ્સમાણ પ્રકૃતિની સ્થિતિ સમાન પતધ્રહ પ્રકૃતિની સ્થિતિ વધી જાય છે. દષ્ટાંતરૂપે ૧૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સાતવેદનીયમાં ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ અસાતાવેદનીયનો સંક્રમ થાય ત્યારે અસાતા વેદનીયની પોતાની સત્તા ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ કાયમ રહે અને સાતાવેદનીયની ૧૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિના બદલે ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ થઈ જાય છે.
પ્રશ્ન-૭. સત્તામાં રહેલ દરેક પ્રકૃતિનો સંક્રમ થાય જ કે ન પણ થાય ? | ઉત્તર–બંધાવલિકા અને સંક્રમાવલિકા વીત્યા પછી પોતાને સંક્રમાવવા માટે પતૐહરૂપ પ્રકૃતિ હોય તો સત્તાગત પ્રકૃતિઓનો સંક્રમ અવશ્ય થાય છે, પરંતુ બંધાવલિકા કે