________________
સંક્રમણકરણ સારસંગ્રહ
૪૩૫
બંધ આવલિકા પછીના બીજા વગેરે સમયમાં બંધ આવલિકાના બીજા વગેરે સમયમાં બંધાયેલ અને અન્ય પ્રકૃતિઓના સંક્રમ દ્વારા આવેલ દલિકોની બંધ આવલિકા અને સંક્રમ આવલિકા વ્યતીત થયેલ હોવાથી તેઓનો પણ સંક્રમ થાય તેથી જઘન્ય પ્રદેશસંક્રમ ઘટી શકે નહીં. માટે જ પહેલી બંધ આવલિકા પછીના પહેલા સમયે જ જઘન્ય પ્રદેશસંક્રમ બતાવેલ છે.
જેને વૈક્રિયાદિ અગિયાર પ્રકૃતિઓ સત્તામાં નથી તેવો જીવ પંચેન્દ્રિયના ભવમાં બની શકે તેટલા નાના અંતર્મુહૂર્ત કાળ સુધી વૈક્રિયાદિ અગિયાર પ્રકૃતિઓને બાંધી કાળ કરી સાતમી નરકમાં તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળો નારક થાય અને ત્યાંથી મરી ગર્ભજ પર્યાપ્ત તિર્યંચમાં ઉત્પન્ન થઈ ઉપરોક્ત અગિયાર પ્રકૃતિઓ બાંધ્યા વિના જ કાળ કરી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ ઉલના શરૂ કરે અને તેઉકાય કે વાયુકાયમાં મનુષ્યદ્ધિક અને ઉચ્ચ ગોત્ર એ ત્રણ પ્રકૃતિઓની ઉલના કરી સૂક્ષ્મનિગોદમાં ઉત્પન્ન થઈ બની શકે તેટલા નાનામાં નાના અંતર્મુહૂર્ત સુધી આ ત્રણ પ્રકૃતિઓ બાંધી પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ ત્યાં આ ત્રણ પ્રકૃતિઓનો બંધ કર્યા વિના જ સાતમી નરકમાં તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળો નારક થાય. ત્યાંથી મરી પંચેન્દ્રિય-તિર્યંચમાં ઉત્પન્ન થાય. ત્યાંથી આ ત્રણ પ્રકૃતિઓ બાંધ્યા વિના જ કાળ કરી તેઉકાય કે વાયુકામાં આવી ઉકલના શરૂ કરે અને તે ઉદ્ધલના કરતાં જ્યારે દ્વિચરમસ્થિતિખંડના ચરમ સમયે પરપ્રકૃતિઓમાં ઓછામાં ઓછાં દલિકો સંક્રમાવે છે, ત્યારે વૈક્રિયસપ્તક, દેવદ્રિક અને નરકદ્ધિક એ અગિયાર પ્રકૃતિઓના એકેન્દ્રિય અને મનુષ્યદ્ધિક તથા ઉચ્ચ ગોત્રના તેઉકાય કે વાયુકાય જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે.
અલ્પકાળમાં ઘણાં જ અલ્પ બંધાયેલ દલિકોને આટલા લાંબા કાળ સુધી સંક્રમ દ્વારા તેમજ નરકદ્ધિક અને વૈક્રિયસપ્તકના ઉદય તથા ઉદીરણા દ્વારા પણ સત્તામાંથી ઘણાં જ દલિકો દૂર થઈ જાય છે અને બંધથી પણ વધુ દલિકોનો સંચય ન થાય માટે બાંધવા યોગ્ય ભવોમાં પણ બંધ કર્યા વિના જ એકેન્દ્રિયાદિમાં આવી ઉદ્ધલના કરવાનું કહેલ છે.
ઉપશમશ્રેણિમાં અપૂર્વકરણ ગુણસ્થાનકથી અવધ્યમાન અશુભ પ્રકૃતિઓનો ગુણસંક્રમ થાય છે. માટે અસાતાનાં ઘણાં દલિકો સાતામાં આવી જાય છે. તેથી સંક્રમ વખતે સાતાનો જઘન્ય પ્રદેશસંક્રમ ન આવે માટે ઉપશમશ્રેણિ કર્યા વિના ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થનાર આત્મા છઠ્ઠા ગુણસ્થાનકના અંતે અસતાવેદનીયનો છેલ્લો બંધ કરે ત્યારે યથાપ્રવૃત્તસંક્રમથી સંક્રમાવતાં સાતાવેદનીયના જઘન્ય પ્રદેશસંક્રમનો સ્વામી છે. પછી સાતા જ બંધાતી હોવાથી સાતાનો સંક્રમ થતો જ નથી.
એક પણ વાર મોહનીયનો ઉપશમ કર્યા વિના ક્ષપિતકર્માશની બાકીની બધી ક્રિયાઓ કરી જઘન્ય પ્રદેશસત્તાવાળા થઈ ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થનાર આત્માઓ અપૂર્વકરણ ગુણસ્થાનકની પ્રથમ આવલિકાના અંત્ય સમયે યથાપ્રવૃત્તસંક્રમથી સંક્રમાવતાં પંચેન્દ્રિય જાતિ, તૈજસ-કાશ્મણ સપ્તક, સમચતુરગ્નસંસ્થાન, શુંભવર્ણાદિ અગિયાર, પ્રશસ્ત વિહાયોગતિ, પરાઘાત, ઉશ્વાસ, અગુરુલઘુ, નિર્માણ-નામકર્મ અને ત્રસદશક આ પાંત્રીસ પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે.