SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ સારસંગ્રહ ૪૨૧ ગુણસ્થાનકના પ્રથમ સમયથી, નિદ્રાદ્ધિક, ઉપઘાતનામ, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા અને અશુભવર્ણચતુષ્ક એ અગિયારનો પોત-પોતાના બંધ વિચ્છેદ સમયથી યથાસંભવ દશમા ગુણસ્થાનક સુધી તેમજ ઔપશમિક સમ્યગ્દષ્ટિને અંતરકરણમાં અંતર્મુહૂર્ત કાળ સુધી યથાસંભવ ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધીમાં મિથ્યાત્વ અને મિશ્રમોહનીય એ બેનો અને બીજા અર્થ પ્રમાણે ચોથાથી સાતમાં ગુણસ્થાનક સુધી અનંતાનુબંધી મિથ્યાત્વ અને મિશ્રમોહનીય એ છનો ક્ષયકાળે પોતપોતાના અપૂર્વકરણના પ્રથમ સમયથી ગુણસંક્રમ થાય છે. એમાં મિથ્યાત્વ તથા મિશ્રમોહનીય બે વાર આવવાથી તે બે પ્રકૃતિઓ ઓછી કરતાં ૪૬ + ૧૧ + ૬ = સર્વ મળી ૬૩ પ્રકૃતિઓનો ગુણસંક્રમ થાય છે. અને પુરુષવેદ તથા સંજવલન ક્રોધાદિ ત્રણ એ ચારનો પણ ક્ષપક શ્રેણિમાં નવમા ગુણસ્થાનકે પોતપોતાના બંધવિચ્છેદ પછી ગુણસંક્રમ સંભવે છે. અને સપ્તતિકાની ટીકા વગેરેમાં બતાવેલ પણ છે. છતાં અહીં ટીકાકાર મહર્ષિએ આ ચાર પ્રકૃતિઓનો ગુણસંક્રમ બતાવેલ નથી તેનું કારણ અતિશય જ્ઞાનીઓ જાણે. આ ગુણસંક્રમ વિધ્યાતસંક્રમને અને નિદ્રાદ્ધિક વગેરે કેટલીક અશુભ પ્રકૃતિઓના યથા પ્રવૃત્તસંક્રમને રોકી પ્રવર્તે છે. (૫) સર્વસંક્રમ–ઉલના સંક્રમના ચરમસ્થિતિખંડના દલિકનો ચરમ સમયે પરપ્રકૃતિમાં જે સંક્રમ થાય છે તેને જ સર્વસંક્રમ કહેવાય છે. તેથી ઉલના સંક્રમમાં બતાવેલ બાવન પ્રકૃતિઓનો સર્વ સંક્રમ થાય છે અને તે ઉદ્ધલના સંક્રમના અંતે થાય છે. કયા ક્યા સંક્રમથી કેટલું દલિક સંક્રમે છે તે બતાવે છે. ઉદ્ધલના સંક્રમના ચરમસ્થિતિખંડના સર્વદલિકને ગુણસંક્રમથી સંક્રમાવતાં અંતર્મુહૂર્ત કાળ લાગે છે. અને ચરમ સ્થિતિખંડના તે જ દલિકને યથાપ્રવૃત્ત સંક્રમથી અથવા ઉદ્વલના સંક્રમમાં દ્વિચરમસ્થિતિખંડના ચરમ સમયે સ્વમાં નીચે જેટલું દલિક સંક્રમાવે છે તે પ્રમાણથી સંક્રમાવે તો પલ્યોપમના અસંખ્યાતમાં ભાગકાળે સર્વ દલિક ખલાસ થાય. જો તે જ દલિકને વિધ્યાત સંક્રમ અથવા દ્વિચરમ સ્થિતિખંડના ચરમસમયે પરપ્રકૃતિમાં જેટલું દલિક સંક્રમાવે છે તે પ્રમાણથી સંક્રમાવે તો અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશરાશિને સમયે-સમયે દૂર કરતાં જેટલી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી થાય તેટલા કાળમાં સર્વ દલિક ખલાસ થાય છે. આ બંને સંક્રમમાં અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણ કાળ હોવા છતાં અંગુલનો અસંખ્યાતમો ભાગ નાનો-મોટો લેવાનો હોવાથી વિધ્યાત સંક્રમ કરતાં ઉદ્દલના સંક્રમમાં અસંખ્યાત ગુણકાળ થાય છે. સિબુકસંક્રમ વિપાકોદયમાં પ્રાપ્ત થયેલ મનુષ્યગતિ વગેરેના ઉદયસમયમાં તેની સમાન સમયમાં રહેલ અનુદયપ્રાપ્ત સ્વજાતિય પ્રકૃતિનાં દલિકોને સંક્રમાવી અર્થાત્ ઉદયપ્રાપ્ત પ્રકૃતિઓમાં નાખી-અનુભવી-ક્ષય કરે તે તિબુક સંક્રમ અથવા પ્રદેશોદય કહેવાય છે. છતાં તેમાં સંક્રમણ કરણનું લક્ષણ ઘટતું ન હોવાથી તેને પ્રદેશસંક્રમના ભેદ તરીકે બતાવેલ નથી પરંતુ તે પણ સંક્રમ હોવાથી પાંચ સંક્રમ પછી તેનું પણ સ્વરૂપ બતાવવામાં આવેલ છે.
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy