________________
સંક્રમણકરણ સારસંગ્રહ
૪૧૩ એકેન્દ્રિયાદિકમાં ઉત્પન્ન થાય તો ત્યાં પણ અંતર્મુહૂર્ત કાળ સુધી ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ કરી શકે છે.
(૩) આતપ વગેરે કેટલીક શુભ પ્રકૃતિઓનો પણ ઉત્કૃષ્ટ અનુભાગ બંધ મિથ્યાત્વીઓ કરે છે પરંતુ તેઓ પણ અંતર્મુહૂર્ત પછી સંક્લિષ્ટ પરિણામે તેના રસનો અવશ્ય ઘાત કરે છે, માટે મિથ્યાદષ્ટિને કોઈપણ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ અંતર્મુહૂર્તથી વધારે પ્રાપ્ત થતો નથી.
(૪) જે શુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ બંધ સમ્યગ્દષ્ટિઓ કરે છે તે પ્રકૃતિઓનો જ્યાં સુધી સમ્યગ્દષ્ટિ હોય ત્યાં સુધી સામાન્યથી ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ કરે છે.
(૫) ક્ષપકશ્રેણિમાં આત્મા અંતરકરણ ન કરે ત્યાં સુધી સઘળી ઘાતી પ્રકૃતિઓનો સત્તાગત અનુભાગ એકેન્દ્રિયો કરતાં અનંતગુણ હોય છે, માટે ઘાતી પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગ સંક્રમ અંતરકરણ કર્યા પછી જ પ્રાપ્ત થાય છે.
(૯) અશુભ પ્રકૃતિઓનો અસંજ્ઞી કરતાં સયોગી કેવલી ભગવંતને પણ અનંતગુણ રસ સત્તામાં હોય છે. તેથી અશુભ અઘાતી પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગ સંક્રમ સૂક્ષ્મ એકેન્દ્રિયોમાં પ્રાપ્ત થાય છે.
(૭) સમ્યક્ત મોહનીય અને મિશ્રમોહનીયના ઉત્કૃષ્ટ અનુભાગનો ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત કરતી વખતે જ ઘાત કરે છે, તેથી આ બન્ને પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગ સંક્રમ ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત કરનાર જીવને જ હોય છે.
પાંચ જ્ઞાનાવરણીય, નવ દર્શનાવરણીય, અસાતા વેદનીય, અઠ્ઠાવીસ મોહનીય, નીચ ગોત્ર, પાંચ અંતરાય, નરકદ્ધિક, તિર્યંચદ્રિક, એકેન્દ્રિયાદિક ચાર જાતિ, પ્રથમ વિનાના પાંચ સંઘયણ, પ્રથમ વિનાના પાંચ સંસ્થાન, અશુભવર્ણાદિ નવ, અશુભ વિહાયોગતિ, ઉપઘાત અને સ્થાવર દશક આ ઈઠ્યાસી પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમના સ્વામી યુગલિક અને આનતથી અનુત્તર સુધીના દેવો વર્જી શેષ ચારે ગતિના મિથ્યાદૃષ્ટિ જીવો અંતર્મુહૂર્ત કાળ પર્યત હોય છે. - યુગલિક અને આનતાદિ દેવો અતિ સંક્લિષ્ટ પરિણામી ન હોવાથી આ અશુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ બંધ કરતા નથી. તેમજ અતિ સંક્લિષ્ટ પરિણામી અન્ય પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવો ઉત્કૃષ્ટ અનુભાગ બંધ કરી અંતર્મુહૂર્ત પછી જ યુગલિકાદિમાં ઉત્પન્ન થાય છે અને અંતર્મુહૂર્ત બાદ આ પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગનો અવશ્ય નાશ થઈ જાય છે. તેથી જ યુગલિક તથા આનતાદિ દેવો ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમના સ્વામી નથી.
આતપ, ઉદ્યોત, ઔદારિક સપ્તક, પ્રથમ સંઘયણ અને મનુષ્યદ્ધિક આ બાર પ્રકૃતિઓના સમ્યગ્દષ્ટિ તેમજ મિથ્યાદષ્ટિ ચારેય ગતિના સર્વે જીવો ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમના સ્વામી છે. મિથ્યાદષ્ટિ આતપ તથા ઉદ્યોતનો ઉત્કૃષ્ટ અનુભાગ બંધ કરી બંધ આવલિકા પછી અંતર્મુહૂર્ત સુધી મિથ્યાત્વ ગુણઠાણે અને જો સમ્યક્ત પામે તો સમ્યક્તપણામાં એકસો બત્રીસ સાગરોપમ કાળ સુધી ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ કરે છે. તેમજ શેષ દશ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ બંધ સમ્યગ્દષ્ટિ મનુષ્ય કરે છે, તેથી સમ્યક્ત અવસ્થામાં એકસો બત્રીસ સાગરોપમ કાળ પ્રમાણ અને પહેલે ગુણઠાણે અથવા કાળ કરીને અન્યત્ર સૂક્ષ્મ એકેન્દ્રિયાદિકમાં જાય તો ત્યાં પણ અંતર્મુહૂર્ત કાળ સુધી આ પ્રવૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ થઈ શકે છે.