________________
४०६
પંચસંગ્રહ-૨ સત્તાવાળી પ્રકૃતિઓમાં પણ બંધાવલિકા વીત્યા બાદ ધ્રુવ સત્તાવાળી પ્રકૃતિઓની જેમ ઉદયાવલિકા શરૂ થઈ જાય છે. તેથી અહીં આ શંકાને અવકાશ નથી. .
ઉપર બતાવ્યા મુજબ બે આવલિકા ન્યૂન બંધોસ્કૃષ્ટા પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્રમોત્કૃષ્ટા પ્રકૃતિઓની ઉદયાવલિકા ઉપર સંક્રમે ત્યારે સામાન્યથી સંક્રમોત્કૃષ્ટા પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ એક આવલિકા ન્યૂન મૂળકર્મના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જેટલી થાય છે. દા.ત. અસત્કલ્પનાએ ઉપર બતાવ્યા મુજબ બે આવલિકા ન્યૂન અઢાર આવલિકા પ્રમાણ નીચ ગોત્રની ઉત્કૃષ્ટ સ્થિતિ બધ્યમાન ઉચ્ચ ગોત્રમાં ઉદયાવલિકા ઉપર સંક્રમે ત્યારે અઢાર આવલિકા અને ઉચ્ચ ગોત્રની એક ઉદયાવલિકા મળી કુલ ઓગણીસ આવલિકા પ્રમાણ ઉચ્ચ ગોત્રની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય અને તે પોતાના મૂળકર્મની અસત્કલ્પના કલ્પેલ વીસ આવલિકા પ્રમાણ સ્થિતિબંધથી એક આવલિકા ન્યૂન છે.
જઘન્ય સ્થિતિસંક્રમ અને ઉદ્વલના સંક્રમ સિવાય વિવલિત સ્થિતિસ્થાનમાં રહેલ દલિકો નિષેક રચનામાં ફેરફાર થયા વિના પતઘ્રહ પ્રકૃતિના સ્થિતિસ્થાન રૂપે પરિણામ પામે છે. માટે જ સંક્રમ્સમાણ પ્રકૃતિ અને બધ્યમાન પ્રકૃતિ એ બન્નેની ઉદયાવલિકા એક જ સાથે શરૂ થાય છે અને ઉદયાવલિકામાં રહેલ દલિકોનો સંક્રમ થતો ન હોવાથી ઉદયાવલિકાના ઉપરનાં દલિકોનો સંક્રમ પતઘ્રહ પ્રકૃતિની ઉદયાવલિકામાં થતો નથી કેમ કે તેમ થાય તો સ્થિતિસ્થાનોનો ફેરફાર થાય. માટે જ પતઘ્રહ પ્રકૃતિઓની ઉદયાવલિકા ઉપર સંક્રમ થાય છે તેમ કહ્યું છે.
ઉપર કહ્યા પ્રમાણે સ. મોહનીય મિશ્રમોહનીય, જિનનામ અને આહારક સપ્તક વિના શેષ સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા પોતાના મૂળકર્મથી એક આવલિકા ન્યૂન હોય છે અને સંક્રમ આવલિકામાં કોઈ કરણ લાગતું ન હોવાથી સંક્રમ આવલિકા વ્યતીત થયા બાદ ઉદયાવલિકા ઉપરની એટલે કુલ ત્રણ આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ બંધ શરૂ થયેલ પતગ્રહ રૂપ પ્રકૃતિઓની ઉદયાવલિકા ઉપર થાય છે. દા.ત. અસત્કલ્પનાએ ઉપર ગોત્રકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વીસ આવલિકાનો બતાવી ઉચ્ચ ગોત્રની એક આવલિકા ન્યૂન અર્થાત્ ઓગણીસ આવલિકા પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા બતાવી છે, અને તે ઉચ્ચ ગોત્રની સંક્રમાવલિકા પૂર્ણ થયા બાદ તે સંક્રમને યોગ્ય થાય. પરંતુ ઉદયાવલિકામાં કોઈ કરણ લાગતું ન હોવાથી સંક્રમાવલિકા અને ઉદયાવલિકા રહિત શેષ સત્તર આવલિકા પ્રમાણ ઉચ્ચ ગોત્રનો સંક્રમ, બધ્યમાન નીચ ગોત્ર રૂપ પતગ્રહમાં થાય છે.
સમ્યક્ત મોહનીય તથા મિશ્રમોહનીય ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ બે આવલિકા અને અંતર્મુહૂર્ત જૂન ૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ થાય છે, કારણ કે સમ્યક્ત પામે ત્યારે અંતર્મુહૂર્ત ન્યૂન ઉદયાવલિકા ઉપરની એટલે એક આવલિકા અને અંતર્મુહૂર્ત ન્યૂન મિથ્યાત્વ મોહનીયની સ્થિતિનો સંક્રમ મિશ્ર અને સમ્ય. મોહનીયમાં ઉદયાવલિકાની ઉપર થાય છે. તેથી તે સમયે મિશ્ર ને સમ્યક્ત મોહનીયની ઉદયાવલિકા ઉમેરતાં અંતર્મુહૂર્ત ન્યૂન ૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તા થાય અને સંક્રમાવલિકા વીત્યા બાદ ઉદયાવલિકા ઉપરની એટલે બે આવલિકા અને અંતર્મુહૂર્ત ન્યૂન સમ્યક્ત મોહનીયની સંપૂર્ણ સ્થિતિનો અપવર્તના સંક્રમ અને મિશ્રમોહનીયનો અપવર્તના સંક્રમ તેમજ સમ્યક્ત મોહનીયમાં પણ સંક્રમ થાય છે.