________________
સંક્રમણકરણ સારસંગ્રહ
ઉર્દુના અને અપવત્તના પણ સંક્રમના જ પ્રકારો છે, પરંતુ વિવક્ષિત સાતાવેદનીય વગેરે પ્રકૃતિઓના બંધ સમયે થયેલ દલિક રચનાનાં સ્થિતિસ્થાનોનો અને બંધાયેલ રસનો ફેરફાર થઈ માત્ર સ્થિતિ અને રસ ઘટે અથવા વધે તેને ક્રમશઃ અપવત્તના અને ઉર્જાના રૂપ સ્વસંક્રમ કહેવામાં આવે છે....જેનું સ્વરૂપ સંક્રમણકરણ પછી કહેવામાં આવશે. તેથી અહીં વિવક્ષિત પ્રકૃતિના સત્તાગત દલિક વગેરેને બંધાતી મૂળકર્મથી અભિન્ન સ્વજાતીય અન્ય પ્રકૃતિના દલિકાદિ સ્વરૂપે બનાવી તે રૂપે ફળ આપે તેવા કરવા તે પરસંક્રમ છે.
સંક્રમના બતાવેલ સામાન્ય લક્ષણમાં થોડા અપવાદો પણ છે. તે આ પ્રમાણે—
(૧) દર્શનત્રિકમાંથી જે જીવને જે દર્શન મોહનીયનો ઉદય હોય તે દર્શન મોહનીયનો સંક્રમ થતો નથી, અર્થાત્ મિથ્યાર્દષ્ટિને મિથ્યાત્વનો, મિશ્રદૃષ્ટિને મિશ્રનો અને સમ્યગ્દષ્ટિને સમ્યક્ત્વ મોહનીયનો સંક્રમ થતો નથી.
(૨) સાસ્વાદન અને મિશ્રગુણઠાણે રહેલ જીવ દર્શનત્રિકમાંથી એકેનો સંક્રમ કરતો
નથી.
નથી.
૩૮૩
નથી.
(૩) મિશ્ર મોહનીયમાં સમ્યક્ત્વ મોહનીયનો સંક્રમ થતો નથી.
(૪) ચારેય આયુષ્યનો પરસ્પર સંક્રમ થતો નથી.
(૫) જ્ઞાનાવરણીય વગેરે મૂળકર્મોનો પણ પરસ્પર અર્થાત્ એક બીજામાં સંક્રમ થતો
(૬) દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયનો પરસ્પર એક બીજામાં સંક્રમ થતો નથી. (૭) દર્શનત્રિક સિવાય ઉપશાંત થયેલ ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓનો સંક્રમ થતો
(૮) નવમે ગુણઠાણે અંતરક૨ણ કર્યા પછી પુરુષવેદ અને સંજ્વલનક્રોધાદિ ચાર એ બંધાતી પાંચ પ્રકૃતિઓનો સંક્રમ ક્રમપૂર્વક જ થાય છે, પરંતુ ઉત્ક્રમે થતો નથી, અર્થાત્ પુરુષવેદનો ક્રોધાદિ ચારમાં થાય....પણ ક્રોધનો પુરુષવેદમાં ન થતાં સંજ્વલન માનાદિક ત્રણમાં જ થાય. અને તેથી જ સંજ્વલન લોભનો કોઈમાં સંક્રમ થતો નથી. અંતરકરણ કર્યા પહેલાં આ પાંચેય પ્રકૃતિઓનો અને અંત૨કરણ કર્યા પછી પણ આ પાંચ સિવાયની અન્ય પ્રકૃતિઓનો ક્રમપૂર્વક કે ક્રમ વિના પણ સંક્રમ થાય છે. માટે જ અંતરક૨ણ કર્યા પછી સંજ્વલનલોભનો સંક્રમ થતો નથી.
સંક્રમતી પ્રકૃતિ જે પ્રકૃતિમાં પડે તે પ્રકૃતિને પતદ્રુહ કહેવામાં આવે છે. સામાન્યથી બંધાતી પ્રકૃતિ પતઙ્ગહ હોય છે. પરંતુ તેમાં થોડા અપવાદો પણ છે. (૧) બંધાતી ન હોવા છતાં મિશ્રમોહનીય તથા સમ્યક્ત્વ મોહનીય પતઙ્ગહ બને છે.
(૨) સંજ્વલન ચતુષ્કની પ્રથમ સ્થિતિ સમયોન ત્રણ આવલિકા બાકી રહે ત્યારે બંધ હોવા છતાં તે તે સંજ્વલન કષાય અપતદ્ગહ થાય છે, એ જ પ્રમાણે પુરુષવેદની પ્રથમસ્થિતિ સમયોન બે આવલિકા બાકી રહે ત્યારે પુરુષવેદ અપતષ્રહ થાય છે.