________________
સંક્રમણકરણ
- ૩૬૫
ટીકાનુ–ક્ષપકશ્રેણિમાં વર્તમાન જઘન્ય યોગવાળા આત્માએ તે તે પ્રકૃતિઓનો જે સમયે છેલ્લો બંધ થાય છે તે સમયે જે દલિક બાંધ્યું, તેને બંધાવલિકા ગયા બાદ સંક્રમાવતાં, સંક્રમાવલિકાના ચરમ સમયે પરપ્રકૃતિમાં જે છેલ્લા સંક્રમ કરે તે તેઓનો જઘન્ય પ્રદેશસંક્રમ છે.
તાત્પર્ય એ કે આ ચારે પ્રકૃતિઓનું બંધવિચ્છેદ સમયે સમયોન બેઆવલિકામાં બંધાયેલ દળને છોડી અન્ય કોઈપણ સમયનું બંધાયેલ સત્તામાં હોતું નથી. તેને પણ પ્રતિસમય સંક્રમાવતા ક્ષય કરે છે, તે ત્યાં સુધી કે ચરમ સમયે બંધાયેલ દલિકનો અસંખ્યાતમો ભાગ શેષ રહે. પુરુષવેદાદિ પ્રવૃતિઓનું બંધવિચ્છેદ સમયે સમયોન બે આવલિકા કાળમાં બંધાયેલું જ બાકી રહે છે.
અહીં એવો નિયમ છે કે જે સમયે બાંધે તે સમયથી બંધાવલિકા ગયા બાદ સંક્રમાવવાની શરૂઆત કરે, તે સંક્રમાવલિકાના ચરમ સમયે સંપૂર્ણપણે ખાલી કરે. આ નિયમ પ્રમાણે ઉપરોક્ત પ્રકૃતિઓનું બંધવિચ્છેદ સમયે જે દલિક બંધાય છે, તેની બંધાવલિકા ગયા બાદ સંક્રમાવવાની શરૂઆત કરે છે તેને સંક્રમાવતાં સંક્રમાવતાં સંક્રમાવલિકાના ચરમ સમયે બંધવિચ્છેદ સમયે બંધાયેલા શુદ્ધ એક સમયનું જ દળ રહે છે, તે પણ બંધવિચ્છેદ સમયે જે બાંધ્યું હતું તેનો અસંખ્યાતમો ભાગ જ શેષ રહે છે, તેને સર્વસંક્રમ વડે સંક્રમાવતાં તે પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ કહેવાય છે. ૧૧૯
કોઈપણ કારણથી મૂળકારે અને ટીકાકારે અહીં સંજ્વલન લોભનો જઘન્ય પ્રદેશસંક્રમ બતાવેલ નથી. પરંતુ કર્મપ્રકૃતિ સંક્રમણકરણ ગાથા ૯૮ની ટીકામાં....કોઈપણ વાર ઉપશમશ્રેણિ કર્યા વિના ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થનાર અપૂર્વકરણ ગુણસ્થાનકની પહેલી આવલિકાના અંતે સંજવલન લોભના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી....બતાવેલ છે.
આ પ્રમાણે પૂજ્ય શ્રી ચંદ્રર્ષિ મહારાજે બનાવેલ મૂળ અને આચાર્ય શ્રીમાનુ મલયગિરિ મહારાજે બનાવેલ પંચસંગ્રહની ટીકામાંનું સંક્રમણ કરણનું ભાષાંતર પૂર્ણ થયું.