________________
સંક્રમણકરણ
બાંધીને આઠમે ભવે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય. ક્ષપકશ્રેણિમાં ઉપરોક્ત પ્રકૃતિઓનો બંધવિચ્છેદ થયા પછી આવલિકા ઓળંગીને યશઃકીર્તિમાં સંક્રમાવતાં તેનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. તે વખતે અન્ય પ્રકૃતિઓના ગુણસંક્રમ વડે સંક્રમેલાં દલિકોની સંક્રમાવલિકા વ્યતીત થઈ ગયેલી હોવાથી ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સંભવે છે. ૧૦૨
આ પ્રમાણે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સ્વામિત્વ કહ્યું. હવે પ્રસંગાગત જઘન્ય પ્રદેશસંક્રમ સ્વામિત્વ કહેવું જોઈએ. તેમાં જઘન્ય પ્રદેશસંક્રમનો સ્વામી ક્ષપિતકર્માંશ આત્મા હોય છે, તેથી ક્ષપિતકર્માંશનું સ્વરૂપ કહે છે.
सुमेसु निगोसु कम्मठितिं पलियऽसंखभागूणं । वसिउं मंदकसाओ जहन्नजोगो उ जो एइ ॥१०३॥
जोग्गेसु तो तसेसु सम्मत्तमसंखवार संपप्प । देसविरई च सव्वं अण उव्वलणं च अडवारा ॥ १०४॥ चउरुवसमित्तु मोहं लहुं खवेंतो भवे खवियकम्मो । पाएण तेण पग पडुच्च काओ वि सविसेसं ॥ १०५ ॥ सूक्ष्मेषु निगोदेषु कर्म्मस्थितिं पल्योपमासंख्येय भागोनां । उषित्वा मंदकषायः जघन्ययोगः तु तेभ्य एति ॥ १०३ ॥
योग्येषु ततः त्रसेषु सम्यक्त्वसंख्येयवारान् संप्राप्य । વેવિત ચ સર્વા (વિર્તિ) અને (અનંતાનુબંધિ) દત્તનું ચ अष्टौ वारान् ॥१०४॥
૩૫૧
`चतुः उपशमय्य मोहं लघु क्षपयन् भवेत् क्षपितकर्म्माशः । प्रायः तेन प्रकृतं काः अपि सविशेषम् ॥१०५॥
અર્થ—સૂક્ષ્મ નિગોદમાં પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન કર્મસ્થિતિ સિત્તેર કોડાકોડી સાગરોપમ પર્યંત મંદ કષાય અને મંદયોગ યુક્ત રહીને.
સમ્યક્ત્વાદિને યોગ્ય ત્રસભવમાં ઉત્પન્ન થાય, ત્યાં ઉત્પન્ન થઈને અસંખ્ય વાર સમ્યક્ત્વ, કંઈક ન્યૂન તેટલી વાર દેશવિરતિ ચારિત્ર, આઠ વાર સર્વવિરતિ ચારિત્ર, આઠ વાર અનંતાનુબંધિની વિસંયોજના.
અને ચાર વાર ચારિત્ર મોહનીયને ઉપશમાવીને શીઘ્ર ક્ષપકશ્રેણિ પર આરોહણ કરતો આત્મા ક્ષપિતકર્માંશ કહેવાય છે. જઘન્ય પ્રદેશસંક્રમ સ્વામિત્વના વિષયમાં તેવા આત્માનો અધિકાર છે. જો કે કેટલીક પ્રકૃતિઓના સંબંધમાં વિશેષ છે જે યથાવસરે કહીશું.
ટીકાનુ—કોઈએક આત્મા સૂક્ષ્મ અનંતકાય જીવોમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ પર્યંત રહે, એટલો કાળ ત્યાં રહેવાનું કારણ જણાવે છે—