________________
સંક્રમણકરણ
૩૪૯
ટીકાનુ–પૂર્વકોટી વર્ષના આયુવાળા તિર્યંચના સાત ભવોમાં વારંવાર નરકગતિ નરકાનુપૂર્વિરૂપ નરકટ્રિક બાંધે. આઠમે ભવે મનુષ્ય થઈ ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય, આરૂઢ થયેલા તે આત્માને નરકદ્ધિકને અન્યત્ર સંક્રમાવતાં જ્યારે તેનો છેલ્લો પ્રક્ષેપ થાય ત્યારે સર્વસંક્રમ વડે તેનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે.
સ્થાવર નામ, ઉદ્યોતનામ, આતપનામ અને એકેન્દ્રિયજાતિનામ એમ ચાર પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ નપુંસકવેદની જેમ થાય છે. નપુંસકવેદનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ જે રીતે કહ્યો છે તે રીતે ઉપરોક્ત ચાર પ્રકૃતિઓનો પણ ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. ૧00 મનુષ્યદ્ધિકનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કહે છે–
तेत्तीसयरा पालिय अंतमुहुत्तूणगाइं सम्मत्तं । बन्धित्तु सत्तमाओ निग्गम्म समए नरदुगस्स ॥१०१॥ त्रयस्त्रिंशदतराणि पालयित्वा अंतर्मुहूर्तोनानि सम्यक्त्वं ।
बद्ध्वा सप्तमात् निर्गम्य समये नरद्विकस्य ॥१०१॥
અર્થ-અંતર્મુહૂર્ત ન્યૂન તેત્રીસ સાગરોપમ પર્યત સમ્યક્ત પાળીને અને તેટલો કાળ સમ્પર્વ નિમિત્તે મનુષ્યદ્ધિક બાંધીને સાતમી નરકમાંથી તિર્યંચભવમાં જાય, તે તિર્યંચ ભવમાં પહેલે જ સમયે મનુષ્યદ્ધિકનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે.
ટીકાનુ સાતમી નરકનો કોઈ નારક જીવ પર્યાપ્ત થયા બાદ સમ્યક્ત પ્રાપ્ત કરે અને તેને અન્તર્મુહૂર્ત ન્યૂન તેત્રીસ સાગરોપમ પર્યતા અનુભવે. (અહીં અન્તર્મુહૂર્ત ન્યૂન કહેવાનું કારણ સમ્યક્ત લઈને કોઈ જીવ સાતમી નરકમાં જતો નથી અને સમ્યક્ત લઈને સાતમી નરકમાંથી અન્ય ગતિમાં પણ જતો નથી. પરંતુ પર્યાપ્તો થયા બાદ સમ્યક્ત ઉત્પન્ન કરી શકે છે અને છેલ્લા અંતર્મુહૂર્તમાં તેને વમી નાખે છે. એટલે શરૂઆતનું અને અંતનું એમ બે અંતર્મુહૂર્ત મળી મોટા એક અંતર્મુહૂર્ત ન્યૂન તેત્રીસ સાગરોપમનો સમ્યક્તનો કાળ સાતમી નારકીમાં સંભવે છે.) તેટલો કાળ તે સાતમી નારકીનો જીવ સમ્યક્તના પ્રભાવથી મનુષ્યદ્ધિક બાંધે. બાંધીને પોતાના આયુના છેલ્લા અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વે જાય. ત્યાં મિથ્યાત્વ નિમિત્તક તિર્યંચદ્વિક બાંધતો ગુણિતકર્માશ તે સાતમી નારકીનો આત્મા ત્યાંથી નીકળી તિર્યંચગતિમાં જાય.
ત્યાં પહેલે જ સમયે બંધાતા તિર્યંચદ્ધિકમાં યથાપ્રવૃત્તસંક્રમ વડે મનુષ્યદ્ધિકને સંક્રમાવતાં તેનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે. ૧૦૧
' ૧. અહીં સાતમી નારકીમાં સમ્પર્વ નિમિત્તક મનુષ્યદ્રિક બાંધી છેલ્લા અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વે જઈ મનુષ્યદ્ધિકની બંધાવલિકા વીત્યા બાદ મિથ્યાત્વ નિમિત્તક બંધાતા તિર્યંચદ્ધિકમાં મનુષ્યદ્ધિક સંક્રમાવતાં તેનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કેમ ન કહેવાય ? અંતર્મુહૂર્ત બાદ તિર્યંચ ગતિમાં જઈ તેટલો કાળ મનુષ્યદ્ધિકને અન્યમાં સંક્રમ વડે કંઈક ઓછું કરી તિર્યભવના પહેલા સમયે તિર્યશ્વિકમાં સંક્રમાવતાં ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કેમ કહેવાય ? એવો પ્રશ્ન અહીં થાય છે. ઉત્તરમાં સમજવાનું કે, સાતમી નારકીમાં મિથ્યાત્વ ગુણઠાણે ભવનિમિત્તક મનુષ્યદ્ધિકનો બંધ નથી. જે પ્રકૃતિઓ ભવ કે ગુણનિમિત્તક બંધાતી નથી તેનો વિધ્યાતસંક્રમ