SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૩૪૧ વેદનીયની બંધાવલિકાના ચરમસમયે જેની બંધાવલિકા વીતી ગઈ છે એવું તિર્યંચના ભવમાં પ્રથમ સમયથી ઉત્કૃષ્ટ બંધકાળ સુધી બાંધેલું સંપૂર્ણ પ્રદેશ સત્તાવાળું સાતવેદનીય કર્મ બંધાતાં તે અસાતવેદનીયમાં યથાપ્રવૃત્તસંક્રમ વડે સંક્રમાવતાં સાતાનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે.' ૯૦ कम्मचउक्के असुभाण बज्झमाणीण सुहुमरागते । संछोभणमि नियगे चउवीसाए नियट्टिस्स ॥११॥ कर्मचतुष्केऽशुभानामबध्यमानानां सूक्ष्मरागान्ते । संछोभने निजके चतुर्विंशतः अनिवृत्तेः ॥११॥ અર્થ ચાર કર્મની નહિ બંધાતી અશુભ પ્રવૃતિઓનો સૂક્ષ્મસંપાયના ચરમ સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. તથા અનિવૃત્તિનાદરને ચોવીસ પ્રકૃતિનો પોતપોતાના ચરમ સંક્રમ સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. ટીકાનુ–સૂક્ષ્મસંપરાય અવસ્થામાં નહિ બંધાતી દર્શનાવરણ, વેદનીય, નામ અને ગોત્ર એ ચાર કર્મની નિદ્રાદ્ધિક, અસાતવેદનીય, પ્રથમવર્જ પાંચ સંસ્થાન, પ્રથમવર્જ પાંચ સંઘયણ, અશુભ વર્ણાદિ નવ, ઉપઘાત, અપ્રશરત વિહાયોગતિ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અપર્યાપ્ત, અસ્થિર, અશુભ, અયશકીર્તિ, અને નીચ ગોત્ર રૂપ બત્રીસ પાપ પ્રકૃતિઓનો ગુણિતકમશ ક્ષપક આત્માને સૂક્ષ્મસંપાયના ચરમ સમયે (ગુણસંક્રમ વડે) ઉત્કૃષ્ટ પ્રદેશ સંક્રમ થાય છે. - અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકે વર્તમાન ગુણિતકર્માશ ક્ષેપક આત્માને મધ્યમ આઠ કષાય, મ્યાનદ્વિત્રિક, તિર્યંચદ્ધિક, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિયજાતિ, સૂક્ષ્મ, સાધારણ અને છે નોકષાય એમ ચોવીસ કર્મપ્રકૃતિઓનો પોતપોતાનો જે સમયે ચરમસંક્રમ થાય તે સમયે સર્વસંક્રમ વડે ઉત્કૃષ્ટ પ્રદેશ સંક્રમ થાય છે. ૯૧. संछोभणाए दोण्हं मोहाणं वेयगस्स खणसेसे । उप्पाइय सम्मत्तं मिच्छत्तगए तमतमाए ॥९२॥ संछोभे द्वयोर्मोहयोः वेदकस्य क्षणशेषे । उत्पाद्य सम्यक्त्वं मिथ्यात्वं गते तमस्तमायाम् ॥१२॥ અર્થ–બે મોહનીય-મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો પોતપોતાના ચરમ સંછોભ સમયે ઉત્કૃષ્ટ પ્રદેશ સંક્રમ થાય છે. તથા સાતમી નારકીમાં અંતર્મુહૂર્ત આયુ બાકી હોય ત્યારે સમ્યક્ત ઉત્પન્ન કરીને મિથ્યાત્વે જાય ત્યારે વેદકનો-સમ્યક્વમોહનીયનો ઉત્કૃષ્ટ પ્રદેશ સંક્રમ થાય છે. ૧. સાતા અસાતા એ બંને પરાવર્તમાન હોવાથી અંતર્મુહૂર્તથી વધારે કાળ બંધાતી નથી. અહીં સાતમી નરક પૃથ્વીમાં જેટલી વાર વધારે બંધાઈ શકે તેટલી વાર અસાતા બાંધી તેને પુષ્ટ દળવાળી કરે. ત્યાંથી મરણ પામી તિર્યંચમાં આવી શરૂઆતના અંતર્મુહૂર્તમાં સાતા બાંધે અને પૂર્વની અસાતા સંક્રમાવે. આ પ્રમાણે સંક્રમ વડે અને બંધ વડે સાતા પુષ્ટ થાય. એટલે તેની બંધાવલિકા વીત્યાબાદ અનંતર સમયે બંધાતી અસાતામાં સાતાનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે. આ રીતે સાતાનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સંભવી શકે છે.
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy