SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ પંચસંગ્રહ-૨ અર્થ_પિંડ પ્રકૃતિઓમાં ઉદય પ્રાપ્ત જે પ્રકૃતિ છે, તેમાં ઉદય અપ્રાપ્ત પ્રકૃતિને સંક્રમાવીને જે અનુભવે છે તે સ્ટિબુકસંક્રમ કહેવાય છે. ટીકાનુ–ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, બંધન, સંઘાતન, સંઘયણ, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આનુપૂર્વી અને વિહાયોગતિ એ ચૌદ પિંડપ્રકૃતિઓમાં દરેકની ઉદય પ્રાપ્ત છે પ્રકૃતિ હોય છે તેની સમાનકાળ વાળી ઉદય સ્થિતિમાં જે પ્રકૃતિનો ઉદય નથી તેને સંક્રમાવીને અનુભવે તે તિબુક સંક્રમ કહેવાય છે. જેમ ઉદય પ્રાપ્ત મનુજ ગતિમાં શેષ ત્રણ ગતિના દળને, ઉદય પ્રાપ્ત એકેન્દ્રિય જાતિમાં શેષ જાતિના દલિકને સંક્રમાવે છે, આ સ્તિબુક સંક્રમ કહેવાય છે. પ્રદેશોદય પણ આનું જ અપર નામ છે, બંને એક જ છે. નામકર્મની ઘણી પ્રકૃતિઓ છે, સઘળીનો કંઈ રસોદય હોતો નથી, અમુકનો જ હોય છે, બાકી સઘળી પ્રકૃતિ પ્રદેશોદયે અનુભવાય છે. એટલે ગાથામાં માત્ર પિંડ પ્રકૃતિઓનું જે નામ આપ્યું તે તો બાહુલ્યની અપેક્ષાએ છે, તેથી અન્ય કર્મપ્રકૃતિઓમાં પણ જો તેનો સ્વરૂપતઃ ઉદય ન હોય તો તેમાં સિબુકસંક્રમ પ્રવર્તે છે એમ સમજવું. જેમ ક્ષયકાળે સંજવલન ક્રોધાદિની શેષીભૂત ઉદયાવલિકા સંજવલન માનાદિમાં સ્તિબુક સંક્રમ વડે સંક્રમે છે. ૮૦ આ રીતે તિબુકસંક્રમનું પણ સ્વરૂપ કહ્યું. હવે વિધ્યાતસંક્રમ, ઉદ્વલના સંક્રમ, યથાપ્રવૃત્ત સંક્રમ અને ગુણસંક્રમના અપહાર કાલનું અલ્પબદુત્વ કહેવા ઇચ્છતા આ ગાથા કહે છે– गुणमाणेणं दलिअं हीरंतं थोवएण निट्ठाइ । कालोऽसंखगुणेणं अहविज्झउव्वलणगाणं ॥८१॥ । गुणमानेन दलिक हियमाणं स्तोकेन निष्ठाति । कालोऽसंख्येयगुणो यथाप्रवृत्तविध्यातोद्वलनानाम् ॥८१॥ ૧. સત્તામાં અસંખ્ય સ્થિતિ સ્થાનો હોય છે અને તે ક્રમશઃ અનુભવાય છે. એકસાથે એકથી વધારે સ્થિતિસ્થાનો અનુભવાતાં નથી જે કર્મપ્રકૃતિના ફળને સ્વસ્વરૂપે-સાક્ષાત અનુભવે છે તેના અનુભવાતા-ઉદય સમયમાં જેનો અબાધાકાળ વીતી ગયો છે પરંતુ સ્વસ્વરૂપે ફળ આપી શકે તેવી સ્થિતિમાં નથી તેવી પ્રકૃતિનો ઉદય સમય-ઉદય પ્રાપ્ત સ્થિતિસ્થાન આત્માની કોઈ પણ પ્રકારની વીર્યપ્રવૃત્તિ વિના સહજ ભાવે સંક્રમે છે. એટલે ઉપર કહેલ “સમાન કાળવાળી ઉદય સ્થિતિમાં એનો એ તાત્પર્ય હોઈ શકે કે સંક્રમનાર પ્રકૃતિનું ઉદયસ્થાન હોવું જોઈએ તેમજ પતદ્રગ્રહ પ્રકૃતિનું પણ ઉદયસ્થાન હોવું જોઈએ. ઉદયસ્થાનમાં ઉદયસ્થાન સંક્રમવું જોઈએ. અહીં ઉદયસ્થાનમાં ઉદયસ્થાનનું સંક્રમણ થાય છે, એટલે બંનેના ઉદયકાળરૂપ સમાન સ્થિતિ ઘટી શકે છે. અબાધાકાળ વીતી ગયા બાદ તો દરેક કર્મ અવશ્ય ફળ આપવા સન્મુખ થાય છે. તેમાં કોઈ કર્મ સ્વરૂપે ફળ આપે તેવી સ્થિતિમાં હોય છે, તો કોઈ કર્મ અન્યમાં મળી જઈ ફળ આપે તેવી સ્થિતિ હોય છે. જે ગતિના આયુનો ઉદય હોય છે તેને અનુકૂળ તમામ પ્રકૃતિઓનો સ્વરૂપતઃ ઉદય હોય છે. તે સિવાયની અન્ય પ્રકૃતિઓનો પરરૂપે ઉદય હોય છે. પરરૂપે જે ઉદય તેનું જ નામ પ્રદેશોદય કે સ્તિબુકસંક્રમ કહેવાય છે. અહીં એ પણ ખ્યાલમાં રાખવું કે અબાધાકાળ વીતી ગયા બાદ દરેક કર્મ ફળ આપવા સન્મુખ થાય છે એટલે જે સ્વરૂપે અનુભવાય તેની જેમ ઉદયાવલિકા હોય છે, તેમ જે પરરૂપે અનુભવાય–સ્વરૂપે ન અનુભવાય તેની પણ ઉદયાવલિકા હોય છે. ઉદયાવલિકા એટલે ઉદય સમયથી આરંભી એક આવલિકા કાળમાં ભોગવાય તેટલાં સ્થિતિસ્થાનો. તે સ્થિતિસ્થાનો તો બંનેમાં છે જ. માત્ર એકને રસોઇયાવલિકા કહેવાય છે, બીજાને પ્રદેશોદયાવલિકા કહેવાય છે.
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy