________________
૩૩૦
પંચસંગ્રહ-૨
તે પણ ગુણસંક્રમ કહેવાય છે. આવો પણ અર્થ હોવાથી ક્ષપણકાળે મિથ્યાત્વ, મિશ્ર અને અનંતાનુબંધીનો અપૂર્વકરણરૂપ કરણથી આરંભી ગુણસંક્રમ પ્રવર્તે છે તેમાં કોઈ વિરોધ નથી.' અબધ્યમાન તમામ અશુભ પ્રકૃતિઓનો ગુણસંક્રમ તો આઠમાં ગુણસ્થાનકથી જ થાય છે. ૭૭.
આ પ્રમાણે ગુણસંક્રમનું સ્વરૂપ કહ્યું. હવે સર્વસંક્રમના સ્વરૂપને પ્રતિપાદન કરવા ઇચ્છતા આ ગાથા કહે છે
चरमठिईए इयं पइसमयमसंखियं पएसग्गं । ता छुभइ अन्नपगई जावंते सव्वसंकामो ॥७८॥ चरमस्थितौ रचितं प्रतिसमयमसंख्येयं प्रदेशाग्रं ।
तावच्छुभति अन्यप्रकृतिं यावदन्ते सर्वसंक्रमः ॥७८॥
અર્થ–ઉઠ્ઠલના સંક્રમ કરતાં ચરમસ્થિતિખંડમાં સ્વસ્થાન પ્રક્ષેપ દ્વારા જે દલિક રચેલું છે તેને અન્ય પ્રકૃતિમાં પ્રતિસમય અસંખ્યાત અસંખ્યાત ગુણાકારે ત્યાં સુધી નાખે યાવત્ દ્વિચરમપ્રક્ષેપ આવે. છેલ્લો જે પ્રક્ષેપ થાય તે સર્વસંક્રમ કહેવાય છે.
ટીકાનુ–ઉઠ્ઠલના સંક્રમ વડે પરમાં અને સ્વમાં દલિક પ્રક્ષેપ થાય છે, તેમાં પરમાં ઓછો અને સ્વમાં વધારે થાય છે એ હકીકત પહેલાં આવી ગઈ છે. તે ઉદ્ધલના સંક્રમ વડે સંક્રમાવતાં સ્વસ્થાન પ્રક્ષેપ દ્વારા ચરમસ્થિતિખંડમાં જે દલિક રચાયું-ગોઠવાયું-નખાયું છે, તેને પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અસંખ્યાત અસંખ્યાત ગુણાકારે અંતર્મુહૂર્ત સુધી પરપ્રકૃતિમાં પ્રક્ષેપ છે, અને અંતર્મુહૂર્વકાળે તે ચરમખંડ નિર્લેપ થાય છે, આ હકીકત પણ પહેલાં આવી ગઈ છે.
હવે અહીં ઉઠ્ઠલના સંક્રમ ક્યાં સુધી કહેવાય અને સર્વસંક્રમ કોને કહેવાય તે કહે છે –
ઉલના સંક્રમ કરતાં સ્વસ્થાન પ્રક્ષેપ વડે ચરમસ્થિતિખંડમાં જે કર્મદલિક ગોઠવ્યું છે, તેને પ્રતિસમય પરપ્રકૃતિમાં અસંખ્યાત અસંખ્યાત ગુણાકારે ત્યાં સુધી સંક્રમાવે યાવત્ દ્વિચરમ પ્રક્ષેપ આવે. અહીં સુધી તો ઉલલના સંક્રમ કહેવાય છે. હવે તે અંતર્મુહૂર્તના છેલ્લે સમયે છેલ્લો જે પ્રક્ષેપ થાય તેને સર્વસંક્રમ કહેવાય છે. તાત્પર્ય એ કે જે પ્રકૃતિમાં ઉદ્ધલના સંક્રમ પ્રવર્તે છે. તેના ચરમખંડનો ચરમસમયે સંપૂર્ણપણે પરમાં જે પ્રક્ષેપ થાય તેને સર્વસંક્રમ કહેવાય છે. પહેલાં ઉદ્ધલના સંક્રમનું સ્વરૂપ કહેવાના પ્રસંગે પણ સર્વસંક્રમનો વિચાર કર્યો છે. ૭૮, હવે કયા સંક્રમને બાધીને કયો સંક્રમ પ્રવર્તે છે તેનો વિચાર કરતાં આ ગાથા કહે છે–
बाहिय अहापवत्तं सहेउणाहो गुणो व विज्झाओ । उव्वलणसंकमस्सवि कसिणो चरिमम्मि खंडम्मि ॥७९॥
૧. અહીં ઉપલક્ષણથી અનાદિ મિથ્યાષ્ટિ અંતરકરણમાં રહેલ આત્મા પણ ઉપશમ સમ્યત્ત્વની પ્રાપ્તિના પ્રથમ સમયથી અંતર્મુહૂર્ત સુધી મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો ગુણસંક્રમ કરે છે. (જુઓ ઉપશમનાકરણ-ગાથા-૨૩).