________________
૩૦૬
પંચસંગ્રહ-૨ કહેવાય છે. શાસ્ત્રમાં તેને સર્વવાતિ પ્રતિભાગ એટલે કે સર્વઘાતિની સદશતાને ભજનાર કહ્યો છે, પરંતુ સર્વઘાતી નહિ. કેમ કે ઘાતિ કર્મપ્રકૃતિઓનો સર્વથા ક્ષય થયા બાદ તેરમે ગુણઠાણે રહેલા અઘાતિ ચાર કર્મનો રસ આત્માના કોઈપણ ગુણનો ઘાત કરતો નથી. જો પોતાના સ્વભાવે જ સર્વઘાતી હોત તો કેવળજ્ઞાનાવરણીયાદિની જેમ તે પણ આત્માના ગુણોને દબાવત.
સમ્યક્ત મોહનીયનો એક સ્થાનક અને મંદ ક્રિસ્થાનક તથા દેશઘાતિરસ સંક્રમે છે, અન્ય પ્રકારનો નહિ, કેમકે અસંભવ છે. આ પ્રમાણે પહેલાં નહિ કહેલ સમ્યક્ત, મિશ્રમોહનીયની સ્થાન સંજ્ઞા અને ઘાતિત્વ પણ પ્રસંગે કહ્યું.
બાકીની પ્રકૃતિઓના પહેલાં આ જ ગ્રંથના ત્રીજા દ્વારમાં બંધ આશ્રયી એક સ્થાનકાદિ અને સર્વઘાતી જેવા પ્રકારનો રસ કહ્યો છે. સંક્રમમાં પણ તેવા જ પ્રકારનો રસ સમજવો. જેટલો અને જેવો બંધાય છે તેટલો અને તેવો સંક્રમે પણ છે. ૫૪
પૂર્વની ગાથામાં રસનો સામાન્યતઃ સંક્રમ બતાવીને આ ગાથામાં સંક્રમના વિષયમાં ઉત્કૃષ્ટ અને જઘન્ય રસ જેવા સ્વરૂપવાળો હોય તેનું પ્રતિપાદન કહે છે–
दहाणो च्चिय जाणं ताणं उक्कोसओ वि सो चेव । संकमइ वेयगे वि हु सेसासुक्कोसओ परमो ॥५५॥ द्विस्थानकः चैव यासां तासां उत्कृष्टतोऽपि स चैव ।
संक्रामति वेदकेऽपि हु शेषासूत्कृष्टः परमः ॥५५॥ અર્થ—જે પ્રકૃતિઓનો રસ સંક્રમના વિષયમાં દ્રિસ્થાનક જ હોય છે, તેઓનો ઉત્કૃષ્ટ પણ તે જ રસ સંક્રમે છે. વેદકસમ્યક્તનો પણ ઉત્કૃષ્ટ દ્રિસ્થાનક જ સંક્રમે છે. શેષ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ-ચતુઃસ્થાનક રસ સંક્રમે છે.
ટીકાનુ મિશ્રમોહનીય, આતપ, મનુષ્યાય, અને તિર્યગાયુરૂપ જે પ્રકૃતિઓનો દ્વિસ્થાનક રસ જ સંક્રમે છે, અસંભવપણાથી અથવા તથાસ્વભાવરૂપ કારણથી અન્ય પ્રકારનો રસ સંક્રમી શકતો નથી, તે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પણ બે સ્થાનક રસ જ સંક્રમે છે, અન્ય કોઈ પ્રકારનો રસ સંક્રમતો નથી. તથા વેદક સમ્યક્ત-સમ્યક્ત મોહનીયનો પણ ઉત્કૃષ્ટ બે સ્થાનક રસ જ સંક્રમે છે. જો કે તેનો એક સ્થાનક રસ છે પણ તે જઘન્ય છે, અને ત્રણ કે ચાર સ્થાનીય રસ મિશ્ર અને સમ્યક્વમોહનીયનો હોતો જ નથી. તથા શેષ સઘળી પ્રકૃતિઓનો સંક્રમના વિષયમાં ઉત્કૃષ્ટથી ચાર સ્થાનક રસ હોય છે. ૫૫ હવે જઘન્ય રસ કેટલા સ્થાનીય સંક્રમે છે, તે કહે છે.
एकट्ठाणजहन्नं संकमइ पुरिससम्मसंजलणे । इयरासुं दोट्ठाणि य जहण्णरससंकमे फटुं ॥५६॥
૧. આ પ્રકૃતિઓનો બંધમાં વધારે સ્થાનકવાળો રસ હોય છે. પરંતુ તથાસ્વભાવે સંક્રમમાં ઉત્કૃષ્ટ તો બે સ્થાનક જ હોય છે.