________________
૨૯૦
પંચસંગ્રહ-૨
અર્થ-કોઈ ક્ષાયોપથમિક સભ્યત્વી મિથ્યાત્વે જઈને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે જાય ત્યાં તે સમ્યફદૃષ્ટિ આત્મા સમ્યક્ત અને મિશ્રમોહનીયમાં મિથ્યાત્વ મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્રમાવે છે.
ટીકાનુ–કોઈ આત્મા પહેલાં ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ થઈને ત્યારપછી મિથ્યાત્વે જાય, મિથ્યાત્વે જઈને ઉત્કૃષ્ટ સંક્લેશે વર્તતો મિથ્યાત્વ મોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે, ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કર્યા બાદ અંતર્મુહૂર્ત પર્યત મિથ્યાત્વ ગુણસ્થાનકે જ રહે, અંતર્મુહૂર્ત વીત્યા બાદ વિશુદ્ધિના બળથી સમ્યક્ત પ્રાપ્ત કરે, ત્યારે પછી સમ્યગ્દષ્ટિ છતો તે આત્મા અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિને સમ્યક્ત અને મિશ્રમોહનીયમાં તેઓનો બાધઃ નથી છતાં સંક્રમાવે છે. આ પ્રમાણે મિથ્યાત્વમોહનીયની અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિનો સંક્રમ સમ્યગ્દષ્ટિને થાય છે, અને તે મિશ્ર અને સમ્યક્વમોહનીયમાં થાય છે. ૪૦
આ પ્રમાણે મિથ્યાત્વમોહનીયની અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિનો સંક્રમ કહ્યો અને તેનો સ્વામી સમ્યગ્દષ્ટિ કહ્યો. હવે સમ્યક્ત અને મિશ્રમોહનીયના ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમનું પ્રમાણ, તેના સ્વામી અને અન્ય સઘળી પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિના સંક્રમના સ્વામીને પ્રતિપાદન કરવા ઇચ્છતા કહે છે –
अंतोमुहत्तहीणं आवलियदुहीण तेसु सट्ठाणे । उक्कोससंकमपहू उक्कोसगबंधगण्णासु ॥४१॥ अन्तर्मुहूर्त्तहीनामावलिकाद्विकहीनां तयोः स्वस्थाने ।
उत्कृष्टसंक्रमप्रभुः उत्कृष्टबन्धका अन्यासाम् ॥४१॥
અર્થ સમ્યક્ત અને મિશ્રમોહનીયની અંતર્મુહૂર્ત અને બે આવલિકા હીન ઉત્કૃષ્ટ સ્થિતિનો સંક્રમ થાય છે. તેમાં સમ્યક્તનો સ્વસ્થાનમાં, અને મિશ્રનો ઉભયમાં થાય છે. શેષ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિના સંક્રમસ્વામી તે તે પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિના બંધક સમજવા.
ટીકાનુ–કોઈ ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિ આત્મા મિથ્યાત્વે જઈ તીવ્ર સંક્લેશે મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી અંતર્મુહૂર્ત પછી સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે જાય ત્યાં અંતર્મુહૂર્ત ન્યૂન
૧. અહીં ક્ષાયોપથમિક સમ્યક્તી લેવાનું કારણ તેને ત્રણે પુંજ સત્તામાં હોય છે. પહેલે ગુણઠાણેથી કરણ કરીને તેમજ કરણ કર્યા સિવાય એમ બે રીતે સમ્યક્ત પ્રાપ્ત કરે છે, તે હકીકત ઉપશમના કરણમાં કહી છે. કરણ કરીને જે સમ્યક્ત પ્રાપ્ત કરે છે તે તો અંતઃકોડાકોડીની સત્તા લઈને જ ઉપર જાય છે. કરણ કર્યા વિના જે ચડે છે તે ઉપર કહ્યા પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા લઈ ચોથે ગુણઠાણે જાય છે, અને અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્રમાવે છે. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરીને અંતર્મુહૂર્ત પર્યત પહેલે ગુણઠાણે રહીને જ સમ્યક્ત પ્રાપ્ત કરે છે માટે અંતર્મુહૂર્ણ ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિનો સંક્રમ થાય એમ કહ્યું છે. ચતુર્થ ગુણસ્થાનકે ગયા બાદ અંતર્મુહૂર્ત પર્યત જ ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા રહે છે તેટલા કાળમાં વિશદ્ધિના બળથી અંતઃકોડાકોડીની ઉપરાંત સ્થિતિનો નાશ કરે છે એટલે અંતર્મુહૂર્ત બાદ અંતઃકોડાકોડી સાગરોપમથી વધારે સ્થિતિની સત્તા હોતી નથી.