________________
૨૮૪
जासिं बंधनिमित्तो उक्कोस बंध मूलपगईणं । ता बंधुकोसाओ सेसा पुण संकमुक्ोसा ॥३६॥ यासां बन्धनिमित्त उत्कृष्टो बन्धो मूलप्रकृतीनाम् । ता बन्धोत्कृष्टाः शेषाः पुनः संक्रमोत्कृष्टाः ॥३६॥
પંચસંગ્રહ-૨
અર્થ—જે ઉત્તર પ્રકૃતિઓનો મૂળ કર્મના સ્થિતિબંધને અનુસરી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થતો હોય તે પ્રકૃતિઓ બંધોત્કૃષ્ટ કહેવાય છે, અને શેષ પ્રકૃતિઓ સંક્રમોત્કૃષ્ટ કહેવાય છે.
ટીકાનુ—મૂળ કર્મ પ્રકૃતિઓનો જેટલો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યો છે તેટલો જ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જે ઉત્તર પ્રકૃતિઓનો બંધ નિમિત્તે થાય છે અર્થાત્ બંધ કાળે જ તેટલો બંધ થઈ શકે છે તે બંધોત્કૃષ્ટ કહેવાય છે. તે પ્રકૃતિઓ આ—જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય નવ, અંતરાય પાંચ, આયુ ચાર, અસાતવેદનીય, નરકદ્ધિક, તિર્યશ્વિક, એકેન્દ્રિય-જાતિ, પંચેન્દ્રિયજાતિ, તૈજસ સપ્તક, ઔદારિક સપ્તક, વૈક્રિય સપ્તક, નીલ અને કટુ વર્જિત શેષ અશુભ વર્ણાદિ સપ્તક, અગુરુલઘુ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોત, નિર્માણ, કુંડકસંસ્થાન, છેવટ્ટુ, સંઘયણ, અશુભવિહાયોગતિ, સ્થાવરનામ, ત્રસચતુષ્ક, અસ્થિર ષટ્ક, નીચ ગોત્ર, સોળ કષાય, અને મિથ્યાત્વ, સઘળી મળી સત્તાણું. આ સઘળી કર્મપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પોતાના બંધકાળે સ્વ મૂળકર્મની સમાન થઈ શકતો હોવાથી તેઓ બંધોત્કૃષ્ટ કહેવાય છે.
બંધોત્કૃષ્ટ પ્રકૃતિઓમાં મનુષ્યના અને તિર્યંચના આયુનું ગ્રહણ કર્યું છે, તેનો ઉત્કૃષ્ટ : સ્થિતિબંધ જો કે પોતાના મૂળ કર્મની સમાન થતો નથી, છતાં આયુમાં પરસ્પર સંક્રમણ થતું નહિ હોવાથી તેઓની સ્થિતિ સંક્રમ દ્વારા ઉત્કૃષ્ટ થઈ શકતી નથી માટે બંધોત્કૃષ્ટમાં તેની ગણના કરી છે. સોળ કષાયોને ચારિત્ર મોહનીયરૂપ મૂળ કર્મની અપેક્ષાએ સમાન સ્થિતિવાળા હોવાથી બંધોત્કૃષ્ટમાં ગણ્યા છે.
ઉપર કહી તે સિવાયની એકસઠ કર્મપ્રકૃતિઓ સંક્રમોત્કૃષ્ટ છે. તે આ પ્રમાણે— સાતાવેદનીય, સમ્યક્ત્વમોહનીય, મિશ્રમોહનીય, નવ નોકષાય, આહા૨ક સપ્તક, શુભ વર્ણાદિ અગિયાર, નીલ, કટુ, દેવદ્વિક, મનુજદ્ધિક, વિકલેન્દ્રિયત્રિક, છેલ્લાં સિવાય પાંચ સંઘયણ અને પાંચ સંસ્થાન, પ્રશસ્ત વિહાયોગતિ, સૂક્ષ્મ, સાધારણ, અપર્યાપ્ત, સ્થિર ષટ્ક, તીર્થકરનામ અને ઉચ્ચ ગોત્ર. આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પોતાના મૂળ કર્મની સમાન, બંધ વડે થતી નથી પરંતુ પોતાની સ્વજાતીય પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતના સંક્રમ વડે થાય છે માટે તેઓ સંક્રમોત્કૃષ્ટ કહેવાય છે. ૩૬
હવે બંધોત્કૃષ્ટ તથા સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની કેટલી સ્થિતિ અન્યત્ર સંક્રમે તે કહે છે— बंधुक्कासाण ठिई मोत्तुं दो आवली उ संकमइ । सेसा इयराण पुणो आवलियतिगं पमोत्तूणं ॥३७॥
बन्धोत्कृष्टानां स्थितिः मुक्त्वा द्वे आवलिके तु संक्रामति । शेषा इतरासां पुनः आवलिकात्रिकं प्रमुच्य ॥३७॥