________________
૨૮૨
પંચસંગ્રહ-૨ અર્થ–દલિક અને રસ મૂર્ત હોવાથી તેઓનું અન્ય રૂપે સંક્રમણ થાય એ યોગ્ય છે, પરંતુ કાલ અમૂર્ત હોવાથી તેનો સંક્રમ યોગ્ય નથી. ઉત્તર આપતા આચાર્ય મહારાજ કહે છે– ઋતુના સંક્રમની જેમ કાલનો સંક્રમ પણ નિર્દોષ છે.
ટીકાનુ–પૃથ્વી અને જળની જેમ કર્મ પરમાણુઓ અને તેની અંદર રહેલો રસ મૂર્તરૂપી હોવાથી તેઓનો અન્ય રૂપે સંક્રમ થાય તે તો યોગ્ય છે. પરંતુ કાલ અમૂર્ત છે, માટે કાલનો અન્ય રૂપે સંક્રમ કઈ રીતે ઘટી શકે ? આ પ્રશ્ન અયોગ્ય છે. કારણ કે કાલનો સંક્રમ અમે માનતા જ નથી. પરંતુ સ્થિતિનો માનીએ છીએ. અહીં સ્થિતિ એટલે અવસ્થા-કર્મ પરમાણુઓનું અમુક સ્વરૂપે રહેવું એ છે. તે સ્થિતિ પહેલાં અન્ય રૂપે હતી. અત્યારે જ્યારે સંક્રમ થાય ત્યારે પતંગ્રહ સ્વરૂપે કરાય છે. અર્થાત પહેલાં જે પરમાણુઓ જેટલા કાળ માટે જે ફળ આપવા માટે નિયત થયા હતા તે પરમાણુઓ તેટલા કાળપર્ધત અન્ય રૂપે ફળ આપે તેવી સ્થિતિમાં મુકાય છે તેને અમે સ્થિતિસંક્રમ કહીએ છીએ. આ યુક્તિ યુક્ત નથી, એમ નથી. કારણ કે પ્રત્યક્ષ સિદ્ધ છે.
તે આ પ્રમાણે–તૃણ આદિ પરમાણુઓ પહેલાં તૃણ આદિ રૂપે હતા તે મીઠાની ખાણમાં જ્યારે પડે ત્યારે કાળક્રમે લવણરૂપે થઈ જાય છે. તાત્પર્ય એ કે અન્ય રૂપે રહેલ વસ્તુ અન્ય રૂપે થઈ જાય છે. તેમ અધ્યવસાયના યોગે અન્ય સ્વરૂપે રહેલા પરમાણુઓ અન્ય સ્વરૂપે થાય અને જે સ્વરૂપે થાય તે રૂપે નિયત કાળપર્યત ફળ પણ આપે છે.
અથવા સ્થિતિ, કાળનું સંક્રમણ થાય તેમાં પણ કંઈ દોષ નથી. તે જ કહે છે–ઋતુના સંક્રમણની જેમ સ્થિતિ-કાળનો સંક્રમ પણ નિર્દોષ છે. અર્થાત્ વૃક્ષાદિમાં સ્વભાવથી અનુક્રમે અને દેવાદિના પ્રયોગ વડે એક સાથે પણ જેમ સઘળી ઋતુઓ સંક્રમે છે, કેમ કે તે ઋતુનું કાર્ય તે તે જાતનાં પુષ્પ અને ફળાદિરૂપે દેખાય છે તેમ અહીં પણ આત્માસ્વવીર્યના યોગે કર્મપરમાણુઓમાંના સાતાદિ સ્વરૂપના હેતુભૂત કાળને ઉડાવી દઈને અસાતાદિના હેતુભૂત કાળને સંક્રમાવે–અસાતાદિનો હેતુભૂત કાળ કરે તો તે પણ નિર્દોષ છે. ૩૪
આ પ્રમાણે પ્રકૃતિ સંક્રમનું સ્વરૂપ કહ્યું. હવે સ્થિતિસંક્રમની શરૂઆત કરતા પહેલાં પ્રકૃતિસંક્રમના સામાન્ય લક્ષણને બાધ ન આવે તેમ સ્થિતિસંક્રમનું વિશેષ લક્ષણ કહે છે–
उवट्टणं च ओवट्टणं च पगतितरम्मि वा नयणं । बंधे व अबंधे वा जं संकामो इइ ठिईए ॥३५॥
उद्वर्तनं वापवर्त्तनं च प्रकृत्यन्तरे वा नयनम् ।
बन्धे वाबन्धे वा यत् संक्रमः इति स्थितेः ॥३५॥ અર્થ–ઉદ્વર્તન અથવા અપવર્તન અને અન્ય પ્રકૃતિનયન એમ સ્થિતિનો સંક્રમ ત્રણ પ્રકારે છે. અને તે બંધ હોય અથવા ન હોય છતાં પણ પ્રવર્તે છે–એમ સમજવું.
ટીકાનું–આ પ્રમાણે પ્રકૃતિસંક્રમનું સ્વરૂપ કહ્યું. હવે સ્થિતિસંક્રમને કહેવાનો અવસર છે.
તેમાં પાંચ અધિકારો –વિષયો છે. તે આ પ્રમાણે–ભેદ, વિશેષ લક્ષણ, ઉત્કૃષ્ટ