SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૨૭૯ - હવે પ્રકૃતિસંક્રમના વિષયમાં પ્રકૃતિનો સંક્રમ શી રીતે થઈ શકે ? તેવા પ્રકારનો શિષ્ય પાસે પ્રશ્ન કરાવતા આચાર્ય મહારાજ કહે છે – संकमइ नन्न पगई पगईओ पगइसंकमे दलियं । ठिइअणुभागा चेवं ठंति तहट्ठा तयणुरूवं ॥३३॥ संक्रमयति नान्यां प्रकृति प्रकृतेः प्रकृतिसंक्रमे दलिकम् । स्थित्यनुभागौ चैवं तिष्ठन्ति तथास्थाः तदनुरूपम् ॥३३॥ અર્થ–પ્રકૃતિસંક્રમમાં સંક્રમ્સમાણ પ્રકૃતિમાંથી દલિક ખેંચીને અન્ય પ્રકૃતિપણે કરતો નથી, સ્થિતિ અને અનુભાગના વિષયમાં પણ એ જ પ્રશ્ન છે. ઉત્તર આપતા આચાર્ય મહારાજ કહે છે કે, સંક્રમ્સમાણ પ્રકૃતિના પરમાણુઓ પતઘ્રહ પ્રકૃતિના સ્વરૂપને પ્રાપ્ત કરી પતઘ્રહ પ્રકૃતિના સ્વરૂપે રહે છે. ટીકાનુ–અહીં શંકા કરે છે કે, પ્રકૃતિસંક્રમના વિષયમાં સંક્રમતી પ્રકૃતિમાંથી તેના ૧. આ સંબંધમાં ઉપાધ્યાયજી મહારાજ આ પ્રમાણે લખે છે –શિષ્ય શંકા કરે છે કે–સંક્રમતી પ્રકૃતિમાંથી પરમાણુરૂપ દલિકોને જે પતગ્રહ પ્રકૃતિરૂપે કરે છે તે પ્રકૃતિસંક્રમ કહેવાતો નથી પરંતુ તે પ્રદેશ સંક્રમ જ કહેવાય છે. અહીં કદાચ એમ કહેવામાં આવે કે પ્રકૃતિ એટલે સ્વભાવ તેનો જે સંક્રમ તે પ્રકૃતિસંક્રમ, તો તે પણ અયોગ્ય છે. કેમ કે એકલા સ્વભાવને અન્યમાં સંક્રમાવવો અશક્ય છે. આ પ્રમાણે વિચારતાં પ્રકૃતિ સંક્રમ ઘટી શકતો નથી, તેથી તેનું પ્રતિપાદન ભીંત વિના ચિત્રો બનાવવા જેવું છે. સ્થિતિસંક્રમ અને અનુભાગ સંક્રમ પણ ઘટી શકતા નથી. કારણ કે, સ્થિતિ એટલે નિયત કાળ પર્યત અમુક સ્વરૂપે રહેવું તે. કાળ અમૂર્ત હોવાથી તેને અન્યમાં સંક્રમાવી શકાતો નથી. અનુભાગ એ રસ છે અને તે પરમાણુનો ગુણ છે. ગુણને ગુણીમાંથી ખેંચી અન્ય રૂપે કરી શકાતો નથી, અને ગુણી પરમાણુનો જે સંક્રમ તે તો પ્રદેશ સંક્રમ કહેવાય, બીજો કોઈ સંક્રમ કહી શકાય નહિ, માટે પ્રકૃતિ સંક્રમાદિનું વર્ણન વંધ્યાના પુત્રના સૌભાગ્યાદિ ગુણોના વર્ણનના જેવું છે. હવે તેનો ઉત્તર આપતા આચાર્ય મહારાજ જણાવે છે કે વિવલિત પરમાણુઓમાંથી સ્વભાવ, સ્થિતિ અને રસને ખેંચી આત્મા અન્ય પરમાણુઓ-પતગ્રહગત પરમાણુઓમાં નાખે છે એ પ્રકૃતિ સંક્રમાદિ કહેવાય છે એમ અમે કહેતા નથી, જેથી પૂર્વોક્ત દોષ પ્રાપ્ત થાય. પરંતુ જ્યારે આત્મા સ્વભાવ, સ્થિતિ અને રસના આધારભૂત કર્મ પરમાણુઓને પર પ્રકૃતિમાં સંક્રમાવતો હોય અને સંક્રમાવીને પર પ્રકૃતિરૂપે કરતો હોય ત્યારે તેના સ્વભાવને પતગ્રહ પ્રકૃતિના સ્વભાવને અનુસરતો કરવો તે પ્રકૃતિસંક્રમ, સંક્રમ્સમાણ પ્રકૃતિની નિયત કાળ પર્યત રહેવારૂપ સ્થિતિને પ્રહ પ્રકૃતિરૂપે કરવી અર્થાત્ પતધ્રહને અનુસરતી કરવી તે સ્થિતિસંક્રમ, સંક્રમ્સમાણ પ્રકૃતિના રસને પતગ્રહ પ્રકૃતિને અનુસરનાર રસરૂપે કરવો તે અનુભાગ સંક્રમ અને પરમાણુઓનો જે સંક્રમ તે પ્રદેશ સંક્રમ કહેવાય એમ અમે કહીએ છીએ જે સ્વરૂપવાળા, જેટલા કાળમાં અનુભવવા યોગ્ય, જેટલા રસવાળા, અને જેટલાં દલિકોને જે પ્રકૃતિમાં સંક્રમાવે તેટલી સ્થિતિવાળાં, તેટલા રસવાળાં, તેટલાં દલિકો તે સ્વરૂપને પ્રાપ્ત કરે છે. એટલે કે તેટલાં દલિકો તેટલા કાળ પર્યત સામર્થ્યના પ્રમાણમાં પતદૂગ્રહ પ્રકૃતિના સ્વભાવને અનુસરતું કાર્ય કરે છે. જેમ કે, મતિજ્ઞાનાવરણીયને જયારે શ્રુતજ્ઞાનાવરણીયમાં સંક્રમાવે ત્યારે જેટલા રસવાળા, જેટલા કાળપયત ભોગવાય તેવા, જેટલાં દલિકોને શ્રુતજ્ઞાનાવરણીયમાં સંક્રમાવે તેટલાં દલિકો, તેટલા કાળપત, શક્તિના પ્રમાણમાં શ્રુતજ્ઞાનને આવરવાનું કાર્ય કરે છે. એટલે સંક્રમેલું તે દલ શ્રુતજ્ઞાનાવરણીય કહેવાય છે, મતિજ્ઞાનાવરણીય નહિ એટલે અહીં કોઈ દોષ પ્રાપ્ત થતો નથી.
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy