________________
સંક્રમણકરણ
૨૬૭
બે, પંચાણું, ત્રાણું, ચોરાશી અને વ્યાશી એ પાંચ સંક્રમસ્થાનો સંક્રમાવે છે."
અથવા તૈજસ, કાર્મણ, વર્ણાદિ ચતુષ્ક, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, બેઈન્દ્રયાદિ કોઈપણ જાતિ, હુડકસંસ્થાન, સેવાd સંઘયણ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, | તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, ત્રસ, બાદર, અપર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય
અને અપયશકીર્તિરૂપ અપર્યાપ્ત વિકસેન્દ્રિય, તિર્યíચેન્દ્રિય અને મનુષ્ય યોગ્ય પચીસ પ્રકૃતિઓનો બંધ કરતા, અને એકસો બે આદિ ઉપરોક્ત પાંચ પ્રકૃતિસ્થાનોની સત્તાવાળા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો તે પચીસમાં એકસો બે આદિ પાંચ સંક્રમસ્થાનકો સંક્રમાવે છે.
તૈજસ, કામણ, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, વર્ણાદિ ચતુષ્ક, એકેન્દ્રિયજાતિ હુડકસંસ્થાન, ઔદારિકશરીર, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, સ્થાવર, પર્યાપ્ત, બાદર, પ્રત્યેક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, દુર્ભગ, અનાદેય, યશ-અપયશકીર્તિમાંથી એક, પરાઘાત, ઉચ્છવાસ અને આતપ-ઉદ્યોતમાંથી એક એમ એકેન્દ્રિય યોગ્ય છવ્વીસ પ્રકૃતિઓનો બંધ કરતા, અને એકસો બે અને પંચાણુંની સત્તાવાળા, નારકી વર્જિત એકેન્દ્રિયાદિ સઘળા જીવો તે છવ્વીસના પ્રકૃતિસ્થાનમાં એકસો બે અને પંચાણું સંક્રમાવે છે. તથા છવ્વીસ પ્રકૃતિઓ બાંધતા, ત્રાણું અને ચોરાશીની સત્તાવાળા. દેવતા અને નારકી વર્જિત બાકીના એકેન્દ્રિયાદિ આત્માઓ છવ્વીસમાં ત્રાણું અને ચોરાશી પ્રકૃતિઓ સંક્રમાવે છે. તથા વ્યાશીની સત્તાવાળા અને છવ્વીસ પ્રકૃતિઓ બાંધતા દેવ નારક અને મનુષ્ય વર્જિત તે જ એકેન્દ્રિયાદિ આત્માઓ છવ્વીસમાં વ્યાશી પ્રકૃતિઓ સંક્રમાવે છે. આ પ્રમાણે ત્રેવીસ, પચીસ અને છવ્વીસના પતંગ્રહોમાં કયાં સંક્રમસ્થાનો સંક્રમે છે તે કહ્યું. ૩૦.
હવે બાકીના પતધ્રહોમાં સંક્રમસ્થાનોનો વિચાર કરતાં કહે છે –
પઢમં સંતવડ રૂતિ મધુવતિયગુર્થ તું ! गणतीसतीसएस जसहीणा दो चउक्क जसे ॥३१॥ प्रथमं सत्ताचतुष्कं एकत्रिंशति अधुवत्रिकयुक्तं तत्तु ।
एकोनत्रिंशत्रिंशतोः यशोहीने द्वे चतुष्के यशसि ॥३१॥ અર્થ–એકત્રીસમાં પ્રથમ સત્તા ચતુષ્ક સંક્રમે છે. અધુવ સત્તાત્રિક સાથે પ્રથમ સત્તા ચતુષ્ક ઓગણત્રીસ અને ત્રીસમાં સંક્રમે છે. યશકીર્તિ હીન બે ચતુષ્ક યશકીર્તિમાં સંક્રમે છે.
ટીકાનુ–દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયશરીર, વૈક્રિયઅંગોપાંગ, સમચતુરગ્નસંસ્થાન દેવાનુપૂર્વી પરાઘાત, ઉચ્છવાસ, પ્રશસ્તવિહાયોગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશકીર્તિ, તૈજસ, કાર્મણ, વર્ણાદિચતુષ્ક, અગુરુલઘુ, ઉપઘાત,
૧. અહીં એટલું વિશેષ છે કે, દેવોને એકસો બે અને પંચાણુ તથા મનુષ્યોને વ્યાશી વિનાનાં સંક્રમસ્થાનો હોય છે.
૨. પરંતુ મનુષ્ય પ્રાયોગ્ય પચીસ પ્રકૃતિઓ બાંધતાં વ્યાશી વિનાનાં શેષ ચાર સંક્રમસ્થાનો હોય છે.