________________
સંક્રમણકરણ
૨૬૫
હવે નામકર્મ માટે કહેવાય છે –
નામકર્મનાં બાર સત્તાસ્થાનકો છે. તે આ પ્રમાણે–એકસો ત્રણ, એકસો બે, છનું, પંચાણું, ૧૦૩-૧૦૨-૯૬-૯૫. આ ચાર સત્તાસ્થાનકોની “પ્રથમ” એવી સંજ્ઞા છે. પ્રથમ સત્તાસ્થાનક ચતુષ્ક એમ જ્યાં કહે ત્યાં આ ચાર સત્તાસ્થાનકો લેવાં. તેમાં સઘળી નામકર્મની પ્રકૃતિઓનો જે સમૂહ તે ૧૦૩, તીર્થકર નામકર્મની સત્તા રહિત ૧૦૨, પૂર્વોક્ત એકસો ત્રણની સત્તા જ્યારે આહારક સપ્તકની સત્તા રહિત હોય ત્યારે ૯૬, પૂર્વોક્ત એકસો બેની સત્તા આહારક સપ્તક રહિત હોય ત્યારે પંચાણું.
" ઉપરોક્ત પ્રથમ સત્તા ચતુષ્કમાંથી ક્ષપકશ્રેણિમાં નવમે ગુણઠાણે તેર પ્રકૃતિનો ક્ષય થાય ત્યારે અનુક્રમે નેવું, નેવ્યાસી, બ્રાશી અને વ્યાપી ૯૦, ૮૯, ૮૩ અને ૮૨ એમ ચાર સત્તાસ્થાનકો થાય છે. એની “બીજું સત્તાચતુષ્ક' એવી સંજ્ઞા છે.
પંચાણુંમાંથી દેવદ્રિક ઉવેલ ત્યારે ત્રાણું, તેની અંદરથી વૈક્રિય સપ્તક અને નરકદ્વિક ઉવેલે ત્યારે ચોરાશી અને મનુષ્યદ્ધિક ઉવેલ ત્યારે વ્યાશી એમ ત્રણ સત્તાસ્થાનની “અદ્ભવ' એવી સંજ્ઞા છે. વ્યાશીનું સત્તાસ્થાનક જો કે બીજા સત્તા ચતુષ્કમાં આવે છે. તેમજ ચોરાશીની સત્તાવાળા મનુષ્યદ્ધિક ઉવેલે ત્યારે પણ થાય છે. પરંતુ સંખ્યા તુલ્ય હોવાથી તેને એક જ ગયું છે. એક સત્તાસ્થાનક બે રીતે થાય છે એટલે સત્તાસ્થાનકની સંખ્યાનો ભેદ થતો નથી. આ પ્રમાણે દશ સત્તાસ્થાનો થયાં.
તેમાં બીજા સત્તાચતુષ્કમાંના નેવું અને ત્યાશીરૂપ બે સત્તાસ્થાનો સંક્રમમાં ઘટતાં નથી. કારણ હવે પછી સંક્રમસ્થાનોનો વિચાર કરશે ત્યાં સમજાશે. બાકીનાં સત્તાસ્થાનો સંક્રમમાં હોય છે, એટલે હમણાં કહેલ દશ સત્તાસ્થાનોમાંથી આઠ સંક્રમસ્થાનકો સંભવે છે. નવ અને આઠ પ્રકૃતિના સમૂહરૂપ બે સત્તાસ્થાનો છે પરંતુ તે અયોગી અવસ્થાના ચરમસમયે હોવાથી સંક્રમના વિષયભૂત નથી. કેમકે જ્યારે પતંગ્રહ હોય ત્યારે સંક્રમ થાય છે, બંધાતી પ્રકૃતિ પતગ્રહ હોય - છે, ચૌદમે ગુણસ્થાનકે કોઈપણ પ્રકૃતિ બંધાતી નહિ હોવાથી પતઘ્રહ નથી માટે ત્યાં કોઈ પ્રકૃતિનો સંક્રમ પણ થતો નથી.
આ પ્રમાણે બાર સત્તાસ્થાનોમાંથી આઠ સંક્રમસ્થાનો હોય છે અને બીજા ચાર સંક્રમસ્થાનો સત્તાસ્થાનની બહારનાં છે. તે આ પ્રમાણે–એકસો એક, ચોરાણુ, ઈક્યાશી અને એક્યાશી. ૧૦૧, ૯૪, ૮૮, ૮૧. આ પ્રમાણે હોવાથી સત્તાસ્થાનો જેમ બાર છે તેમ સંક્રમસ્થાનો પણ બાર જ હોય છે. અન્યત્ર કહ્યું છે કે-૧૧૦૩, ૧૦૨, ૯૬, ૯૫, ૯૩, ૯૦, ૮૯, ૮૪, ૮૩, ૮૨, ૯ અને ૮ એટલા નામકર્મનાં સત્તાસ્થાનો હોય છે. તથા ૧૦૩, ૧૦૨, ૧૦૧, ૯૬, ૯૫, ૯૪, ૯૩, ૮૯, ૮૮, ૮૪, ૮૨, ૮૧ એ બાર નામકર્મનાં સંક્રમસ્થાનકો છે.”
બંધસ્થાનકો આઠ છે. તે આ–૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧ અને ૧. પતગ્રહસ્થાનો પણ તે જ છે. કહ્યું છે કે –“૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧ અને - એ આઠ નામકર્મનાં બંધસ્થાનકો છે. ૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧ અને ૧ એ આઠ . પંચ૦૨-૩૪