________________
૨૨૨
પંચસંગ્રહ-૨ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કર્યું ન હોય એટલે કે જેઓ સત્તામાં જ પ્રાપ્ત થઈ ન હોય તેનો સંક્રમ થતો નથી. કારણ કે તે અનુક્રમે નષ્ટ થયેલી હોવાથી અને ઉત્પન્ન થયેલી નહિ હોવાથી તેનાં દલિકોનો જ અભાવ છે.
બધ્યમાન પ્રકૃતિનાં દલિકો તો સત્તામાં હોય જ, કારણ કે તે બંધાય છે, એટલે બંધાવલિકા ગયા પછી તે તો સંક્રમી શકે છે એટલે તેના સંબંધમાં કંઈ પ્રશ્ન રહેતો નથી. પરંતુ અબધ્યમાન જે પ્રકૃતિઓ સંક્રમે છે તેઓનાં દલિકો જે સત્તામાં હોય તે સંક્રમે છે. જે દલિકો ભોગવાઈ ક્ષય થઈ ગયાં હોય તે ક્ષય થયેલાં હોવાથી જ સંક્રમતાં નથી, અને જેઓએ પોતાના સ્વરૂપને જ પ્રાપ્ત ન કર્યું હોય એટલે કે જેઓ સ્વરૂપે જ સત્તામાં ન હોય તે સત્તામાં જ નહિ હોવાથી સંક્રમતાં નથી. તાત્પર્ય એ કે સત્તામાં રહેલાં અબધ્યમાન પ્રકૃતિનાં દલિકો બધ્યમાન પ્રકૃતિરૂપે થાય છે.
અબધ્યમાન પ્રકૃતિઓનો બધ્યમાન પ્રકૃતિઓમાં, અથવા બધ્યમાનનો બધ્યમાનમાં જે સંક્રમ થાય તે સંક્રમ કહેવાય એવું જે સંક્રમનું લક્ષણ કહ્યું તે પરિપૂર્ણ નથી. કારણ કે મિશ્રમોહનીય અને સમ્યક્વમોહનીય નથી બંધાતી, છતાં તેમાં મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયનો સંક્રમ થાય છે. આ વસ્તુ ધ્યાનમાં રાખી વિશેષ કહે છે–પતંગ્રહરૂપ મિશ્રમોહનીય અને સમ્યક્વમોહનીયના બંધનો અભાવ છતાં પણ તેની અંદર મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયનો સંક્રમ થાય છે. ચોથા ગુણસ્થાનથી આરંભી અગિયારમા ગુણસ્થાનક સુધીમાં મિથ્યાત્વમોહનીયનો મિશ્ર અને સમ્યક્વમોહનીય એ બંનેમાં, તથા મિશ્રનો સમ્યક્વમોહનીયમાં સંક્રમ થાય છે એ પણ સંક્રમ કહેવાય છે.
આ લક્ષણ પ્રકૃતિસંક્રમ, સ્થિતિસંક્રમ, અનુભાગસંક્રમ, અને પ્રદેશસંક્રમ એ ચારેમાં સામાન્ય સ્વરૂપે સમજવું. એટલે સંક્રમનું સામાન્ય લક્ષણ આ થયું–અન્ય સ્વરૂપે રહેલા પ્રકૃતિ, સ્થિતિ રસ અને પ્રદેશોને બંધાતી સ્વજાતીય પ્રકૃત્યાદિરૂપે કરવા તે, તથા મિથ્યાત્વ અને મિશ્ર મોહનીયને નથી બંધાતી છતાં પણ મિશ્ર અને સમ્યક્વમોહનીય રૂપે કરવા તે સંક્રમ
કહેવાય છે. ૧.
આ પ્રમાણે સંક્રમના સામાન્ય લક્ષણને કહી, હવે જે પ્રકૃતિઓમાં સંક્રમ થાય છે તેઓનું સંજ્ઞાંતર–અન્ય નામ કહે છે
संकमइ जासु दलियं ताओ उ पडिग्गहा समक्खाया । जा संकमआवलियं करणासज्झं भवे दलियं ॥२॥ सङ्क्रामति यासु दलिकं तास्तु पतद्ग्रहाः समाख्याताः ।
यावत् सङ्क्रमावलिकां करणासाध्यं भवेद्दलिकम् ॥२॥ અર્થ–જે કર્મપ્રકૃતિઓમાં દલિક સંક્રમે છે તે પ્રકૃતિઓ પતગ્રહ કહેવાય છે. સંક્રમેલું દલિક એક આવલિકા પર્યત કરણાસાધ્ય હોય છે.
ટીકાનુબંધાતી જે કર્મપ્રકૃતિઓમાં સંક્લેશ અથવા વિશુદ્ધિરૂપ જીવના વીર્યવ્યાપારરૂપ