________________
બંધનકરણ સારસંગ્રહ
૧૯૭
વિવક્ષિત સ્થિતિ સ્થાનથી એક પલ્યોપમ જેટલાં સ્થિતિસ્થાનો ઓળંગીએ ત્યાં સુધીમાં પણ અસંખ્યાત વાર બમણા-બમણા અધ્યવસાયો થાય છે. અર્થાત અસંખ્યાતગુણા થઈ જાય છે.
તાત્પર્ય એ છે કે વિવક્ષિત સ્થિતિસ્થાનથી એક પલ્યોપમ પછીના સ્થિતિસ્થાનમાં પણ અધ્યવસાયો અસંખ્યાતગુણ થાય છે, તો દશ કોડાકોડી સાગરોપમ જેટલાં સ્થિતિસ્થાનો વધે ત્યારે સહેલાઈથી ઘણા જ વધારે અસંખ્યાતગુણ થાય. આ ચાર કર્મના અધ્યવસાયોથી કષાય મોહનીયના અને તેનાથી મિથ્યાત્વ મોહનીય રૂપ દર્શને મોહનીયનાં અધ્યવસાય સ્થાનો ક્રમશઃ અસંખ્યાતગુણ હોય છે.
હવે જીવો આશ્રયી અધ્યવસાયોનું પ્રતિપાદન કરવું તે જીવ સમુદાહાર કહેવાય છે.
સ્વભૂમિકાને અનુસાર સર્વ વિશુદ્ધ જીવો મતિજ્ઞાનાવરણીય વગેરે સુડતાળીસ યુવબંધી પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિને બાંધતા સતાવેદનીય વગેરે ચોત્રીસ શુભ પરાવર્તમાન પ્રકૃતિઓમાંથી જેટલી પ્રકૃતિઓ બાંધે છે તેઓનો ચતુઃસ્થાનિક રસ બાંધે છે. અને અસતાવેદનીય વગેરે ઓગણચાળીસ પરાવર્તમાન અશુભ પ્રકૃતિઓમાંથી જે જે પ્રકૃતિઓ બાંધે છે તેઓનો ક્રિસ્થાનિક રસ બાંધે છે.
મધ્યમ પરિણામી જીવો મતિજ્ઞાનાવરણીય વગેરે ધ્રુવબંધી પ્રકૃતિઓની સ્વભૂમિકાનુસાર અજઘન્ય અર્થાત્ મધ્યમ સ્થિતિને બાંધતા શુભ અને અશુભ પરાવર્તમાન પ્રવૃતિઓમાંથી જે પ્રકૃતિઓ બાંધતા હોય તેઓનો ત્રિસ્થાનિક રસ બાંધે છે. અને અતિ સંક્લિષ્ટ પરિણામી જીવો મતિજ્ઞાનાવરણીય વગેરે ધ્રુવબંધી પ્રકૃતિઓની સ્વભૂમિકાનુસારે ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધતા પરાવર્તમાન શુભ પ્રવૃતિઓમાંની જે પ્રકૃતિઓ બાંધતા હોય તેઓનો દ્રિસ્થાનિક રસ બાંધે છે. અને પરાવર્તમાન અશુભ પ્રવૃતિઓમાંથી જે પ્રકૃતિઓ બંધાતી હોય તેઓનો ચાર સ્થાનિક રસ બાંધે છે.
- અહીં અધ્યવસાયોમાં જીવો આશ્રયી અનંતરોપનિધા અને પરંપરોપનિધા એ બે માર્ગણા છે, ત્યાં અનંતરોપનિધાએ વિચારે છે. પૃથક્ત શબ્દ સેંકડોની સંખ્યાને બતાવનાર છે.
- પરાવર્તમાન શુભ પ્રવૃતિઓનો ઉત્કૃષ્ટ ચાર સ્થાનિક રસબંધ કરનારા અને મતિજ્ઞાનાવરણીય વગેરે ધ્રુવબંધી પ્રકૃતિઓની સ્વભૂમિકાનુસાર જઘન્ય સ્થિતિને બાંધનારા જીવો અલ્પ છે. તેનાથી સમયાધિક જઘન્ય સ્થિતિને બાંધનારા જીવો વિશેષાધિક છે. તેથી પણ બે સમયાધિક જઘન્ય સ્થિતિને બાંધનારા જીવો વિશેષાધિક છે. એમ ઘણા સેંકડો સાગરોપમ સુધી દરેક સ્થિતિબંધને બાંધનારા જીવો વિશેષાધિક-વિશેષાધિક હોય છે. ત્યારબાદ પુનઃ ઘણા સેંકડો સાગરોપમ સુધી અર્થાત શુભ પ્રકૃતિઓના જઘન્ય ચતુઃસ્થાનિક રસબંધ સુધીના સ્થિતિ બંધ સ્થાનમાં વર્તતા જીવો વિશેષહીન-હીન હોય છે.
એ જ પ્રમાણે પરાવર્તમાન શુભ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ ત્રિસ્થાનિક રસ બાંધનારા અને ધ્રુવબંધી પ્રકૃતિઓની સ્વભૂમિકાનુસાર મધ્યમ સ્થિતમાંની જઘન્ય સ્થિતિને બાંધનારા જીવો અલ્પ હોય છે. ત્યારપછી ઘણા સેંકડો સાગરોપમ સુધી દરેક સ્થિતિસ્થાનને બાંધનારા જીવો ક્રમશઃ