SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ || ગમો નવિભુવા / | શ્રીશંવેશ્વરપાર્શ્વનાથાય નમોનમઃ | યતુ કિંચિત આજના વૈજ્ઞાનિક યુગમાં પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરથી અને ભોગવિલાસનાં પ્રાપ્ત થતાં સાધનોથી લોકોનું જડ તરફનું આકર્ષણ-રાગ વધતો જાય છે. તે પ્રસંગે સંસારપરિભ્રમણના કારણભૂત કાર્મણવર્ગણાના બંધન આદિ આઠ કરણો અને ઉદય સત્તાના વિસ્તારથી વિવેચનરૂપ પંચસંગ્રહ ભા. રનું સંપાદન અતિ આવશ્યક છે. - આજે વૈજ્ઞાનિકોએ વૈજ્ઞાનિક દ્રષ્ટિથી અણુની શક્તિ વિષે શોધખોળ કરી લોકોની બાહ્યદૃષ્ટિમાં પ્રગતિનાં દર્શન કરાવ્યાં છે. તે પ્રસંગે જૈન દર્શનમાં નિરૂપેલ કાર્પણ વર્ગણાની શક્તિ અને કર્મબંધના કારણભૂત હેતુઓની આત્મા પર થતી અસરને વિસ્તૃત સ્વરૂપે નિરૂપણ કરતો આ ગ્રંથ જૈન દર્શન તરફ જૈન-જૈનેતર સર્વને અભિરુચિ કરાવવા પ્રબલ કારણભૂત થશે. - પૂ. સાધુ-સાધ્વીજી મ. સાહેબોને પંચસંગ્રહ-કર્મપ્રકૃતિના અધ્યાપન પ્રસંગે મનમાં થતું હતું કે, આ કર્મ સાહિત્યના ગ્રંથના વિસ્તૃત અભ્યાસ માટે તેમજ સ્વાધ્યાય માટે દ્વાર તેમજ કરણોના વિવેચનના અંતે સારસંગ્રહ અથવા પ્રશ્નોત્તરી હોય તો અભ્યાસકોને અધ્યયનમાં સરળતા સાથે રસ જાગ્રત થાય. આ ગ્રંથના સંપાદક મહાશયે આ ગ્રંથના પુનઃ સંપાદનમાં સરળતા સાથે રસ જાગૃત થાય. આ ગ્રંથના સંપાદક મહાશયે આ ગ્રંથના પુનઃ સંપાદનમાં અભ્યાસકોની આ જિજ્ઞાસા પૂર્ણ કરવા સાથે ઉપયોગી યંત્રો તેમજ પ્રત્યેક યોગસ્થાનમાં સ્પર્ધક વૃદ્ધિ, અંતરકરણ, ગુણશ્રેણિ, કીટિઓ વગેરે સૂક્ષ્મ બુદ્ધિગમ્ય ગહન પદાર્થોની આકૃતિઓ અને જરૂરિયાતવાળાં સ્થાનોએ ફૂટનોટોમાં વિશદ વિવેચન કરી આ સંપાદનને અતિ ઉપયોગી બનાવ્યું છે. તે આનંદનો વિષય છે. | મારા વિદ્યાગુરુ અને કર્મ સાહિત્યના ચિંતક શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણાના અધ્યાપક પંડિત પુખરાજજી અમીચંદજીએ અથાગ પરિશ્રમ કરી જૈન દર્શનના કર્મ સાહિત્યના શ્રેષ્ઠતમ આ ગ્રંથનું સૂક્ષ્મ રીતે વિવેચન કરી કર્મ સાહિત્યના અભ્યાસકોની ઘણા સમયની જિજ્ઞાસાને પૂર્ણ કરી છે. કરણોના વિવેચનમાં સ્પર્ધકો, અનુકૃષ્ટિ, તીવ્રમંદતા વગેરે કઠિન પદાર્થોનું સરળ ભાષામાં વિસ્તૃત વિવેચન હોવાથી આ ગ્રંથના વાંચનથી કર્મ સાહિત્યના અભ્યાસકો સ્વયં કર્મ સાહિત્યનું જ્ઞાન પ્રાપ્ત કરી શકશે એ નિર્વિવાદ હકીકત છે.
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy