SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ १९ પ્રચલિત હતા. એટલે પંચસંગ્રહકાર આચાર્ય શ્રીચંદ્રર્ષિ મહત્તર નવમા-દશમા સૈકામાં થઈ ગયેલા હોવા જોઈએ. એ જમાનામાં મહત્તરપદ પણ ચાલુ હતું, એટલે ચંદ્રર્ષિ મહત્તરના ઉપર જણાવેલ સત્તા-સમય માટે ખાસ કોઈ બાધ આવતો નથી. ઉપમિતિભવપ્રપંચા કથાના પ્રણેતા આચાર્ય શ્રીસિદ્ધર્ષિના ગુરુ ગર્મર્ષિના પ્રગુરુ દેલ્લી મહત્તર મહત્તરપદવિભૂષિત હતા. ચંદ્રર્ષિમહત્તરની અન્ય કૃતિઓ ભગવાન્ શ્રીચંદ્રષિમહત્તકૃત ગ્રંથોમાં પંચસંગ્રહ અને તેના ઉપરની સ્વોપmટીકા સિવાય તેમની બીજી કોઈ કૃતિ હજુ સુધી જોવામાં નથી આવી. સિત્તરિ-સપ્લિકા કર્મગ્રંથ તેમની કૃતિ તરીકે પ્રચલિત છે, પરંતુ એ માન્યતા ભૂલભરેલી છે એ મેં શ્રીજૈન આત્માનંદ સભા-ભાવનગર તરફથી પ્રસિદ્ધ થયેલ કર્મગ્રંથના બીજા વિભાગની મારી પ્રસ્તાવનામાં સ્પષ્ટ રીતે સાબિત કર્યું છે. આ ઉપરાંત સિત્તરિ-કર્મગ્રંથ ઉપરની પ્રાકૃત વૃત્તિ-ચૂર્ણિ તેમની કૃતિ હોવાનું માનવામાં આવે છે; પરંતુ સિત્તરિ-ચૂર્ણિની અર્વાચીન પ્રતિના અંતમાં તેવો ઉલ્લેખ મળતો નથી, અને પ્રાચીન તાડપત્રીય પ્રતિઓ જે મારા જોવામાં બે-ત્રણ આવી–તે અંતમાંથી ખંડિત થઈ ગયેલી હોઈ એ વિષે ચોક્કસપણે કશું જ કહી શકાય તેમ નથી. પંચસંગ્રહનો અનુવાદ આજે કર્મવાદવિષયના રસિકો સમક્ષ જે પંચસંગ્રહ મહાશાસ્ત્રનો સંપૂર્ણ ગુજરાતી અનુવાદ રજૂ કરવામાં આવે છે એ રચના શ્રાદ્ધવર્ય માસ્તર હીરાચંદ દેવચંદની છે. પંચસંગ્રહ જેવા પ્રાસાદભૂત ગ્રંથનો સરળ અને વિશદ રીતે લોક માનસમાં ઊતરે એવી ગુજરાતી ભાષામાં અનુવાદ કરવો એ કામ કોઈ પણ વિદ્વાન્ માની લે તેટલું સરળ કે સુખસાધ્ય નથી. એક સાધારણમાં સાધારણ ગ્રંથને લોકભાષામાં ઉતારવા માટે કેટલોય પરિશ્રમ કરવો પડે છે, તો કર્મસાહિત્ય જેવા ગહન અને ગંભીર વિષયના પ્રાસાદભૂત મહાશાસ્ત્રને લોકભાષામાં ઉતારવા માટે એ વિષયનું કેટલું ઊંડું જ્ઞાન અને ચિંતન હોવાં જોઈએ એ સહેજે સમજી શકાય તેવી વસ્તુ છે. ભાઈશ્રી હીરાચંદભાઈએ પંચસંગ્રહનો અનુવાદ કરવા ઉપરાંત અનેક સ્થળે વિષયને સ્પષ્ટ કરવા માટે વિશિષ્ટ ટિપ્પણીઓ કરી એના ગૌરવમાં ખૂબ જ ઉમેરો કર્યો છે. અહીં એક ખાસ મુદ્દાની વસ્તુ દરેકના ધ્યાનમાં રહેવી જરૂરી છે કે, માસ્તર હીરાચંદભાઈ એ જૈન સમાજનું અણમોલ રત્ન છે. આજે જૈન સમાજમાં કર્મ સાહિત્યમાં ઊંડો રસ, અભ્યાસ અને ચિંતન ધરાવનાર જે ગણી-ગાંઠી વિશિષ્ટ વ્યક્તિઓ છે તેમાં હીરાભાઈનું સ્થાન વિશિષ્ટ છે. એટલે એમણે કરેલો આ અનુવાદ કેટલો વિશિષ્ટ છે એનો ઉત્તર સ્વાભાવિક રીતે જ મળી રહે છે. ભાઈ શ્રીહીરાચંદભાઈએ આવા પ્રાસાદભૂત ગ્રંથોનો ગુજરાતી અનુવાદ કરી માત્ર જૈન સાહિત્ય અને જૈન સમાજની જ સેવા નથી કરી, પણ એક વિશિષ્ટમાં વિશિષ્ટ તાત્ત્વિક કૃતિ ૧, અખૂટુ પૂહિતો ધરતતો તેમUત્ત: | જ્યોતિ ઉમિત્તશાત્ર1: પ્રસિદ્ધો ટ્રેશવિસ્તરે છે ઉપમિતિભવપ્રપંચા, કથા-પ્રશસ્તિ
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy