________________
બંધનકરણ
હવે પરંપરોપનિધા વડે વિચાર કરતાં કહે છે—
पल्लासंखियमूला गंतुं दुगुणा हवंति अद्धा य । नाणा गुणहाणीणं असंखगुणमेगगुणविवरं ॥ १११॥ पल्याऽसंख्येयमूलानि गत्वा द्विगुणा भवन्ति अर्थाश्च । नानागुणहानीनामसंख्यगुणमेकं गुणविवरम् ॥ १११ ॥
૧૪૧
અર્થ—પલ્યોપમના અસંખ્યાતા વર્ગમૂળો ઓળંગીને ત્યારપછીના સ્થાનકમાં બમણા બમણા જીવો શતપૃથક્ત્વ સાગરોપમ પર્યંત થાય છે. ત્યારપછીથી તેટલાં સ્થાનકો ઓળંગીને અર્ધા થાય છે. ગુણવૃદ્ધિ અને ગુણહાનિનાં સ્થાનકો અલ્પ છે, અને ગુણવૃદ્ધ કે ગુણહીનના આંતરાનાં સ્થાનો અસંખ્યાતગુણા છે.
ટીકાનુ—પરાવર્તમાન પુન્ય પ્રકૃતિઓનો ચઉઠાણિયો અને પાપ પ્રકૃતિઓનો બેઠાણિયો ૨સ બાંધતા જે જીવો ધ્રુવબંધિ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ બાંધે છે, તેની અપેક્ષાએ તે જઘન્ય સ્થિતિથી આરંભી પલ્યોપમના અસંખ્યાતા વર્ગમૂળોમાં જેટલા સમયો હોય તેટલાં સ્થિતિસ્થાનો ઓળંગી પછી જે સ્થિતિસ્થાનક આવે તેના બાંધનારા જીવો બમણા હોય છે. વળી પણ ત્યાંથી તેટલાં સ્થિતિસ્થાનો ઓળંગી પછી જે સ્થિતિસ્થાન આવે તેના બાંધનારા જીવો બમણા હોય છે. આ પ્રમાણે તેટલાં તેટલાં સ્થિતિસ્થાનો ઓળંગી પછી પછીના સ્થિતિસ્થાનને બાંધનારા બમણા બમણા જીવો ત્યાં સુધી કહેવા યાવત્ સેંકડો સાગરોપમ પ્રમાણ સ્થિતિસ્થાનો જાય. ત્યારપછીના સ્થિતિસ્થાનથી આરંભી પલ્યોપમના અસંખ્યાતા વર્ગમૂળ પ્રમાણ સ્થિતિસ્થાનો ઓળંગી પછી જે સ્થિતિસ્થાન આવે તેમાં દ્વિગુણવૃદ્ધના છેલ્લા સ્થાનકની અપેક્ષાએ અર્ધા જીવો હોય છે. ત્યાંથી વળી તેટલાં સ્થિતિસ્થાનો ઓળંગી પછીના સ્થિતિસ્થાનને બાંધનારા જીવો અર્ધા હોય છે. એ પ્રમાણે અર્ધા અર્ધ ત્યાં સુધી કહેવા યાવત્ ઘણા સેંકડો સાગરોપમ પ્રમાણ સ્થિતિસ્થાનો જાય.
સંઘળા મળી દ્વિગુણવૃદ્ધિના અને દ્વિગુણહાનિનાં કેટલાં સ્થાનકો થાય ? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે—પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગના સમયપ્રમાણ થાય છે.
જે સ્થાનકમાં દ્વિગુણવૃદ્ધ કે દ્વિગુણહીન જીવો હોય છે, તે સ્થાનકો હવે પછીના સ્થાનકની અપેક્ષાએ અલ્પ છે. કેમકે તે પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગના સમયપ્રમાણ છે. તેનાથી દ્વિગુણવૃદ્ધ કે દ્વિગુણહીનના એક આંતરામાં અસંખ્યાતગુણા સ્થિતિસ્થાનો છે. કારણ કે પલ્યોપમના અસંખ્યાતા વર્ગમૂળના સમય પ્રમાણ છે.
આ પ્રમાણે પરાવર્તમાન શુભ કે અશુભ પ્રકૃતિઓનો ત્રણ ઠાણિયો રસ બાંધનારા તથા પરાવર્તમાન શુભ પ્રકૃતિઓનો બેઠાણિયો અને અશુભ પરાવર્તમાન પ્રકૃતિઓનો ચઉઠાણિયો રસ બાંધનારા જીવોના વિષયમાં પણ અલ્પબહુત્વ કહેવું.
અહીં શુભ અથવા અશુભ પરાવર્તમાન પ્રકૃતિઓના રસબંધના વિષયમાં અનાકાર ઉપયોગે બેઠાણિયા રસનો બંધ થાય છે એમ સમજવું. આ હકીકત અનુસૃષ્ટિ સમજવાથી સમજી શકાય છે. “તે અને અન્ય” એ પ્રમાણે જ્યાં સુધી અધ્યવસાયોની અનુકૃષ્ટિ થાય છે તેમાંના જે