________________
બંધનકરણ
૧૩૫
બમણા અધ્યવસાયો થાય છે. ત્યાંથી વળી તેટલાં જ સ્થિતિસ્થાનો ઓળંગી પછી જે સ્થિતિસ્થાન આવે તેની અંદર બમણા અધ્યવસાયો થાય છે. આ પ્રમાણે દ્વિગુણવૃદ્ધિ ત્યાં સુધી કહેવી યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિ આવે.
આ પ્રમાણે જે દ્વિગુણવૃદ્ધિ સ્થાનો થાય છે તે અસંખ્યાતા છે. તે જ કહે છે–એક અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં રહેલા આકાશપ્રદેશના પહેલા વર્ગમૂળના કુલ કેટલા છેદનકો થાય—છેદનક એટલે અર્ધા અર્ધા ભાગ-તે છેદનકોના અસંખ્યાતમા ભાગમાં જેટલા છેદનકો હોય તેની જેટલા આકાશપ્રદેશ પ્રમાણ સંખ્યા થાય તેટલાં દ્વિગુણવૃદ્ધિસ્થાનો થાય છે. કર્મપ્રકૃતિમાં કહ્યું છે કે “નાઅંતરાન અંગુનમૂનર્જીયમસંવતનો' અંગુલ પ્રમાણ ક્ષેત્રના આકાશ પ્રદેશના પહેલા વર્ગમૂળના કુલ છેદનકોના અસંખ્યાતમા ભાગમાં જેટલા છેદનકો હોય તેની સરવાળે જે પ્રદેશસંખ્યા થાય તેટલાં દ્વિગુણવૃદ્ધિસ્થાનો થાય છે. દ્વિગુણવૃદ્ધિસ્થાનો થોડાં છે અને દ્વિગુણવૃદ્ધિસ્થાનની વચ્ચેના એક આંતરાનાં સ્થિતિસ્થાનો અસંખ્યાતગુણ છે. આ પ્રમાણે પ્રગણના કહી.
- હવે અનુકૃષ્ટિ કહે છે–સ્થિતિબંધમાં હેતુભૂત અધ્યવસાયોની અનુકૃષ્ટિ થતી નથી, કારણ કે પ્રત્યેક સ્થિતિસ્થાનકમાં તેના બંધમાં હેતુભૂત નવા જ અધ્યવસાયો હોય છે, જેમકે, જ્ઞાનાવરણીયની જઘન્યસ્થિતિ બાંધતા જે અધ્યવસાયો છે તે માંહેનો એક પણ અધ્યવસાય સમયાધિક જઘન્યસ્થિતિ બાંધતા હોતો નથી પરંતુ સઘળા નવા જ–બીજા જ હોય છે. બે સમયાધિક જઘન્યસ્થિતિ બાંધતા પણ અન્ય જ હોય છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ પર્વત કહેવું. આ જ રીતે સઘળાં કર્મોના સંબંધમાં જાણવું.
હવે તીવ્રમંદતા જણાવવાનો અવસર છે પરંતુ તે આગળ ઉપર કહેશે. આ પ્રમાણે સ્થિતિસમુદાહાર-સ્થિતિસ્થાનકોમાં અધ્યવસાયોનું જાણવું.
હવે પ્રકૃતિ સમુદાહાર એટલે પ્રત્યેક કર્મોના બંધમાં હેતુભૂત કેટલા અધ્યવસાયો હોય તે કહે છે. તેની અંદર બે અનુયોગદ્વાર છે, તે આ પ્રમાણે–૧. પ્રમાણાનુગમ-સંખ્યાનો વિચાર • અને અલ્પબદુત્વ. તેમાં પહેલાં પ્રમાણાનુગામનો વિચાર કરે છે–જ્ઞાનાવરણીયકર્મનાં સઘળાં સ્થિતિસ્થાનકોના અધ્યવસાયોની કુલ સંખ્યા અસંખ્યાતા લોકાકાશપ્રદેશપ્રમાણ છે. આ પ્રમાણે સઘળાં કર્મોમાં જાણવું. ૧૦૬. હવે અલ્પબદુત્વ કહે છે –
ठिइदीहाए कमसो असंखगुणणाए होंति पगईणं । अज्झवसाया आउगनामटुमदुविहमोहाणं ॥१०७॥ स्थितिदैर्ध्यात् क्रमशः असंख्यगुणनया भवन्ति प्रकृतीनाम् ।
अध्यवसाया आयुर्नामाष्टमद्विविधमोहानाम् ॥१०७॥ અર્થ કર્મોની દીર્ઘસ્થિતિને અનુસરી અનુક્રમે અસંખ્યાતગુણ અધ્યવસાયો હોય છે. આયુ, નામ, અંતરાય, ચારિત્ર મોહનીય અને દર્શનમોહનીયમાં અનુક્રમે અસંખ્યાતગુણ * અધ્યવસાયો હોય છે.