SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુ લીધી છે, વર્ણવી છે અને સરખાવી પણ છે. એ જ પુરવાર કરે છે કે, કર્મવાદવિષયક સાહિત્યમાં બન્નેય પૈકી એકેયનું ગૌરવ ઓછું નથી. બન્નેય સંપ્રદાયમાં કર્મવાદવિષયક નિષ્ણાત આચાર્યો એકસમાન દરજ્જાના થયા છે. જેમના વક્તવ્યમાં ક્યાંય સ્કૂલના ન આવે. કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ જેવા સમર્થ ગ્રંથો, તેનો વિષય અને તેનાં નામ આપવા વગેરે બાબતમાં પણ બન્નેય સંપ્રદાય એક કક્ષામાં ઊભા છે. શ્વેતાંબર સંપ્રદાયમાં ભગવાન્ શ્રીશિવશર્મસૂરિ, ચૂર્ણિકાર આચાર્ય, શ્રીચંદ્રર્ષિ મહત્તર, શ્રીમાનું ગર્મર્ષિ, નવાંગીવૃત્તિકાર આચાર્ય શ્રી અભયદેવસૂરિ, શ્રીમુનિચંદ્રસૂરિ, મલધારી શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રીચક્રેશ્વરસૂરિ, શ્રીમાનું ધનેશ્વરાચાર્ય, ખરતર આચાર્ય શ્રીજિનવલ્લભસૂરિ, આચાર્ય શ્રીમલયગિરિ, શ્રીયશોદેવસૂરિ, શ્રીપરમાનંદસૂરિ, બૃહદ્ગચ્છીય શ્રી હરિભદ્રસૂરિ, શ્રીરામદેવ, તપાઆચાર્ય શ્રીદેવેન્દ્રસૂરિ, શ્રીઉદયપ્રભ, શ્રીગુણરત્નસૂરિ, શ્રીમુનિશેખર, આગમિક શ્રીજયતિલકસૂરિ, ન્યાયાવેશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીયશોવિજયજી વગેરે સંખ્યાબંધ મૌલિક તેમજ વ્યાખ્યાત્મક કર્મવાદવિષયક સાહિત્યના પ્રણેતા અને વ્યાખ્યાતા નિષ્ણાત આચાર્યો અને સ્થવિરો થઈ ગયા છે. - એ જ રીતે દિગંબર સંપ્રદાયમાં પણ ભગવાન્ શ્રીપુષ્પદન્તાચાર્ય, શ્રીભૂતબલિ આચાર્ય, શ્રીકુન્દકુન્દાચાર્ય, સ્વામી શ્રીસમન્નુભદ્રાચાર્ય, શ્રીગુણધરાચાર્ય, શ્રીમતિવૃષભાચાર્ય, શ્રીનેમિચંદ્ર સિદ્ધાન્તચક્રવર્તી વગેરે કર્મવાદવિષયક સાહિત્યના પ્રણેતા અને વ્યાખ્યાતા પારંગત આચાર્યો, અને સ્થવિરો થયા છે. ન બનેય સંપ્રદાયના વિદ્વાન ગ્રંથકારોએ કર્મવાદવિષયક સાહિત્યને પ્રાકૃત-માગધી, સંસ્કૃત તેમજ લોકભાષામાં ઉતારવા એકસરખો પ્રયત્ન કર્યો છે. શ્વેતાંબર આચાર્યોએ કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ, પ્રાચીન-અર્વાચીન કર્મગ્રંથો અને તેના ઉપર ચૂર્ણિ, ભાષ્ય, ટીકા, અવચૂર્ણિ, ટિપ્પનક, ટબાઓ આદિરૂપ વિશિષ્ટ કર્મસાહિત્યનું સર્જન કર્યું છે. જયારે દિગંબર આચાર્યોએ મહાકર્મપ્રકૃતિપ્રાભૃત, કષાયપ્રાભૃત, ગોમટસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર, પંચસંગ્રહ વગેરે શાસ્ત્રો અને તેના ઉપર માગધી-સંસ્કૃત, હિન્દી આદિ ભાષામાં વ્યાખ્યાત્મક વિશાળ કર્મસાહિત્યની રચના કરી છે. કર્મવાદવિષયક ઉપરોક્ત ઉભય સંપ્રદાયને લગતા સાહિત્યમાં અનેક પ્રકારની વિશેષતા હોઈ એક બીજા સંપ્રદાયના સાહિતર તરફ દુર્લક્ષ કરવું કે ઉપેક્ષા કરવી એ કર્મવાદવિષયક અપૂર્વ જ્ઞાનથી વંચિત રહેવા જેવી જ વાત છે. છેવટે ટૂંકમાં એટલું જ કહેવું બસ છે કે જૈનદર્શનમાન્ય કર્મવાદને પુષ્ટ બનાવવામાં ઉભય સંપ્રદાયે એકસરખો ફાળો આપ્યો છે. આ ૧. શ્વેતાંબર-દિગંબર કર્મવાદવિષયક સાહિત્યનો પરિચય મેળવવા ઇચ્છનારે ભાવનગર શ્રીજૈન આત્માનંદ સભા તરફથી બહાર પડેલ અને પૂજ્યપાદ ગુરુદેવ શ્રી ચતુરવિજયજી મહારાજે સંપાદિત કરેલ કાશ્ચત્વર: પ્રવીના: કર્મસ્થા: ની પ્રસ્તાવના અને તપાગચ્છનાયક શ્રીદેવેન્દ્રસૂરિ વિરચિત વત્વા: ફર્મપ્રથાઃ માના છઠ્ઠા પરિશિષ્ટને જોવાં.
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy