________________
૮૬
પંચસંગ્રહ-૨
સ્થાનો અસંખ્યાતગુણ છે. ૬૬. હવે યવમધ્યપ્રરૂપણા કરે છે
जवमज्झे ठाणाई असंखभागो उ सेसठाणाणं । हेटुंमि होंति थोवा उवरिम्मि असंखगुणियाणि ॥६७॥ यवमध्ये स्थानानि असंख्यभागस्तु शेषस्थानानाम् ।
अधस्तात् भवन्ति स्तोकान्युपरितनान्यसंख्यगुणितानि ॥६७॥ અર્થશેષ સ્થાનોનો અસંખ્યાતમો ભાગ યવમધ્યનાં સ્થાનો છે તથા નીચેનાં સ્થાનો થોડાં છે. ઉપરના અસંખ્યાતગુણા છે.
ટીકાનુ-આઠ સમયકાળવાળાં સ્થાનોને યવમધ્ય કહેવાય છે. યવના મધ્ય સરખા હોવાથી તે યવમધ્ય સ્થાનો અન્ય સ્થાનોની અપેક્ષાએ અસંખ્યાતમો ભાગ માત્ર છે. તથા થવમધ્યની નીચેના ચારથી સાત સમય સુધીના કાળવાળાં સ્થાનો અલ્પ છે, તે કરતાં યવમધ્યની ઉપરના સાતથી બે સમય સુધીનાં કાળવાળાં સ્થાનો અસંખ્યાતગુણ છે. આ પ્રમાણે યવમધ્ય પ્રરૂપણા કરી. ૬૭
હવે સ્પર્શના પ્રરૂપણા કરે છે–અતીત કાળમાં રખડતો આત્મા કયાં કયાં સ્થાનોને કેટલો કાળ સ્પર્શે છે તે વિચારે છે–
दुगचउरट्ठतिसमइग सेसा य असंखगुणणया कमसो । काले ईए पुट्ठा जिएण ठाणा भमंतेणं ॥६८॥ द्विकचतुरष्टत्रिसामयिकानि शेषाणि चासंख्यगुणनया क्रमशः ।
कालेऽतीते स्पृष्टानि जीवेन स्थानानि भ्रमता ॥६८॥ અર્થ—અતીત કાળમાં ભ્રમણ કરતા જીવે બે, ચાર, આઠ, ત્રણ સમયકાળવાળાં તથા શેષ સ્થાનોને અનુક્રમે અસંખ્યાત–અસંખ્યાતગુણો કાળ સ્પર્યો છે.
ટીકાનુ–અતીત કાળમાં ભ્રમણ કરતા જીવે બે સમય કાળવાળા રસબંધનાં સ્થાનોને થોડો જ કાળ સ્પર્શે છે એટલે કે તેઓને થોડો જ કાળ બાંધ્યા છે. તે કરતાં નીચેનાં ચાર સમયકાળવાળાં સ્થાનોને અસંખ્યાતગુણકાળ સ્પર્શે છે, તેટલો જ ઉપરનાં ચાર સમયકાળવાળાં સ્થાનને સ્પર્શે છે. તેથી આઠ સમયકાળવાળાં યવમધ્યસ્થાનોને અસંખ્યાતગુણો કાળ સ્પર્શે છે. તે કરતાં ત્રણ સમયકાળવાળાં સ્થાનોને અસંખ્યાતગુણો કાળ સ્પર્શે છે. તેથી યવમધ્યની નીચેના પાંચ, છ અને સાત સમયકાળવાળાં અનુભાગ સ્થાનોનો સમુદિત-સરવાળે ત્રણેનો મળી સ્પર્શના કાળ અસંખ્યાતગુણો છે, તેટલો જ યવમધ્યની ઉપરના સાત, છ અને પાંચ સમયકાળવાળાં સ્થાનોનો ત્રણેનો મળી સ્પર્શના કાળ છે.
તાત્પર્ય એ કે સંસારમાં પરિભ્રમણ કરતા આત્માએ તેટલો તેટલો કાળ તે તે સમય પ્રમાણવાળાં અનુભાગસ્થાનોને બાંધ્યાં છે. ૬૮.