________________
૩૭.
લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ કરેલું નિરૂપણ ]
प्रकरणात् तिथेवृद्धौ सत्यामपि, चोऽप्यर्थे ज्ञेयः, अद्य संपूर्णा तिथिरिति भ्रान्त्या कृत्वाऽऽराध्यत्वेन पूर्वा तिथिर्न गृह्यते, किन्तूत्तरैव यतः किमिदं तिथेवृद्धत्वं नाम ?, प्राप्तद्विगुणस्वरूपत्वं का प्राप्ताधिकसूर्योदयत्वं वा प्राप्तसूर्योदयद्वयत्वं वा द्वितीयसूर्योदयमवाप्य समाप्तत्वं वा?, आद्योऽसंभवी, एकादिन्यूनाधिक विंशत्युत्तरशतसाध्यारिकामानप्रसङ्गात्, शेषेषु त्रिष्वपि विकल्पेषु शेषतिथ्यपेक्षयैकस्यामेव तिथौ एकादिघटिकाभिराधिक्यमसूचि, तथा च यं सूर्योदयमवाप्य समाप्यते या तिथिः स एव सूर्योदयस्तस्यास्तिथेः प्रमाणं, शेषतिथीनामिव, प्रयोगस्तु-प्राप्तसूर्योदयद्वयलक्षणायास्तिथेः समाप्तिसूचक उदयः प्रमाणं, विवक्षित वस्तुसमाप्तिसूचकत्वात् , यथा शेषतिथीनामुदयः, व्यतिरेके गगनकुसुमम्, अथ तिथीनां वृद्धौ हानौ च का तिथिः स्वीकार्येत्यत्रोभयोः साधारणं लक्षणमुत्तरार्द्धनाह-'जं जा जम्मि'त्ति यद्-यस्माद् या-तिथिर्यस्मिन्-आदित्यादिवारलक्षणदिवसे समाप्यते स एव दिवसो-चारलक्षणः प्रमाणमिति-तत्तिथित्वेनैव स्वीकार्यः, अत्र हु एषकारार्थे ज्ञातव्य इत्यर्थः, अत एव 'क्षये पूर्वा तिथिह्या' तस्मिन्नेव दिवसे [तिथिः कार्या' इति श्लोकः श्री उमास्वातिवाचककृत इति वृद्धवादः सम्यग् यतस्तस्मिन् दिवसे] द्वयोरपि समाप्तत्वेन तस्या अपि समाप्तत्वात् , एतत्संवादकं च 'तिहिवार पुव्वतिही 'त्ति गाथाव्याख्यावसरे પ્રતિનિતિ થાય.”
( ઉપરના પાઠમાં જેટલા ભાગમાં નીચે લીટી દેરી છે, તે ભાગ મુદ્રિત પ્રતિમાને છે અને તેની જગ્યાએ હસ્તલિખિત પ્રતમાં [ ]આવા કૌંસમાં લખ્યા છે તે પાઠ છે.)
ઉપરના પાઠમાં, ગ્રન્થકારશ્રીએ વૃદ્ધિના પ્રસંગમાં આરાધ્યાપણુએ કરીને ઉત્તરાતિથિને જ સ્વીકાર કરે જોઈએ-એ વાતનું પ્રતિપાદન કર્યું છે અને વૃદ્ધા તિથિને બે સૂર્યોદયને સ્પર્શીને સમાપ્તિને પામનારી તરીકે જણાવી છે. એ વિગેરે જોતાં પણ, વૃદ્ધા તિથિને બદલે પૂર્વતિથિની વૃદ્ધિ કરવાની વાતને પણ અવકાશ મળતો નથી. વળી જે તિથિની વૃદ્ધિ ન હોય તેની વૃદ્ધિ કરવી, એ મૃષાવાદ પણ છે.
આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી પર્વતિથિની હાનિ-વૃદ્ધિએ તે હીના કે વૃદ્ધા પર્વતિથિની પૂર્વ અગર પૂર્વતરા તિથિની હાનિ-વૃદ્ધિ કરવાનું કહે છે, તે મૃષાવાદ આદિ દેને પાત્ર તે છે જ, પણ તેમ કરવામાં આવે તે પર્વલેપના પાત્ર પણ બનાય છે. કારણ કે–ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થએલી પર્વતિથિએ તેના પર્વને નથી મનાતું અગર તે ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થએલી પર્વતિથિને અપર્વતિથિ માની તેના વિરાધક બનાય છે. આથી, પર્વતિથિની હાનિવૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિ-વૃદ્ધિ માનવાની વાત, શાસ્ત્રસમ્મત હોઈ શકે જ નહિ અને એથી “ક્ષરે પૂર્વ તિથિઃ કર્યા, વૃદ્ધો વાર્તા તથા ”—એ આજ્ઞામાંથી પણ એ વાત નીકળી શકે જ નહિ.
“તિથિદિન” અને “પરાધન” સંબંધી મન્તવ્યભેદને અંગે નિર્ણય કરવાને માટેના ૨૫ મુદાઓ પૈકીને છ મુદ્દો નીચે મુજબને છે –
() “ તિથિક્ષય ” એટલે “તિથિનાશ” અને “ તિથિવૃદ્ધિ એટલે બે અવયવોવાળી એક જ તિથિ નહિ, પણ એકમ-બીજની જેમ એક-બીજાથી ભિન્ન એવી બે તિથિઓ –એવો અર્થ થાય કે નહિ?”
આ મુદ્દો ઉપસ્થિત કરવાને હેતુ એ છે કે–આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી, પંચાંગમાં આવતી પર્વતિથિઓની પણ હાનિ-વૃદ્ધિને કબૂલ રાખીને પર્વતિથિઓની આરાધના કરવા તત્પર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org