________________
૩૪
[[ જૈન દષ્ટિએ તિથિદિન અને પરાધન... મોકલી આપશે.” આથી અમે ત્રીજી ચીઠ્ઠીમાં–“સુરત પત્ર લખીશું.” એમ જણાવ્યું. હવે ત્રીજી ચીઠ્ઠીને. મૌખિક જવાબ આપતાં આપે આ સંબંધમાં સુશ્રાવક મગનભાઈને એમ કહ્યું કે-“ સુરત પણ મૂળ પ્રતિ નથી, છાપેલી જ છે. શાસ્ત્રીય પૂરાવા’ની ચોપડીમાં જે રથળની તરીકે તે જણાવી છે - તે સ્થળે તે છે, ત્યાંથી મંગાવી લે.” આ સંબંધમાં જણાવવાનું કે-આપે આપના નિરૂપણમાં પૂરાવા તરીકે જે પ્રતિની વાત જણાવી હોય તે પ્રતિઓની મૂળ હસ્તલિખિત પ્રતિઓ આ પેજ અમને તપાસવા પુરી પાડવી જોઈએ, તે તેમ કરશે. આપ આપના ઉત્તરો પણ મૌખિકને બદલે લખીને. મોકલશે તે તે ઘણું સગવડભર્યું થશે. હાલ એજ. વિ. સ. ૧૯૯૯ માગશર શ. ૮ મંગલવાર.
વિજયરામચંદ્રસૂરિ. શ્રી જૈન સાહિત્ય મંદિર-પાલીતાણા ચીઠ્ઠી નં. ૫: આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી,
અમારી ચોથી ચીઠ્ઠીમાં, આપે મોકલેલ બે પ્રતિઓને “વર્તમાન શ્રીદેવસુર તપાગચ્છના મુખ્ય નાયક શ્રીવિજયદેવસૂરિજી મહારાજના પિતાના પટ્ટક” તરીકે આપ જે જે કારણોસર માનતા હે તે. વિગતવાર ૯ખી જણાવવાની તથા આપના ગઈકાલના નિરૂપણને અંગે આપે સૂચવેલ “ શાસ્ત્રીય પૂરાવા' નામની ચોપડીમાં છપાયેલા નં. ૧ થી ૧૦ સુધીના પુરાવાઓની મૂળ હસ્તલિખિત પ્રતિઓ
જ્યાં હોય ત્યાંથી મંગાવીને મોકલી આપવાની વાત જણાવી હતી. હવે મજકુર ચીઠ્ઠીનો આપનો ઉત્તર આપે સુશ્રાવક મગનભાઈને લખાવ્યો તે નીચે મુજબ છે :
“ દેવસૂર સમાચારીના પદકની નકલ લખેલી જે બે મોકલી છે તે સિવાય બીજી નકલ અમારી પાસે લખેલી નથી. ૧ થી ૧૦ સુધીના પૂરાવા જે સુરતથી મંગાવવા જણાવ્યું હતું તે અત્રેથી આપવામાં આવેલાં ચાલીશ શાસ્ત્રોનાં નામોમાંથી હોવાનું ધારીને જણાવવામાં આવ્યું હતું અને જે શાપરાવાની પડી છપાઈ છે તેમાં છાપેલા પુરાવાઓની પ્રતે તે તેમાં જે જણાવેલું છે કેબીજઓની પાસેથી તે તે આવેલી છે. અમારી પાસે જે હાજર હોય તે હમારે આપવામાં અશે પણ અડચણ નથી.”
આપે આપેલા ઉપર મુજબના ઉત્તરમાં, આપે મોકલેલ બે પ્રતિઓને આ૫–“ વર્તમાન શ્રી દેવસૂર તપાગચ્છના મુખ્ય નાયક શ્રી વિજ્યદેવસૂરિજી મહારાજના પિતાના પક” તરીકે જે જે કારણસર માનતા હો તે વિગતવાર લખી જણાવવાની બાબતનો ખુલાસે કર્યો નથી તે તે બાબતનો ખુલાસો લખી મોકલશોજી.
૧ થી ૧૦ સુધીના પુરાવાની પ્રતે સુરતથી મંગાવવાની બાબતમાં આપે આપેલે ખુલાસે જાણીને એમ થયું કે આવી બાબતમાં પણ આ૫ આવા બચાવ કરવાનું કેમ ઉચિત ધારો છે ? કારણ કે અમારી પહેલી ચીઠ્ઠીમાં એ બીના અતિ સ્પષ્ટ રૂપમાં જણાવવામાં આવી હતી, જે નીચે મુજબ છે :
“ આજે આપણાં પરસ્પરના મુદ્દાઓનાં નિરૂપણની જે આપ-લે થઈ છે, તેમાં આપે-“પર્વતિથિની વ્યવસ્થાના લેખના પુરાવાના નંબર વાર પાઠો” એવા મથાળાથી જે લખાણ આપ્યું છે, તેમાં સૂવેલ-. શાસ્ત્રીય પૂરાવા'ની ચોપડીમાં છપાયેલા નં. ૧ થી ૧૦ સુધીના દશ પૂરાવાઓની મૂળ હસ્તલિખિત પ્રતિ......મોકલશે.....”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org