________________
૩૩૩
લવાદી ચર્ચાને અંગેનાં પરિશિષ્ટો ] પરિશિષ્ટ ૭.
[ પ્રસ્તુત ગ્રન્થની પ્રસ્તાવનામાં જણાવ્યા મુજબ, તિથિચર્ચાના લવાદી નિર્ણય અંગેનું સઘળું ય સાહિત્ય શેઠ શ્રી કસ્તુરભાઈ જેવી તટસ્થ વ્યક્તિ તરફથી સત્તાવાર રીતે બહાર પડે એવી અપેક્ષાએ, લવાદી નિર્ણય વિ. સં. ૧ માં જ આવી ગયા હોવા છતાં, તેને લગતું સાહિત્ય, એકપક્ષીય ન ગણાય એ આશયથી, પ્રકાશિત કરવાનું મેકૂફ રાખવામાં આવ્યું હતું. “ગ્ય વાતાવરણ” સજચેથી પ્રગટ કરાવવાનું શેઠ શ્રી કસ્તુરભાઈ તરફથી આશ્વાસન પણ મળ્યું હતું. તેથી જ સાહિત્ય સંપૂર્ણ તૈયાર હોવા છતાં લગભગ બાર વર્ષ રાહ જોવામાં વીતી ગયાં. આખરે શેઠશ્રીની ધારણા પ્રમાણે વાતાવરણ શુદ્ધ થવાને બદલે એવું વાતાવરણ સર્જાવાને ભય લાગે કે-તિથિપ્રશ્નની પાછળ કશી શાસ્ત્રીય ભૂમિકા હોવાને બદલે વૈયક્તિક સંઘર્ષ અને મતાગ્રહમાંથી જ આ પ્રશ્ન ઉભું થયાની અને ટકી રાની ભ્રમણું વ્યાપક બની જવા પામે.
આ કારણ ઉપરાન્ત, પ્રતિપક્ષ તરફથી વિ. સં. ૨૦૦૧ માં જ પ્રગટ થઈ ચૂકેલા પર્વતિથિ નિર્ણય” પુસ્તકમાંની અસત્ય-અસત્ય અને વિકૃતિથી ભરેલી રજૂઆત પણ, પ્રતિકારને અભાવે ભ્રમણાઓને ફેલાવે ર્યા કરે. એ હકીકત પણ સાચી રજૂ આતની જરૂરિયાત વધારી હતી. પરિણામે વિ. સં. ૨૦૧૧ માં (તે વખતે શ્રી જૈન પ્રવચન કાર્યાલય તરફથી) સાહિત્ય પ્રકાશિત કરવાનો નિર્ણય કરી, શેઠશ્રીની મુલાકાત લઈ તેઓ તરફથી લવાદી ચર્ચા અંગે સત્તાવાર નિવેદન મેળવવામાં આવ્યું હતું. - તે પછી લવાદ શ્રી વૈદ્યને પ્રસ્તુત ગ્રંથ અંગે પિતાને અભિપ્રાય મેલવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.
શેઠશ્રીના નિવેદનની તથા લવાદશ્રીએ આપેલા તે અભિપ્રાય પત્રની ફેટકેપીઓ અત્રે રજૂ કરાઈ છે. લવાદશ્રીએ પિતાના તે પત્રમાં તિથિપ્રકરણ અંગે બીજી પણ કેટલીક અગત્યની બાબતને ખુલાસે જણાવ્યું છે, જે તેમને પત્ર વાંચતાં જાણવા મળશે.
* તિથિપ્રશ્ન અને લવાશ્રી તથા લવાદી નિર્ણય અંગે કાશીના શાસ્ત્રીજી શ્રી ચિન્નસ્વામી સમક્ષ અધૂરી અને વિકૃત રજૂઆત કરીને, તેમના દ્વારા “શાસન જયપતાકા ” નામને એક ગ્રંથ પૂ. આ. શ્રી સાગરનંદસૂરીશ્વરજી મ.ના પક્ષકારેએ પ્રગટ કર્યો હતે. જો કે કાશીના સર્વોચ્ચ વિદ્વાનોએ “આઈતિથિભાસ્કર' નામને ગ્રંથ લખીને “શાસન જયપતાકા ને અપ્રમાણ જ ઠરાવી હતી. છતાં આ પ્રસ્તુત ગ્રંથ, પતાકાકાર શ્રી ચિન્નસ્વામી ઉપર પણ મોકલીને, નિવેદન માટે તેમને પણ આમંત્રણ આપતાં, તેમણે પોતે અધૂરી અને બેટી માહિતીથી દરવાઈને “પતાકા” લખ્યાને એકરાર કરવાપૂર્વક, લવાદશ્રી દ્વારા સમર્થિત પક્ષ જ સાચે હેવાનું પિતાના નિવેદનમાં જણાવ્યું છે. શ્રી ચિન્નસ્વામી શારીનું તે નિવેદન પણ નીચે રજૂ કરીએ છીએ.
ઉપરનાં ત્રણે ય નિવેદને ઘણા સમય અગાઉ મેળવવા છતાં અનુકૂળ સમયની રાહ જેવામાં આટલે સમય પસાર થયે. અંતે હવે વધુ રાહ જોવાનું ચગ્ય ન લાગતાં પ્રકાશન કરવાને નિર્ણય લેવામાં આવ્યા. -સં૦]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org