________________
૩૨૮
[ જૈન દષ્ટિએ તિથિદિન અને પર્વોરાધન. આપણે સંવત્સરી કરીએ છીએ. આસો અગર કાર્તિક મહિના બે હોય તે સંવત્સરીથી ૭ ના બદલે ૧૦૦ દિવસે માસી આવે અને આપણે તે ય માનીએ છીએ. ઓમ શાસ્ત્ર માસની ક્ષય-વૃદ્ધિને અંગે કહેલા નિયમને જાળવવાને માટે ૩૦ દહાડાને પણ આપણે નકામાં ગણી કાઢીએ છીએ અને જ્યારે તિથિની વૃદ્ધિ આવે ત્યારે એક દિવસ નકામો ન ગણાય? ક્ષય–વૃદ્ધિને અંગેનો જે શાસ્ત્રીય નિયમ. માસને અંગે લાગુ પડે છે, તે જ નિયમ તિથિને અંગે પણ લાગુ પડે છે. માસની ક્ષય-વૃદ્ધિને માટે નિયમ જુદો અને તિથિની ક્ય–વૃદ્ધિને માટે નિયમ જૂદે, એવું શાસ્ત્રમાં ભિન્ન ભિન્ન પ્રકારનું કોઈ વિધાન છે જ નહિ અને માસની કે તિથિની ક્ષય–વૃદ્ધિને એક જ નિયમ લાગુ પડે છે–એવું સ્પષ્ટ વિધાન શાસ્ત્રમાં છે. સંવત્સરી પાંચમની ચોથે નિયત કરી, એ પછી એ બેમાં મહત્ત્વની તિથિ કયી . ગણાય ? એથ જ મહત્ત્વની તિથિ ગણાય. એથે સંવત્સરી કરનારાઓમાં પાંચમના દિવસે પારણાં નહિ કરનારા કેટલાક મળે ? પાંચમ એ શુભ તિથિ જરૂર છે, બીજી શલ પંચમીઓ જેવી એ પણ છે, પરંતુ ભાદરવા સુદ ચોથના મહત્ત્વ આગળ પાંચમનું મહત્ત્વ કાંઈ જ નથી, કારણ કે–ભાદરવા શુદ ચોથે સંવત્સરી મહાપર્વ નિયત થયું છે. એટલે શુદ ચોથ ઉદયતિથિ તરીકે મળતી હોય, તે છતાં પણ પાંચમના ક્ષયને નામે ત્રીજે ચેકની ખેટી કલ્પના કરવી, એ વ્યાજબી ગણાય જ નહિ. આથી સંવત ૧૯પર માં, ભાદરવા સુદ પાંચમને ક્યાં આવ્યું તે ય, ભાદરવા સુદ ચોથ ઉદયતિથિના દિવસે જ સંવારી કરાઈ. એવી જ રીતિએ, સંવત ૧૯૬૧ માં અને તે પછી સંવત ૧૯૮૯ માં ભાદરવા શુદ પાંચમને ક્ષય આવ્યા, તે યુ સંવત્સરી ભાદરવા સુદ ચોથ ઉદયતિથિના દિવસે જ કરાઈ.. સંવત ૧૯પર માં હું મારી વાત કરું તે, અમે અમારાં માતા-પિતાને ઘરે જન્મેલા એટલું જ સંવત ૧૯૬૧ માં પણ અમે ઘરે રમતા હતા અને સંવત ૧૯૮૯ માં સ્વતન્ત્રપણે જેવા વિચારવાને પ્રસંગ નહિ આવેલો. માત્ર વર્ગસ્થ પરમ ગુરૂદેવશ્રીજી કહેતા તે તિથિ કરતા. કેટલીક વાર તેઓશ્રી એવું બોલતા – પૂનમ અમાસની ય–વૃદ્ધિને અંગે ખાટું ચાલી પડયું છે. સારું છે કે-સંવત્સરી જળવાઈ રહી છે. અને એ અમે સાંભળેલું. વાત એ છે કે-સંવત ૧૯૫૨, ૧૯૬૧ અને ૧૯૮૯ માં ભાદરવા શદ પાંચમનો ક્ષય આવવા છતાં પણ, ચોથ ઉદયતિથિના દિવસે જે સંવત્સરી થઈ અને એમ ચોથ ૧ ળવાયા કરતી હતી. સંવત ૧૯૫૨ માં એથને નહિ સાચવનારા માત્ર બે સાધુ અને ત્રણ શ્રાવકે હતા એમ કહેવાય છે; સંવત ૧૯૬૧ માં તે સૌએ એથને બરાબર સાચવી હતી; અને સંવત ૧૯૮૯ માં અમુક સમુદાય જુદો પડયો હતો. સૌથી મોટો દહાડો જળવા, તેથી બીજી ભૂલભાલ ચાલી આવેલી તે ચાલતી હતી. એ પછી, સંવત ૧૯૯૨ માં જ્યારે ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ આવી, ત્યારે ચોથ ઉદયતિથિએ સંવત્સરી નહિ કરતાં, ઘણાઓએ પહેલી પાંચમના દિવસે સંવત્સરી કરી, એટલે મોટે વિક્ષેપ ઉભો થવા પામ્યો. પહેલાં તે ચોથ જળવાતી, એટલે કઈ વાર ચયના અવલંબને બીજી ભૂલભાલો સુધારવાની શકયતા રહેતી હતી, પણ સંવત ૧૯૯૨ માં જેઓએ ચોથને ય જળવી નહિ, તેઓએ સાચી સમજવાળાઓને તિથિ દિન અને પર્વારાધનને અંગેની બધી ય ભૂલભાલાને તરત જ ખલી કરી નાખવાની અને સુધારી લેવાની સ્થિતિમાં મૂકી દીધા. સંવત ૧૯૯૨ માં જે સંવત ૧૯૫૨.. ૧૯૬૧ અને ૧૯૮૯ ની માફકે ય થ જળવાઈ હત, તે બીજી ભૂલભાલો આજ સુધીમાં પણ ખૂલ્લી થઈ હોત કે નહિ અને સુધરી હોત કે નહિ, એ કહી શકાય નહિ.
ફરી ચર્ચા થાય એવી ભાવના હોય તો એ માટે શું કરવું જોઈએ? આમ સંવત ૧૯૯૨ માં વિક્ષેપ વધી જતાં, એને અંગે ચર્ચાની વાત તે ઘણી ય થઈ, પણ એમાં કાંઈ વળ્યું નહિ. વાતે માત્ર વાતે જ રહી ગઈ ચર્ચા થઈ નહિ અને એથી નિર્ણય પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org