________________
૩૨૬
[ જૈન દૃષ્ટિએ તિથિદેિન અને પૌરાધન...
પરિશિષ્ટ ૬.
[કાંચન કસેટીને આવકારે છે. કથીર્ની એ હિંમત નથી. સત્યના આગ્રહી અને કદાગ્રહીની વચ્ચે આવા જ તફાવત છે. સત્યના આગ્રહી પોતાના મતની ચાગ્ય રીતન પરીક્ષા માટે સદા તત્પર હાય છે. કદાગ્રહી પરીક્ષા માત્રને પાખંડ ગણે છે,
વિ. સં. ૧૯૯૯ની સાલમાં લવાદ સમક્ષ ખૂબ જ સબળ અને સફળ રીતે શાસ્ત્રીય સત્ય પોતાને પક્ષે હાવાનું પૂરવાર થઈ ગયુ` હોવા છતાં, વિ. સં. ૨૦૦૭માં, ન્યાયાંભેાનિધિ પૂજ્યપાદ સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજાના ગુણાનુવાદના પ્રસંગ પામીને, અમદાવાદમાં પરમ શાસનપ્રભાવક પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ તિથિ અંગે, કોઈ પણ યાગ્ય રીતે અને ચેગ્ય વ્યક્તિ સાથે, ગમે ત્યારે પણ, પેાતાની ચર્ચા-વિચારણા કરવાની તત્પરતા જાહેર કરી હતી. તિથિવિષયક વિવાદની ઐતિહાસિક અને શાસ્ત્રીય ભૂમિકા સમજાવવા સાથે એના ઉકેલ માટેના વ્યવહારુ ઉપાયે પણ તેઓ શ્રીમદે, પેાતાના સંપૂણુ` સહકારની ખાતરી આપવાપૂર્વક દર્શાવ્યા હતા. પૂજ્યશ્રીના તે મનનીય પ્રવચનના સારભૂત અવતરણમાંથી તિથિપ્રશ્નને સ્પર્શતું વક્તવ્ય શ્રી ‘ જૈન પ્રવચન ”ના સૌજન્યથી અત્રે પ્રગટ કરવામાં આવે છે. સં॰ ] તિથિદિન અને પારાધન સબંધી મન્તવ્યભેદને અંગેની કેટલીક વાતા.
આજના વ્યાખ્યાનને સમય તા પૂરા થઈ જવા આવ્યા છે, પરન્તુ આજે આપણે એક આરાધક, રક્ષક અને પ્રંભાવક મહાપુરૂષની વાત કરવાને બેઠા છીએ, એટલે વત માનમાં જે એક શાસ્ત્રીય વાત વધુ વિવાદાસ્પદ બનેલી ગણાય છે, તેને અંગે પણ વાત કરી લઈએ. વળી એ વાત સાથે આ મહાપુરૂષના પણ સંબંધ છે. તિથિદિન અને પર્વાંરાધન સંબંધી મન્તવ્યભેદને લગતી એ વાત છે. કેટલાકાનુ કહેવુ' એમ થાય છે કે— આ પ્રશ્નનું જો છેલ્લુ નિરાકરણ આવી જાય, તે। શ્રીસંધમાં, ખાસ કરીને સાધુસમાજમાં એકતા સ્થપાઈ જાય અને એમ થાય તો જે કેટલાક કામેા એકતાથી કરવાની જરૂર છે, તે કામેા એકતાથી થઈ શકે. ' જે સમયે આ મન્તવ્યભેદ આટલા વિશદ નહાતા બન્યા, તે સમયે કેટલી એકતા હતી અને શાસનના કટોકટીના પ્રશ્નોમાં પણ બધાએ સાથે રહીને કેટલું કયુ` હતુ` ને કેટલું નહાતુ કર્યું, એ અમે જાણીએ છીએ અને તમારાથી પણ પ્રાયઃ એ વાત સાવ અજાણી નહિ હૈાય. આજે આ પ્રશ્નનુ' નિરાકરણ આવી જવા પામે તે ય, કેવી એકતા સધાશે અને બધા સાથે રહીને શું કરશે, એ વિષે કાંઈ કહેવાને અર્થ નથી. આમ છતાં ય, આ પ્રશ્નનું વહેલામાં વહેલી તકે વ્યાજબી નિરાકરણ સૌને માટે આવી જતું હાય, તે અમે તેમાં અમારાથી બનતા બધા જ સાથ આપવાને તૈયાર છીએ. આ પ્રશ્નને અંગે સૌ સત્યને સમજે, સત્યને સ્વીકારે અને સત્યને આચરનારા ખને, એવા પ્રકારના સમાધાનની ઇચ્છા તે અમને, આજે સમાધાનની વાતા કરનારાઓના કરતાં દશ ગુણી છે એમ નહિ, સેા ગુણી છે એમ નહિ, હજાર ગુણી છે એમેય નહિ, પણ સગુણી છે. શ્રીસંઘમાં વિક્ષેપ ઉભા રહે, એવું અમે કદી પણ યુિં નથી. અમે તે આ પ્રશ્નને અંગેના ય વિક્ષેપ દૂર થાય તેા સારૂ', એ દૃષ્ટિથી આ પ્રશ્નને નિર્ણય લાવવાના પ્રયત્નમાં પૂરેપૂરા સાથ આપેલા અને નિર્ણય આવી પણ ગયેલા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org