________________
૮િ
[ જૈન દષ્ટિએ તિથિદિન અને પર્વરાધન. પ્રથમ અવયવસ્વરૂપ પ્રથમા તિથિને તે તિથિ તરીકે માનવા છતાં પણ, પર્વારાધનમાં ગ્રહણ કરાતી નથી. આથી સ્પષ્ટ થાય છે કે જે દિવસે જે તિથિના ભગવટાનો અંશ ન હોય, તે દિવસે તે તિથિ હેવાનું મનાય નહિ તેમ જ જે તિથિને ભેગવટે કઈ પણ દિવસે સૂર્યોદયસ્પર્શને પામતે હોય તે તિથિના સૂર્યોદયસ્પર્શની પૂર્વેના ભેગવટાને ધ્યાનમાં લઈને તે તિથિની માન્યતા નક્કી થઈ શકે નહિ. “ઉદયતિથિ તરીકે શ્રી જૈન શાસનમાં તે જ તિથિએ સૂચવાય છે, કે જે તિથિઓને ભેગવટો સૂર્યોદયને સ્પર્શીને સમાપ્તિને પામેલો હોય.
જે દિવસે જે પર્વતિથિ ઉદયતિથિ રૂપે પ્રાપ્ત થતી હોય, તે દિવસે તે તિથિ ન મનાય તો, અન્ય તિથિના દિવસે તે પર્વતિથિને માનીને તે પર્વતિથિનું અનુષ્ઠાન આચરાય તે પણ, પર્વલેપના દેષને પાત્ર બનાયઃ કારણ કે-જે પર્વ જે તિથિમાં નિયત હોય, તે તિથિમાં જ તે પર્વને માનવું જોઈએ. અહીં જો એમ કહેવાય કે અમે અન્ય તિથિના દિવસે પણ તે પર્વતિથિને માનીને જ તેના પર્વનું આરાધન તે કરીએ જ છીએ.” તે એની સામે એમ જ કહેવું પડે કે “તમે પર્વોનુષ્ઠાન કરવા છતાં પણ, પર્વલેપના દોષને પાત્ર બનવા સાથે મૃષાવાદી પણ બન્યાઃ કારણ કે જે દિવસે તે પર્વતિથિ છે તે દિવસે તે પર્વતિથિને માની નહિ એથી પર્વલેપના દેષને પાત્ર ઠર્યા અને તે દિવસે જે તિથિ નથી તે તિથિ હોવાનું માનવાથી તથા જે અન્ય દિવસે તમે તે પર્વતિથિ માની તે દિવસે તે પર્વતિથિ નહિ હોવાથી તમે મૃષાવાદી પણ બન્યા.”
સત્તરમી શતાબ્દિમાં થયેલા મહેપાધ્યાય શ્રીમદ્ ધર્મસાગરજીએ પજ્ઞવૃત્તિવાળ “તત્વતરંગિણી' નામને જે ગ્રન્થ બનાવ્યો છે, તેમાં તિથિઓને આરાધ્યપણાની અપેક્ષાએ જ વિચાર કરાએલો છે. તે ગ્રન્થમાં, ચતુર્દશીના ક્ષયે પૂર્ણિમામાં ચતુર્દશીનું આરોપણ કરીને પૂર્ણિમાના દિવસે ચતુર્દશીની આરાધના કરનારાઓને જે જે વાતે ગ્રન્થકારશ્રીએ સંભળાવી છે, તે સર્વ વાતે આ મુદાના વિચારમાં પણ ઘણી જ સહાયક બને તેવી છે.
તેઓશ્રી ફરમાવે છે કે –
"क्षीणमपि पाक्षिक-चतुर्दशीलक्षणं पूर्णिमायां प्रमाणं न कार्य, तत्र तद्भोगगन्धस्याप्यહિંમવા” [મુકિત પ્રત-પૃ. ૩]
આવી રીતિએ જ્યાં ચતુર્દશીના ક્ષયે પણ પૂર્ણિમાએ ચતુર્દશીને પ્રમાણ કરવાને નિષેધ કરાવે છે, ત્યાં ચતુર્દશી ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થતી હોય તે છતાં પણ, તેને બીજી તેરશ બનાવીને, પહેલી પૂનમ કે અમાસે ચતુર્દશીને પ્રમાણ કરવાનું, હેય જ શાનું? પહેલી પૂનમે કે પહેલી અમાસે પણ ચતુર્દશીના ભેગવટાની ગંધનો અસંભવ છે. આ ઉપરાન્ત, ચતુર્દશી જ્યારે ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થઈ નથી, એટલે કેતેને ક્ષય પ્રાપ્ત થયેલ છે, તેવા સંગમાં પણ પૂર્ણિમાએ ચતુર્દશીનું આરોપણ કરીને ચતુર્દશીની આરાધના કરનારાઓને ગ્રન્થકારશ્રી
"चतुर्दशी पौर्णमासी चेत्युमे अप्याराध्यत्वेन सम्मते स्तस्तद्यदि भवदुक्तरीतिराश्रीयते तह पौर्णमास्येवाराधिता, चतुर्दश्याश्चाराधनं दत्तांजलीव भवेत् " [मुद्रित प्रत -पृ. ५]
' –આવું ફરમાવે છે; એથી પણ સિદ્ધ થાય છે કે ચતુર્દશી ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થએલી હોય તે છતાં તે દિવસે તેને ન મનાય છે, અન્ય દિવસે તેનું આરોપણ કરીને માનવા છતાં પણ, ચતુર્દશીના આરાધનને અંજલિ દીધા જેવું જ થાય-એમ નહિ, પણ દત્તાંજલિ કર્યાનું જ કહેવાય!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org