________________
૩૦૨
[ જૈન દષ્ટિએ તિથિરિન અને પરાધન. ગાથાઓ એમાં છે. પણ એ બધી વાત પછી. આપણે ટૂંકી જ વાત કરીએ. એ પાનું જ શ્રી તપાગચ્છની માન્યતા મુજબનું સાચું છે એમ પૂરવાર થઈ જાય, તે હું તેમ માનવા અને કરવા તૈયાર છું. અરે
ભાઈ! અત્યાર સુધી અમે જે આ કર્યું, તેનું પ્રાયશ્ચિત્ત લેવા પણ તૈયાર છું ! પ્રશ્ન આપે સંવત ૧૯૯૨ માં સંવત્સરી શનિવારે હતી છતાં રવિવારે કરેલી તે શાથી? ઉત્તર એ વાત તે એવી છે કે–એ વખતે વાટાધાટની શબ્દજાળમાં હું ઠગાય હતે. વાતમાં હું ફસાયે, પણ
મારી શ્રદ્ધા તે આ જ હતી, એથી તે મેં મારા બહારના સાધુઓને શનિવારે સંવત્સરી કરવી, એ જ બરાબર છે એમ જણાવી દીધું હતું. વળી મને જે કોઈએ પૂછયું કે પૂછાવ્યું તે બધાને મેં ભા. શુ. ૪ . શનિવારે જ સંવત્સરી કરવી જોઈએ, એમ કહ્યું હતું. મેં કહેલું કે હું બેલીમાં બંધાયે છું પણ મારી શ્રદ્ધા એ જ છે કે-ભા. શુ. ૪ ને છેડીને ભા. શુ. પહેલી પાંચમે સંવત્સરી થાય જ નહિ, માટે હું તે એ જ કહેવાનું અને બને તેમની પાસે એ જ કરાવવાને ! શાસ્ત્રનું ચેમ્બુ વચન છે કે “ તિથિઃ કાર્યા, વૃદ્ધ વાર્થી તથોરા ” ક્ષય હોય ત્યારે પૂર્વની તિથિએ આરાધના કરવાની અને વૃદ્ધિ આવે ત્યારે ઉત્તરા એટલે પછીની તિથિએ આરાધના કરવાની. આ નિયમ ક્ષય-વૃદ્ધિ વગરની તિથિને કેમ લાગુ પડે? જાઓ કે-પાંચમને ક્ષય આવ્યો ત્યારે મનાય અને ઉદયતિથિની વિરાધના ન કરી. પણ વૃદ્ધિ આવી ત્યારે ઉદયતિથિ એથને વિરાધી. આ તે એવું થયું કે-પરણવાની બાધા અને નાતરું મોકળ! તેઓ વૈરવૃત્તિ વધે એવું કરે છે, માટે આપણે બોલતા નથી; બાકી હડહડતું અસત્ય છે. શાસ્ત્રની શેખી આજ્ઞા છે અને તે મુજબ જ આપણે તે વખતે ૧૯૯૨-૯૩ માં સંવત્સરીની અને તે પછી ચૌદશની ૫ખી તથા આ માસીમાં માન્યતા રાખી છે. તે પાનું જે સાચું સાબીત કરે તે આપણને તે માનવામાં કશું વાંધો નથી. બાકી, ગમે તેમ ચાલી પડેલી અને સારી આશાએ નભાવેલી
વાતને પરંપરા મનાય જ નહિ. પ્રશ્ન (ચીમનલાલ હાલાભાઈને ) સં. ૧૯૨૬ પહેલાં બે આઠમે વિગેરે થતું? ઉત્તર આપણું જન્મ પહેલાં શું થયેલું તેને આપણને અનુભવ નથી, પણ શાસ્ત્રમાં તે ખી વાત છે.
જે પહેલાં આવી હેરાફેરી થતી હોત તે ધરણેન્દ્ર શ્રીપૂજ્ય સામે ઉહાપોહ શાને થાત? તે વખતે નવીન નીકળ્યું માટે ઉહાપોહ ઉઠયો. મેં તે મારી રૂબરૂની વાત કરી. શાસ્ત્રની આજ્ઞા મુજબ તે બે પૂનમની
બે તેરશ અને પૂનમના ક્ષયે તેરશના ક્ષય થાય–કરે નહિ. અત્રે પૂ. આચાર્યદેવના પ્રશિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી ભદ્રકવિજયજી મહારાજે, પૂ. વયેવૃદ્ધ આચાર્ય દેવની આજ્ઞા થતાં, શ્રી જૈન ધર્મ વિકાસ માસિકના વધારા સંબંધમાં ફરમાવ્યું હતું કે–
આ છાપું આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજીના સમુદાયના પંન્યાસ શ્રી કલ્યાણવિજયજી મહારાજની પ્રેરણાથી તેમની દેરવણી નીચે તૈયાર કરવામાં આવ્યું છે. આમાં, એક લેખમાં શ્રી હીરપ્રશ્નમાંના પ્રશ્નનો ઉલ્લેખ છે. પૂજ્યપાદ શ્રી હીરસુરીશ્વરજી મહારાજાનાં વચને ખોટાં છે, એમ કહેવાને આજે કઈ તૈયાર નથી. એ જ વચને રવાર કરે છે કે-પાંચમ તથા પૂનમ આદિને ક્ષય આવે ત્યારે તે માટે અન્ય તિથિઓ ફેરવાય નહિ, પણ અન્ય તિથિઓના દિને તેને તપ કરી શકાય. જુઓ આ છાપામાં જ લખ્યું છે કે
____ "पंचमी तिथिस्त्रुटिता भवति, तदा तत्तपः पूर्वस्यां तिथौ क्रियते।" આને અર્થ કરતાં તેઓ પણ જણાવે છે કે
પાંચમ ઘટે ત્યારે પાંચમને ઉપવાસ ચોથે કરો.” વિચારો કે-પાંચમને બદલે ચોથને અગર ત્રીજો ક્ષય કરવાને હેત તે આ પ્રશ્ન થાત ખરે? કારણ કે આ પ્રશ્નો પૂછનાર સામાન્ય માણસ નથી પણ વિદ્વાન મુનિરાજ આદિ છે. વળી, એની સાથે પૂનમને જે પ્રશ્ન છે, તે પણ પૂનમની હાનિ-વૃદ્ધિએ જે તેરશની હાનિ-વૃદ્ધિ કરવાની હોત, તે પ્રાયઃ ઉપસ્થિત થાત નહિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org