________________
...લવાદી ચર્ચાને અંગેનાં પરિશિષ્ટ |
૩૦૧
कुम्भभित्तयुगलेन किल्बिषं, बालकस्य जननी व्यपोहति ।
कण्ठतालुरसनाभिरुज्जता, दुर्जनेन जननी व्यपाकृता ॥१॥ માતા જે છે તે પિતાના બાળકની વિષ્ટા કાઢવા ઠીકરાં લે છે. માતા જાણે છે કે મારે પુત્ર છે, પણ વિષ્ટા અપવિત્ર છે માટે કુંભના બે ટુકડા લે છે, જેથી અપવિત્રને સ્પર્શ ન થાય. પણ કુતરૂં આવે છે તે શું કરે છે? કંઠ, તાલ અને રસના ત્રણથી એ દૂર કરે છે. માતાને ફેંકી દેવાનું કામ હતું પણ કુતરૂં ચાટી જાય છે. દુર્જન માટે એમ જ સમજો. પણ તમારો આગ્રહ છે તે હું ખૂલાસે કરૂં છું. કોઈ ભાઈ કલેશ કરશે નહિ. પૂર્વકાળમાં અસત્યભાષણ અને શાસનની હીલના ન થાય તેને બહુ ડર હતું. આજે એ ભૂલીને આ ચર્ચામાં જેમ ફાવે તેમ લખાઈ અને બેલાઈ રહ્યું છે, એટલે એમાં સાચી
વાત મારી જાય તેમાં નવાઈ શી? પ્રશ્ન બે પૂનમ સંબંધી આપની માન્યતા શી છે? ઉત્તર૦ ચતુર્દશી છતી વિરાધીને પૂનમે ચતુર્દશી કરવી એ મહાપાપ છે. માતાને ધાવવાથી બાલકની પુષ્ટિ થાય,
પણ મરેલી માતાને ધાવવા થકી પુષ્ટિ થાય નહિ. પૂનમે ચોમાસી વિગેરે કરાય નહિ. પ્રશ્ન આપે અત્યાર સુધી પહેલાં તેમ કરેલું, તેનું શું? ઉત્તર૦ જુઓ, લુખ્ખ ખાય તે ચેપથાની આશાએ. આ વાત એવી હતી કે-બધા સમજીને સારું કરે તે
સારું, પણ તે કઈ અવસર આવ્યું નહિ. વખતે વખતે મેં મારાથી બનતા પ્રયત્ન કર્યો, પણ જ્યારે છેવટ જોયું કે આ બધાની વાટ જોતાં આખુ ય જશે અને સાચી વાત મારી જશે, ત્યારે અમે જે
પહેલેથી સાચું માનતા હતા તે મુજબ આચરવા માંડયું. પ્રશ્ન આપે પરંપરા લોપી કહેવાય? ઉત્તર૦ પરંપરા શાની પી? આ પરંપરા કહેવાતી હશે ? શાસ્ત્રની આજ્ઞાની વિરાધના થાય એવી પરંપરા
હાય જ નહિ. જુઓ. તમને કોઈને તે કદાચ ખબર નહિ હોય, પણ મારા અનુભવની વાત છે. આ વાત ૧૯૨૬ થી ૧૯૨૮ સુધીમાં બની છે. દેવસૂરના ઉપાશ્રયે નાગરીશાળામાં ધરણેન્દ્ર દ્વીપૂજ્ય હતા. તે વખતે પર્વતિથિઓની આવી હેરાફેરી કરવાનું તેમણે કરેલું. તે વખતે સુબાજી તેમની પાસે જતા, પણ ત્યારથી તેમણે ત્યાં જવાનું બંધ કર્યું. બે ચાર વાર તેમને શ્રીપૂજ્યના કેટવાલે તેડવા આવ્યા, પણ તેમણે કહી દીધું કે-અસહ્મરૂપણ થઈ માટે હું નહિ આવું. તે વખતે શ્રી મૂલચંદજી મહારાજા વિગેરેને પણુ ઘણું દુઃખ થયું કે-આ બહુ ખોટું થાય છે, પણ તે વખતે સાધુએ થેડા અને શ્રીપૂનું બલ ઘણું. તે વખતે ઉહાપોહ પણ થએલે, પણ ચાલી પડ્યું. શ્રી મૂલચંદજી મહારાજા અને સુબાજીને એ વખતે જે કરવું પડ્યું તે બદલ બહુ દુઃખ થએલું. બહુ પશ્ચાત્તાપ કરે. આવી આવી રીતે ચાલેલી પરંપરા તે સત્ય કહેવાય કે અસત્ય તે વિચારો. અમે જાણતા હતા કે–આવી રીતે પર્વતિથિની વિરાધના કરવી એ ખોટું છે, પણ અમારા મનને એમ કે-શાસનમાં બધા ઠેકાણે આવશે, એમ ધારીને બળતા હૈયે કરતા હતા. આપણે સંમેલન થયું તે વખતે આ વાત કરી હતી, પણ તે વખતે તે “ આ વિષય આપણું એકલા તપાગચ્છને છે અને અહીં બીજા ગોના પણ આવેલા છે' એવી વાત કરીને આ વાત પડતી મૂકાઈ હતી. એ વાત રહી તે રહી અને બે પાંચમે આવી. એ વખતે મેં એકતા માટે પ્રયત્ન કરેલે, પણ એમાં ઊલટું ઉધું થયું અને ઝેર રેડાયું. આથી વિચાર કર્યો કે–બધાને લાવવા માટે
આપણે અશુદ્ધ કરવું તે ઠીક નથી. પ્રશ્નો પૂજ્ય શ્રી આણદવિમલસુરીશ્વરજી મહારાજાના નામવાળું સોળમી સદીનું પાનું બતાવે છે, તે શું? ઉત્તર૦ એ પાનામાં કેવું લખાણ છે તે તે જુઓ ! એની ભાષા જુઓ ! આપણું ગચ્છની માન્યતા વિરૂદ્ધની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org