________________
...લવાદી ચર્ચાને અન્ત આવેલે લવાદશીને નિર્ણય ]
૨૯૭ સુધી પાળતા આવેલા દેવસૂર તપાગચ્છના જૈનોએ, સામે આવી ઊભેલા શ્રી જૈન સંઘના ભેદને ટાળવે. સંઘની સમગ્રતા ઉપર જ ધર્મવૃદ્ધિને આધાર છે, તે તેમણે ભૂલવું ન જ જોઈએ. નિગમન અને નિર્ણય
એ પ્રમાણે બને આચાર્યોએ રજુ કરેલા મુદ્દાઓની યથાયોગ્ય વિચારણા દ્વારા અને જૈન શાસ્ત્રોની સમાલોચના દ્વારા નક્કી થયેલ નિગમન અને નિર્ણય આ પ્રમાણે છે –
(૧) શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોમાંના તપાગચ્છના ચારેય પ્રકારના જૈન સંઘે લૌકિક અને લકત્તર બને ય પ્રકારની આરાધનામાં અમે જણાવ્યા પ્રમાણે તિથિક્ષયવૃદ્ધિ-અધિક માસ સાથેના જોધપુરના ચંડાશુગંડૂ પંચાંગને ઉપયોગ કરે. જૈન ટિપ્પણ કે જેનું બીજું નામ સિદ્ધાન્સટિપ્પણ છે તે ઘણા કાલથી વ્યછિન્ન થયું છે તેથી તેને પ્રચાર જ નથી. આગને અનુસરતું જેન ટિપ્પણ ફરીથી ચલાવવાનું શક્ય જ ન હોવાથી શ્રી જૈન સંઘ અત્યારે તેને સ્વીકારી શકે તે પણ અશકય જ છે.
(૨) ચંડાશુચં પંચાંગને અનુસારે તિથિઓની વૃદ્ધિ કે ક્ષય આવે ત્યારે ઉમાસ્વાતિના વચનના પ્રઘોષ તરીકે પ્રસિદ્ધ ક્ષણે પૂર્વ તિથિ ય વૃદ્ધી જ તો એ શાસ્ત્રને પંચે નિશ્ચિત કરેલા અર્થ પ્રમાણે આધાર લઈને તિથિને નિશ્ચય કરે.
(૩) ઉપર બતાવેલા ઉમાસ્વાતિના વચનને પંચે એ અર્થ નિર્ણત કર્યો છે કે-ટિપ્પણમાં કેઈ પણ તિથિને ક્ષય જણાય ત્યારે ક્ષીણ તિથિની આરાધના માટે પૂર્વની તિથિ કરવી, એટલે કેક્ષીણ તિથિ વિષયક આરાધન પૂર્વની તિથિએ કરવું. શ્રી જૈન સંઘ આરાધના માટે ઔદયિકી તિથિની અપેક્ષા રાખે છે. તિથિને ક્ષય થાય ત્યારે તેવી (ઔદયિકી) તિથિની અત્યન્ત અપ્રાપ્તિ થવાથી, અપૂર્વ વિધિને કરનાર “ક્ષે પૂર્વ તિથિઃ જા” એવા શાસ્ત્ર વડે ક્ષીણ તિથિની સ્થાપના તેની પૂર્વની તિથિમાં કરાય છે. એ રીતે ક્ષીણ તિથિ દચિકી બને છે અને તેથી આરાધના માટે તે ઉપયોગી બને છે. એટલે અષ્ટમી ક્ષણ હોય ત્યાં તેની પૂર્વની સપ્તમીને જ આરાધના માટે અષ્ટમી કરવી. એ પ્રમાણે ચતુર્દશીના ક્ષયે તેની પહેલાંની ત્રદશીને ચતુર્દશી તરીકે સ્વીકાર કરે અને પાક્ષિક પ્રતિક્રમણ તે તિથિએ જ કરવું. પૂર્ણિમા અને અમાવાસ્યાને ક્ષય હોય ત્યારે, તેની પૂર્વની ચતુર્દશીને પાક્ષિક આરાધના માટે ઉપયોગ કરાતો હોવાથી, અભિગ્રહ રૂપ તેનું તપ વગેરે શ્રી હરિપ્રશ્નમાં દર્શાવેલા માર્ગે ત્રયોદશીએ કરવું, પાક્ષિક અનુષ્ઠાન સાથે વિરોધ ન આવતો હોય તે ચતુર્દશીએ કરવું અથવા યથારૂચિ પ્રતિપદાએ પણ કરવું. પાક્ષિક પ્રતિક્રમણ, એ તિથિનિયત અનુષ્ઠાન છે. તેમાં મુખ્ય તિથિ ટિપ્પણ પ્રમાણે આવતી ઔદયિકી ચતુર્દશી છે, તેથી પૂર્ણિમા અમાવાસ્યાને ક્ષય હોય તે પણ, પાક્ષિક આરાધન મુખ્ય એવી ઔદયિકી ચતુર્દશીએ કરવું, અને ક્ષીણ તિથિ સંબંધી અભિગ્રહ રૂપ તપ વગેરે રૂચિ પ્રમાણે તેની પહેલાં કે પછી આરાધવું. એ પ્રમાણે ભાદ્રપદની સુદ ચતુર્થીના ક્ષયે સાંવત્સરિક પ્રતિકમણ, તેની પૂર્વની તૃતીયામાં ચતુર્થી તિથિને સ્થાપીને કરવું. ભાદ્રપદની સુદ પંચમીનું પ્રધાન પર્વતિથિપણું જ રહ્યું નથી, તેથી તેને ક્ષય થાય ત્યારે તેમાં કરવાને તપ વગેરે અભિગ્રહ યથારૂચિ પહેલાં કે પછી કરે. સાંવત્સરિક સાથે વિરોધ ન આવતું હોય તો ભાદ્રપદ સુદ ચતુથીએ પણ કરે. ભાદ્રપદ સુદ પંચમીના ક્ષયને કારણે તૃતીયાને ક્ષય શાસ્ત્રોથી સિદ્ધ થતું નથી. કલ્યાણક વગેરે પણ સિદ્ધાન્તમાં કહેલી તિથિએ જ કરવાનાં હેઈ તે વિષયમાં પણ આ જ નિયમ લાગુ પાડ. આ અર્થ સ્વીકારતાં જે
૩૮.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org