________________
[ જૈન દષ્ટિએ તિથિરિન અને પર્વારાધન... [ તે કાલે તે સમયે વષાઋતુને એક માસ ને વીસ રાત્રિ વીતી ગયે છતે શ્રમણ ભગવાન મહાવીરે પર્યુષણા કરી.......તેમ અમે પણ વર્ષાઋતુને એક માસ અને વીસ રાત્રિ વીતી ગયે પર્યુષણા કરીએ છીએ. તે પહેલાં પણ તે કરી શકાય, પણ તે રાત્રિનું ઉલ્લંઘવી કહ્યું નહિ.] આ પાઠથી કહ્યું છે. તે પર્યુષણની તિથિ ભાદ્રપદ સુદ પાંચમ હતી, પણ યુગપ્રધાન કાલકાચા કેઈ રાજાના આગ્રહથી તે દેશના વિશેષ આચાર રૂપે પળાતા ઈન્દ્રમહ નામના મહત્સવ સાથે તેને (પર્યુષણતિથિને) વિધિ ન થાય તે માટે, અત્તરવિ પૂરુ નો રસ ૫૬ તું થઇ કવાવિત્તર એ વચનના આધારે ભાદ્રપદની સુદ છઠના દિને તેની આરાધના કરવાનું અશક્ય બનવાથી અન્તા વિ ા રે પૂરુ એ આજ્ઞાને આધાર લઈને ભાદ્રપદની સુદ ચોથે (સંવત્સરી) નક્કી કરી. ત્યારથી માંડીને તપાગચ્છને શ્રી વેતાંબર મૂર્તિપૂજક આખાયે સંઘ એથે જ સંવત્સરીની આરાધના કરે છે. ચોમાસાના દિવસથી આરંભી ભાદ્રપદની સુદ ચોથ સુધીમાં એક માસ અને વીસ રાત્રિ પૂર્ણ કરવા માટે ચાતુર્માસિક પ્રતિકમણ પણ આષાઢ સુદ ચિદશે નક્કી કર્યું. તે જ પ્રમાણે પાક્ષિક પ્રતિકમણ દરેક પક્ષની ચિદશે થયું એમ અમને સમજાય છે. તે જ આજ સુધી તેમને માન્ય રહ્યું છે અને તેમણે આચર્યું છે. તેમાં વળી, “એક માસને વીસ રાત્રિ વીત્યા પછી ” એવા આ વાક્યને શે અર્થ કરે, તે બાબતમાં કાંઈક અડચણ વિરોધ જણાય છે. વીસ રાત્રિ એ પદને તો અર્થ નક્કી કરે સુલભ છે, તો પણ અહીં માસ શબ્દથી ચાન્દ્રમાસ કે સૌરમાસ કે કર્મમાસ લે, એ વિવાદને વિષય છે જ. તેમાં સૌરમાસ તે આ વિષયમાં ઉપયોગમાં લેવાય એમ જ નથી. કર્મમાસ ત્રીસ દિવસને છે. ચાન્દ્રમાસ વૃદ્ધિક્ષયવાળે હેવાથી કેઈવાર ઓગણત્રીસ, કેઈવાર ત્રીસ, કેઈવાર એકત્રીસ દિવસને પણ થાય. તેને આધારે જે પર્યુષણાની તિથિને નિશ્ચય કરવામાં આવે, તો કદાચ દરેક વર્ષે પણ તિથિભેદ થાય, તેથી સાંવત્સરિક પ્રતિક્રમણ ચોથનું નક્કી કર્યું. રાત્રિ સંખ્યાનો નિર્દેશ અહીં પ્રાયિકવચન એટલે “આશરે'ના અર્થને અથવા તિથિના અર્થને હવે ઘટે છે. એ પ્રમાણે પર્યુષણના દિવસ પછી ચોમાસાના સિત્તેર દિવસરાત બાકી રહે છે એમ જે કહ્યું છે ત્યાં પણ “આશરે ને અર્થ સમજ. તેથી, સાંવત્સરિક પ્રતિકમણને માટે લૌકિક ટિપ્પણમાં આવતી જે ભાદ્રપદની સુદ ચોથની તિથિ નકકી થયેલી છે, તેના પરિવર્તનને, સંવત્સરીનું આરાધન તિથિનિયત હોવાથી, અમે સહન કરતા નથી જ, એ અમારે નિર્ણય છે.
આ પ્રમાણે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી અને આચાર્ય શ્રી વિજયરામચન્દ્રસૂરિજીએ આ વિવાદમાં જે જે મુદ્દાઓ રજુ કર્યા, લગભગ તે બધાયને પૂર્વાચાર્યોના મતેને સમ્યફ પ્રકારે તપાસીને અને અને આચાર્યોના મન્તવ્યભેદને વિચારીને અમે નિર્ણય કર્યો છે. આચાર્ય શ્રી વિજયરામચન્દ્રસૂરિજીએ અમારી પાસે રજૂ કરેલા વિવાદાસ્પદ મુદ્દાઓમાંના કેટલાક વિષય રહી જાય છે ખરા, પણ તેને ખાસ નિર્ણય આપવાની જરૂર નથી એમ અમારૂં ધારવું છે. અને આચાર્યોએ મનમાં અવશ્ય સમજવું જોઈએ કે પંચ વિવાદ શમાવવા પ્રવૃત્ત થયેલ છે, નહિ કે-વિવાદને વધારવા. અને જીતવાની ઈચ્છાથી નહિ પણ તત્વને તારવવાની ઈચ્છાથી બને (આચાર્યો) વિવાદમાં ઊતર્યા છે, એ અમને ઘણે આનંદ ઉપજાવે છે. નીચે આપેલ નિર્ણય, દેવસૂર તપાગચ્છનાં શાસ્ત્રોને સમ્યફ પ્રકારે જઈને અને પ્રમાણસિદ્ધ જીતવ્યવહારને અવલંબીને આપે છે, જે કેવલ તત્વને જ જણાવે છે, તેથી તસ્વાવબોધપરાયણ બન્ને આચાર્યોએ સૌમનસ્યથી તેને સ્વીકારે અને સ્વીકારીને શ્રી વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના પૂર્વાચાર્યોએ કરાવેલી આચાર-પ્રણાલિકાને આજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org