________________
૨૭૬
[ જૈન દષ્ટિએ તિથિદિન અને પર્વરાધન. તિથ્યાદિને નિર્ણય કરવાની જરૂર પડે ?
આકર્મો : ઉમાસ્વાતિના વચનના પ્રઘોષ તરીકે પ્રસિદ્ધ “ક્ષકે પૂર્વ તિથિઃ વૃદ્ધ વ િતથોરા” એ શ્લોકાર્ધનો જે અર્થ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ માન્ય છે, તે અર્થનાં સાધક કે શાસ્ત્રો છે? અથવા, તે અર્થને સમર્થક જીતવ્યવહાર છે?
નવમો : “ પૂર્વી તિથિ વા વૃદ્ધ વય તત્તરા” એ શ્લેકાધને જેના મેને અનુસરીને પંચે જે અર્થ નિશ્ચિત કર્યો છે, તેના સ્વીકારથી કઈ પર્વ અને અપર્વતિથિઓની મિત્રતા આદિ વિરે આવે છે કે આવશે ખરા ? અથવા પ્રાયશ્ચિત્ત કરવું પડે તેવા આરાધનાસંકર આદિ દોષો ઉત્પન્ન થાય છે ખરા ?
દશમે ઃ આ વિવાદમાં નિગમન (નિચેડ) શું? અને પંચને છેવટનો નિર્ણય લેશે? આ દસ વિવાદાસ્પદ મુદ્દાઓ ઉપર પંચ નીચે પ્રમાણે નિર્ણય કરે છે –
પહેલામાં : શ્રી જૈન સંઘમાં વર્તમાનમાં સિદ્ધાન્તટિપ્પણનો પ્રચાર નથી. એ ટિપ્પણ બુછિન્ન થયું જ છે.
બીજામાં ઃ આ મુદ્દામાં વિશેષ ઉત્તરની જરૂર રહેતી નથી.
ત્રીજામાં ઃ આખો ય શ્રી જૈન સંઘ વર્તમાનમાં જોધપુરી ચંડાશુચંડૂ પંચાંગને લૌકિક અને લોકેત્તર આરાધનાદિ કાર્યોમાં ઉપયોગમાં લે છે.
ચેથામાં ઃ આ પંચાંગમાં તિથિઓની વૃદ્ધિ, તિથિઓને ક્ષય અને અધિક માસે આવે જ છે.
પાંચમામાં : વૃદ્ધિક્ષયના વિષયમાં નિર્ણય કરવાનું શાસ્ત્ર તે ક્ષે પૂર્વ તિથિ વા વૃદ્ધ વા તત્તા એ ઉમાસ્વાતિના વચનના પ્રશેષ તરીકે પ્રસિદ્ધ કર્યું છે અને આને અર્થ, શાસ્ત્રસિદ્ધ પ્રમાણોને અનુસરીને પંચે નકકી કર્યો છે. તે જ અર્થ સ્વીકારવા યોગ્ય છે, એટલે તે જ અર્થને અનુસરીને વૃદ્ધિ-ક્ષયનો નિર્ણય કરે.
છઠ્ઠામાં : જેનાગમાં અને જૈન શાસ્ત્રોમાં આ શાસ્ત્રને ઉદ્દેશીને તિથિઓને પર્વ અને અપર્વ રૂપ જુદે (પર્વતિથિઓ માટે કે અપર્વતિથિઓ માટે એ જુદ) વિભાગ નથી.
સાતમામાં : પાક્ષિક અને ચાતુર્માસિક પ્રતિકમણ ચૌદશે અને સાંવત્સરિક પ્રતિકમણ ભાદ્રપદની સુદ ચોથે, એમ બે આરાધનાઓ તિથિનિયત જણાય છે.
આઠમામાં : આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ કરેલ અર્થ, શાસ્ત્ર પ્રમાણથી કે જીતવ્યવહારથી સિદ્ધ થતું નથી.
નવમામાં : પચે નિર્ણત કરેલા અર્થને સ્વીકાર કરવામાં, કેઈ જાતના વિવાદે કે પ્રાયશ્ચિત્ત કરવા લાયક દે ઉત્પન્ન થતા નથી.
દશમામાં : છેવટે જણાવેલું નિગમન અને નિર્ણય. હવે દરેક વિવાદાસ્પદ મુદ્દાની ક્રમશઃ સિદ્ધિ.
પહેલો વિવાદાસ્પદ મુદ્દો : આ મુદ્દાઓમાંના પહેલા વિવાદાસ્પદ મુદ્દાના વિષયમાં અમારે નિર્ણય આ છે કે, અત્યારે તે સિદ્ધાન્તટિપ્પણને શ્રી જૈન સંઘમાં મુદ્દલ પ્રચાર નથી જ. પહેલાં સિદ્ધાંતટિપ્પણનો પ્રચાર હતે ખરે. તે ટિપ્પણને આરાધના વિષયમાં ઉપયોગ પણ થતું. પણ વિક્રમના ચૌદમા સૈકા પહેલાં જ એ ટિપ્પણ વ્યછિન્ન થયું છે, એ પ્રવાદ સાચે જ છે. કદાચ તેનાથી પણ પૂર્વે એ વ્યછિન્ન થયું હશે, એમ અમારું માનવું છે. અમને જણાય છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org