________________
.લવાદી ચર્ચાને અને આવેલે લવાદથી નિર્ણય 7.
૨૭૫ ફરી પોતાના મતનું સ્થાપન, શાસ્ત્રપાઠે અને શાસ્ત્રપુસ્તકે-એ સર્વ પ્રાથમિક અવલોકનને માટે મધ્યસ્થને આપ્યાં. અને આ બધાનું ઉપલક દૃષ્ટિએ પ્રાથમિક અવલોકન કરી લીધા પછી, વાદી પ્રતિવાદીની મૌખિક જુબાની માટે, મધ્યસ્થ સિદ્ધગિરિની તળેટીમાં રહેલ પતલીસ્થાન નામના પાલીતાણા નગરમાં ગયા. ત્યાં તેમણે પ્રાશ્નિકપદને સ્વીકારીને, બન્ને આચાર્યોનો, પોતાને મત અને પ્રતિવાદીના મતને નિરાસ, ચાર દિવસ સુધી વિસ્તારથી સાંભળ્યો. બન્ને ય આચાર્યો માત્ર પોતાના એક શિષ્યને સાથે લઈને પ્રાશ્ચિક સમક્ષ ઉપસ્થિત થયા હતા. બેમાંથી કેઈએ કોઈપણ લૌકિક કાયદાશાસ્ત્રીની મદદની અપેક્ષા રાખી નહોતી, તેમ જ પંચે પણ તેની અપેક્ષા રાખી નહોતી. તે પણ, પંચને કહેતાં આનંદ થાય છે કે-એવી મદદ વિના પણ બને આચાર્યોએ પોતાના મતનું સ્થાપન અને પરપક્ષનો નિરાસ, ઘણોખરે કૅર્ટની પદ્ધતિને અનુસરીને યથાવિધિ ચલાવેલ હતા. સવાલ જવાબમાં ઘણેભાગે સંસ્કૃત ભાષાને જ ઉપયોગ કરાયો હતો, ક્યાંક ગુજરાતીને અને હિંદી ભાષાને પણ. સવાલ જવાબને અંતે એવું નક્કી કરાયું હતું કે આ વિવાદમાં ઉલ્લેખ નહિ કરેલા ગ્રન્થ, શાસ્ત્રો તથા વર્તમાનપત્રો વગેરેમાં છપાયેલા લેખો વગેરે પંચે વિચારમાં લેવા નહિ; તેમ જ પંચનો નિર્ણય બને ય આચાર્યોએ નિખાલસપણે સ્વીકારો એમ પણ તેમણે શેઠ શ્રી કસ્તુરભાઈની સમક્ષ જ પોતાના હસ્તાક્ષરપૂર્વક સ્વીકાર્યું હતું.
આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ ઉપસ્થિત કરેલા વિવાદાસ્પદ નવ મુદ્દા તથા આચાર્ય શ્રી વિજયરામચન્દ્રસૂરિજીએ ઉપસ્થિત કરેલા વિવાદાસ્પદ પચીસ મુદ્દા, તથા તેમણે મેકલેલ પિતાના મતનું સમર્થન તથા પ્રતિપક્ષનું ખંડન, તથા પંચે લીધેલી અને આચાર્યોની જુબાનીમાં થયેલા સવાલ જવાબ, એ બધાયના યોગ્ય સમાલોચન ઉપરથી, નીચે પ્રમાણે વિવાદાસ્પદ મુદ્દાઓ, તેને વિચાર કરીને નિર્ણય કરવા માટે ઉપસ્થિત થાય છે, એ પંચને નિર્ણય છે. તે આ પ્રમાણે -
પહેલ : વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘે માન્ય કરેલું અને આજ સુધી આગમ તથા પરંપરથી ઉતરી આવેલું જૈન ટિપ્પણ કે સિદ્ધાન્તટિપ્પણ આજે છે ખરું, કે જેને અતૂટ પરંપરાથી સંઘ ઉપયોગ કરતો આવ્યો હોય?
બીજો : જે એ હોય તો, તે સિદ્ધાન્તટિપ્પણમાં આવતી ક્ષીણ યા વૃદ્ધિવાળી તિથિઓને નિર્ણય આગમ પ્રમાણે કેવી રીતે કરવામાં આવે છે?
ત્રીજો : સિદ્ધાન્તટિપ્પણને અતૂટ પ્રચાર જો નથી, તે ક્યા પ્રકારનું ટિપ્પણ અગર પંચાંગ અત્યારે શ્રી જૈન સંઘ ઉપયોગમાં લે છે?
ચેાથે ? અથવા શ્રી જૈન સંઘે સ્વીકારેલા એ ટિપ્પણમાં તિથિઓની વૃદ્ધિ, ક્ષય અને અધિક માસ આવે છે?
પાંચમે : જે શ્રી જૈન સંઘે સ્વીકારેલા ટિપ્પણમાં તિથિઓની વૃદ્ધિ, ક્ષય અને અધિક માસે આવતા હોય, તો તે પ્રસંગે ક્યા શાસ્ત્રને અનુસરીને આરાધનાદિ માટે તિથિ વગેરેને નિર્ણય થાય છે, અને તે શાસ્ત્રને અર્થ કેવા પ્રકારને કરવામાં આવે છે અથવા વ્યવહારમાં તેનું પાલન કયી રીતે કરવામાં આવે છે?
છઠ્ઠો : તે શાસ્ત્રનો ઉપયોગ ફકત સાધારણ તિથિઓના સંબંધમાં જ કરાય છે કે પર્વ
તિથિઓના સંબંધમાં
સાતમે ઃ જૈન આગમ પ્રમાણે એવી કઈ તિથિનિયત આરાધનાઓ છે, કે જેને માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org