________________
૨૨૨
[ જૈન દષ્ટિએ તિથિરિન અને વિરાધન.. જ! કારણ કે જો તેમ થતું હતું, તે “અમાવાસ્યાદિની વૃદ્ધિએ અમાવાસ્યાએ” એવા શબ્દ ન હેત પણ “એકમ આદિની વૃદ્ધિએ એકમ” એટલા જ શબ્દ હોત. અમાવાસ્યાની વૃદ્ધિએ બીજી અમાવાસ્યાએ શ્રી કલ્પવાંચન શરૂ થાય, એટલે તેને ઉદ્દેશીને છઠ કરનારને મુશ્કેલી ઉભી થાય કે-બે અમાસને છઠ કરવો? જે બે અમાસને છઠ કરે, તે ચૌદશે આહારનો દિવસ કરવો પડે અને ચૌદશ તથા પહેલી અમાસને છઠ કરે, તે બીજી અમાસે શ્રી કલ્પવાંચન શરૂ થતું હેવા છતાં, તે દિવસને આહારને દિવસ કરવો પડે. હવે જો અમાવાસ્યાની વૃદ્ધિએ તે સમયે તેરશની વૃદ્ધિ થતી હત, તે આવી કોઈ મુશ્કેલી ઉભી થવા પામત જ નહિ, એટલે પ્રશ્નમાં અમાવસ્યાની વૃદ્ધિને ઉલ્લેખ હેત જ નહિ. તે પાઠના અર્થમાં, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ “શ્રાવણવદિ અમાસ પહેલાંની બીજી કઈ તિથિના ક્ષયે”—એમ જે જણાવ્યું છે તે તદ્દન ખોટું છે, કારણ કેશ્રાવણવદ અમાસ પહેલાંની કોઈ પણ તિથિને ક્ષય હોય, તે તે શ્રી ક૫વાંચનના અમાવાસ્યાએ કરવાના આરંભમાં ફેરફાર નિપજાવી શકતો જ નથી. વળી “શ્રાવણવદિ અમાસ પછીની બીજી કઈ તિથિની હાનિ-વૃદ્ધિએ” ચૌદશે શ્રી કલ્પવાંચન આવે, તેમ કહેવું ખોટું છે, કારણ કે–અમવાસ્યાને કે તે પછીની ભાદરવા સુદ ૪ સુધીની તિથિઓ પૈકીની કઈ પણ તિથિને ક્ષય હોય ત્યારે જ ચૌદશે શ્રી કલ્પવાંચન આવે છે. વળી અમાવાસ્યાદિની વૃદ્ધિની વાત હોવાથી માત્ર અમાસ કહે તે સ્વાભાવિક છે, નહિતર પ્રશ્ન એ પણ ઉઠે કે-પહેલે પડવો એમ કેમ કહ્યું નહિ? ખરેખર, આ પાઠ રજૂ કરીને, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ, જુઠ્ઠો અર્થ અને જુઠ્ઠી કલ્પના કરવા છતાં, અમને લાભ જ કર્યો છે, કારણ કે-અમાવાસ્યાદિની વૃદ્ધિમાં અમાવાસ્યા જણાવવા દ્વારા તે કાલમાં અમાવાસ્યાની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ થતી નહોતી જ—એવું સિદ્ધ કરવાને અંગે અમને તે પાઠ ભણાવવાની જરૂર પડી નહિ અને હેતુ સિદ્ધ થયે.
નવમા મુદ્દાના નિરૂપણને પ્રતિવાદ પ્રધાષ શા માટે ?
૧. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પોતાના નવમા મુદ્દાના નિરૂપણમાં પણ કહેવાઈ ગયેલી વાતને પુનરૂચ્ચાર કરેલ છે, એથી તેને પ્રતિવાદ અત્રે પુનઃ લખવાની જરૂર નથી. જે દિવસે જે પર્વતિથિની સમાપ્તિ થતી હોય, તે દિવસે તે પર્વતિથિની આરાધના કરવાનું જણાવવાને માટે જ, ક્ષયમાં પૂર્વો તથા વૃદ્ધિમાં ઉત્તરા જણાવેલ છે; પણ પ્રાપ્ત થતી ઉદયતિથિની વિરાધના કરવાને માટે એ જણાવેલ નથી; તેમ જ, જે દિવસે જે તિથિની સમાપ્તિ ન હોય તે દિવસે તે તિથિની આરાધના કરવી-એવું જણાવવાને માટે પણ “થે પૂર્વ તથા “વૃદ્ધ સત્તા જણાવેલ નથી.
૨. અમે જે મન્તવ્યને શાસ્ત્રાનુસારી માનીએ છીએ, તે મુજબ આરાધના કરતાં આરાધ્ય પર્વોની સંખ્યા ન્યૂનાધિક બનતી જ નથી, જ્યારે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીના મન્તવ્ય મુજબ વર્તવામાં આવે, તે પર્વોની સંખ્યા અવશ્યમેવ ન્યૂનતા પામે છે અને તે અમેએ કલ્યાણકતિથિઓના વિગતવાર વર્ણનમાં જણાવેલ છે. વિ. સં. ૧૯ના માગશર વદી ૧૪, મંગળ |
વિજયરામચંદ્રસૂરિ શ્રી જૈન સાહિત્ય મંદિર-પાલીતાણા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org