SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજા કરેલે પ્રતિવાદી ૨૨૧ નીચે મુજબ કબૂલ કરેલ છે– “ પૂર્વાનું વિધાન પર્વતિથિ માત્રની હાનિવૃદ્ધિથી બચવા માટે છે, તેમાં મહેટી હાની તિથિની ક૯૫ના કરનારો વાચકજીના વિરોધી જ હોય.” ૪. આથી પણ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પોતાની ફરજીયાત-મરજીયાતની કલ્પના દ્વારા જે કલ્યાણક-પર્વતિથિઓને અપર્વતિથિઓ ઠરાવવા આદિના પિતાના શાસ્ત્રવિરૂદ્ધ મન્તવ્યને સિદ્ધ કરવા પ્રયાસ કર્યો છે, તે કેટલે બધે અગ્ય છે, તે જણાઈ આવે છે. આઠમા મુદ્દાના નિરૂપણનો પ્રતિવાદ ઉત્સર્ગ અને અપવાદ: ૧. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પિતાના આઠમા મુદ્દાના નિરૂપણમાં જણાવેલી બાબતેમાં ઘણી તે ફરી કહેવાએલી છે, જેને પ્રતિવાદ થઈ ગયું છે. માત્ર બે બાબત નવી છે, એટલે તેને જ પ્રતિવાદ અત્રે કરાય છે. શ્રી જૈન શાસનમાં ઉત્સર્ગના સ્થાને ઉત્સર્ગને અને અપવાદના સ્થાને અપવાદને જવાનું વિધાન છે. આમ છતાં પણ, શ્રી નિશીથચૂર્ણિના વીસમા ઉદેશામાં ફરમાવવામાં આવ્યું છે કે-“પૂછ્યો કરવા, અવરો વવાય ” અર્થાતુ-“પહેલાં ઉત્સર્ગ, પછી અપવાદ.” વળી ત્યાં નીચે મુજબની ગાથા પણ ફરમાવેલી છે– * “વને અવા, શાવરમાળો વિવાદો હરિ . अववाए पुण पत्ते, उस्सग्गनिसेवओ भइओ ॥१॥" અર્થાત–ઉત્સર્ગમાં અપવાદને આચરતો વિરાધક બને છે, પણ અપવાદની પ્રાપ્તિમાં ઉત્સગને સેવનારે વિરાધક બને પણ ખરે અને ન પણ બને. આથી સમજી શકાશે કે–અપવાદના સ્થાનમાં તેવું કઈ પ્રબલ કારણ હોય અને આરાધનાને નિશ્ચય આદિ હોય, તે અપવાદના સ્થાને પણ ઉત્સર્ગને આચરી શકાય છે, પણ ઉત્સર્ગના સ્થાનમાં તે અપવાદને આચરી શકાય જ નહિ. ૨. આથી સ્પષ્ટ છે કે–ચૌદશ અને ભાદરવા સુદ ચેથ ઉદયવાળી મળતી હોય, ત્યાં સુધી તો કઈ પણ રીતિએ પૂર્વતિથિમાં જવાય નહિ અને ઉત્તરતિથિમાં જવાની તે કલ્પના પણ થઈ શકે નહિ. શ્રી હીરપ્રશ્નના પાઠને અર્થ કરવામાં ભૂલ અને બેટી કલ્પના : ૧. વળી આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ શ્રી હરિપ્રશ્નમાં જે પાઠ સૂચવ્યું છે, તેનો અર્થ કરવામાં પણ ભૂલ કરી છે અને તેના આધારે અઘટિત કલ્પના પણ કરી છે. શ્રાવણ વદી ૦) નો કે તે પછીની ભાદરવા સુદ ચોથ સુધીની તિથિઓ પૈકી કઈ પણ તિથિને ક્ષય હોય ત્યારે, શ્રી કલ્પવાંચન ચૌદશે શરૂ કરાય છે, અને અમાવાસ્યાની કે તે પછીની ભાદરવા સુદ ચોથ સુધીની તિથિઓ પૈકીની કેઈ પણ તિથિની વૃદ્ધિ હોય ત્યારે અમાસે અગર એકમે શ્રી કલ્પવાંચન શરૂ થાય છે. આથી જ, પ્રશ્ન પૂછાય છે કે-“ચૌદશે કલ્પ વંચાય અથવા અમાવાસ્યાદિની વૃદ્ધિએ અમાવાસ્યાએ કે એકમે કલ્પ વંચાય, ત્યારે છઠ તપ ક્યારે કરવો?” આ પ્રશ્નના આધારે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી એમ કરાવવા માગે છે કે-તે કાળમાં પૂનમ-અમાવાસ્યાની હાનિ-વૃદ્ધિએ તેરશની હાનિ-વૃદ્ધિ થતી હતી, પણ વાસ્તવિક રીતિએ વિચારવામાં આવે, તે આ પ્રશ્ન પણ એ જ પૂરવાર કરે છે કે-તે સમયે પૂનમ-અમાસની હાનિ-વૃદ્ધિએ તેરશની હાનિ-વૃદ્ધિ થતી નહેતી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy