________________
૨૧
...લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલ પ્રતિવાદ ]. રચનવેરાયાં આદિ નિયમો, એક સરખી રીતિએ સર્વ પર્વતિથિઓને અંગે જણાવેલ છે.
૨. શ્રી તત્વતરંગિણીકારે પ્રાયશ્ચિત્તવિવિધી એમ કહીને, જો “જે પર્વતિથિઓએ સાધુ છતી શક્તિએ ઉપવાસ આદિ ન કરે તો પ્રાયશ્ચિત્ત આવે એવી તિથિએ જ સૂચવી હોય, તે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીના જણાવવા મુજબ જ તે નિયમમાંથી પૂનમ-અમાસ, બીજ અને અગીઆરસએ પર્યાવમાંની તિથિઓ બાતલ થઈ જાય છે. હવે જો નિયન વિજ્ઞ વોદિ-એવા શ્રાવકને માટેના વિધાનથી પ્રાયશ્ચિત્તવિવિધ ને કહેવાતો નિયમ પૂનમ-અમાસમાં પણ લાગુ કરવો હોય, તે શ્રાવકેને માટે ચતુષ્પવમાં પૌષધ ન કરે તે પ્રાયશ્ચિત્ત કયે સ્થલે કહેલું છે, તે દેખાડવું જોઈએ.
૩. વળી, પૂનમ-અમાસ એ જે સાધુઓને માટે ફરજીયાત તિથિ નથી, તે સાધુઓએ શા માટે, પૂનમ-અમાસની હાનિ-વૃદ્ધિએ તેરશની હાનિ-વૃદ્ધિ કરવાની ખેટી પંચાતમાં પડીને, ઔદયિકી ચતુર્દશીની વિરાધના આદિ દોષને પાત્ર બનવું જોઈએ? અને જે મરજીયાત તરીકે રજૂ કરાએલી તિથિઓમાં પૂર્વ કે પૂર્વતરની હાનિ-વૃદ્ધિને કહેવા નિયમ લાગુ કરવો હોય, તો પછી મરજીયાત કહેવાતી સર્વ પણ પર્વતિથિઓમાં એ નિયમને લાગુ કરવો જોઈએ.
૪. શ્રાવકોને માટે જે ભાદરવા સુદ ચોથ પણ મરજીયાત પર્વતિથિ છે અને ભાદરવા સુદ ૫ પણ મરજીયાત તિથિ છે, તો તેમણે ભાદરવા સુદ પાંચમની હાનિ-વૃદ્ધિએ ભાદરવા સુદ ત્રીજની હાનિ-વૃદ્ધિ કરવાની માથાકુટમાં શા માટે પડવું જોઈએ અને તેમ કરીને, ભાદરવા સુદ ચોથની વિરાધના શા માટે કરવી જોઈએ? વળી, જે મરજીયાત કહેવાતી છતાં તેમ કરવું જ હોય, તો સર્વ પણ પર્વતિથિઓમાં એ જ નિયમ શા માટે નહિ લગાડવો જોઈએ? અર્થાતેમની માન્યતા મુજબ તે નિયમ બધે લગાડવો પડશે. આવા તે ઘણા વિકલ્પ થઈ શકે તેમ છે. આ પ. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ, પર્વતિથિઓના સંબંધમાં ફરજીયાત-મરજીયાતના ભિન્ન નિયમની કોઈ પણ શાસ્ત્રકાર મહાપુરૂષોએ નહિ જણાવેલી કલ્પના કરીને, પહેલાં તે પિતાના મન્તવ્યને જ નુકશાન કર્યું છે કારણ કે-બીજ અને અગીઆરસ તેમના કહેવા મુજબ ફરજીયાત તરીકે આવી શકી નથી, જ્યારે તેમના જ કહેવા મુજબ પણ કલ્યાણક-પર્વતિથિઓ ફરજીયાતમાં આવી જાય છે. કારણ કે-જે તત્ત્વતરંગિણીકારના “પ્રાશ્ચિત્તવિવિધીના કથનથી આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ બીજ, અગીઆરસ અને કલ્યાણક-પર્વતિથિઓ આદિને નિયમ બહાર ઠરાવવાનો પ્રયત્ન કર્યો છે, તે તત્ત્વતરંગિણકારે પોતે જ જણાવેલ છે કે
"आराध्यत्वे च पञ्चदशीकल्याणकतिथ्योरप्यविशेष इति स्वयमेव विचारणीयम् ।”
આરાધ્યપણાએ પૂનમ ને કલ્યાણક-પર્વતિથિમાં નિવિશેષતા જણાવી છે અને આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પૂનમને ફરજીયાત પર્વતિથિ કહેલ હોઈને, કલ્યાણક-પર્વતિથિઓ પણ તેમના મત મુજબની ફરજીયાત પર્વતિથિઓ બની જાય છે.
૬. વળી ‘નિયન વિજ્ઞ દિવ્ય'-એવું જેમ આઠમ-ચૌદશ તથા પૂનમ-અમાસને માટે કહ્યું છે તેથી તેને ફરજીયાત પર્વતિથિ કહેવાય, તે કલ્યાણક-પર્વતિથિઓના સંબંધમાં પણ દાન અને તપપધાનની અવશ્યકર્તવ્યતા જણાવેલ છે, એટલે પણ કલ્યાણક-પર્વતિથિઓને ફરજીચાતમાં જ ગણવી પડશે. જુઓ, શ્રી યાત્રા પંચાશકમાં પૂ. આચાર્યદેવ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ફરમાવે છે કે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org