________________
.. લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલો પ્રતિવાદ ]
२०७ કરાય. અન્યથા, એમ માનવું પડે કે પૂનમના ક્ષયે ચોમાસી અગર ૫ખીના બે દિવસો લેવાનું તેઓશ્રીએ ફરમાવ્યું; પણ તેમ છે જ નહિ. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પિતાના શાસ્ત્રવિરૂદ્ધ મન્તવ્યને પુષ્ટ બનાવવાના હેતુથી, આ પાઠનો અર્થ કરતાં, પિતાનાં વાક્યો અને શબ્દો ઉમેરી દીધા છે. તપનો અર્થ આરાધના કર્યો છે, તે બેટે છે. તપ તે આરાધના કરવાના અનેક પ્રકારે પૈકીને એક પ્રકાર માત્ર છે. કારણ વિશેષે પર્વતિથિના દિવસે તપ નહિ કરી શકનારે પણ, પ્રતિકમણાદિ કરવા દ્વારા, આરાધક બની શકે છે, જ્યારે તપ કરવા છતાં પણ, પ્રતિક્રમણ નહિ કરનાર આરાધક બની શકતો નથી. કારણ વિશેષ તપ પર્વતિથિના પૂર્વકાળમાં કે ઉત્તરકાળમાં થઈ શકે છે, પણ કેઈ પણ સંયોગોમાં પાક્ષિક, ચોમાસી કે સંવછરી પ્રતિક્રમણ પર્વતિથિના પૂર્વકાળમાં કે ઉત્તરકાળમાં થઈ શકતાં નથી. વળી, તપ કર્યો તે આરાધના કરી-એમ કહી શકાય, પણ આરાધના કરી એટલે તપ જ કર્યો–એમ કહી શકાય નહિ. દાન, શીલ, તપ અને ભાવ-એમ આરાધના કરવાના ચાર પ્રકારોમાં, શક્ય હોય ત્યાં સુધી ચારેયથી આરાધના કરવાની હોય; એટલે, કેવળ તપને અર્થ આરાધના–એ થઈ શકે નહિ. જે તપને અર્થ આરાધના એ જ કરવામાં આવે, તે પર્વના પૂર્વકાળમાં તપ કરનારે પર્વની આરાધના કરી લીધી એટલે તેને પર્વતિથિએ આરાધના કરવાની રહે નહિ અને ઉત્તરકાળમાં તપ કરનારને પણ જ્યારે તપ કરે ત્યારે આરાધના માની પર્વતિથિએ આરાધના કરવાની રહેનહિ. વળી, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ “કોશીવતુર્વરઃ” ને અર્થ તેરશ અને ચૌદશમાં આરાધના કરે એ કર્યો છે, તે પણ ઘટી શકતું નથી કેમકેપૂનમને તપ જે તેરશ અને ચૌદશ એમ બે દિવસે જણાવ્યું, તો પછી તેરશે ભૂલાયે એકમે કરે–એવું જે જણાવ્યું છે, તે જણાવી શકે નહિ. આ ઉપરાન્ત, શાસ્ત્રીય પૂરાવા નામની પડીમાં પૃ. ૨૦ ઉપર આ પાઠને ધ્યાનમાં લઈને, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ એ અર્થ કર્યો છે કે –
શ્રી હીરસૂરિજી તેરસ ચઉદસને છઠ કહે છે તેમાં પણ તેરસની ભુલે પડો લઈને જ છઠ કરવો પડે. એકલી પકખીમાં ઉપવાસને નિયમ છે અને ચૌમાસીને જ છઠને નિયમ છે છતાં પફખીના છઠને અભિગ્રહ હોય તે પફખી ચૌમાસી બન્નેમાં છઠ કરે અને આગલા દિવસ લઈને જ છઠ પૂરો થાય.” પૂ. શ્રી વિજ્યદેવસૂરિજી મહારાજના પોતાના પક તરીકે જણાવેલા લખાણના
પોકળપણ વિષે ખુલાસો: ૧. શ્રી હીરપ્રશ્નના પાઠને ઊલટો ભાવાર્થ જણાવ્યા પછીથી, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ, “વર્તમાન શ્રી દેવસૂર તપાગચ્છના મુખ્ય નાયક શ્રી વિજયદેવસૂરિજી મહારાજનું અપમાન કરવાનો પણ, ભરચક પ્રયાસ આદર્યો છે કારણ કે-એક શાસ્ત્રવિરૂદ્ધ અને પંડિતજનને શોભે નહિ તેવું લખાણ, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ, આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજના નામે ચઢાવી દેવાની ચેષ્ટા કરી છે. તે લખાણ સાથે, આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજનું નામ યોજી દેતાં પહેલાં, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ, પટ્ટક કેને કહેવાય, તેનું સ્વરૂપ અને તેની લેખનપદ્ધતિ કેવી હોય છે એટલું પણ જે સમજી લીધું હતું, તે તેઓ એ લખાણને, ન તો પટ્ટક કહી શકત અને ન તે તેવા મૂળ નામનિશાન વિનાના લખાણને, આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજના નામે ચઢાવી દેવાનું સાહસ કરી શકત. સામાન્ય રીતિએ, આચાર્ય મહારાજના આજ્ઞાપત્ર વિશેષને પટ્ટક કહેવાય છે. ગરછ– સમુદાયને માટે હિતશિક્ષાઓ અને નિયમે પનિયમ લખીને, વર્તમાન આચાર્ય મહારાજ, પિતાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org