________________
..લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલ પ્રતિવાદ ]
૧૮૫ અધિક માસ ન હોય ત્યારે જે ચાવીસ પાક્ષિકાનુષ્ઠાને આચરાતાં હતાં, તેને બદલે એકવીસ પાક્ષિકાનુષ્ઠાને થયાં. પ્રતિવર્ષ ત્રણ પાક્ષિકાનુષ્ઠાને ઘટયાં-એ મંજૂર કર્યું અને સાંવત્સરિક તથા ચતુર્માસીની તિથિઓનું પરાવર્તન કર્યું, પણ ભાદરવા સુદ ૪ ના દિવસે ભાદરવા સુદ પાંચમ માની નહિ! યુગપ્રધાન આચાર્યભગવાને ઉદયગતા તિથિને માનવાનું આટલું બધું જાળવ્યું, ત્યારે આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી એવું મન્તવ્ય રજૂ કરે છે કે-ચાદશ અને ભા. સુ. ૪ જે દિવસે ઉદયગતા છે, તે દિવસે બીજી તેરશ અને ભાદરવા સુદ બીજી ત્રીજ માનીને, જે દિવસે દેશના અને ભા. સુ. ૪ ના ભોગની ગંધ સરખી પણ નથી, તે દિવસે ચિદશ અને ભાદરવા સુદ ચોથ માનવી! ખરેખર, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી આવું જે કહે છે તેવું જે જૈન શાસ્ત્રાધારે થઈ શકતું હોત, તે યુગપ્રધાન આચાર્યભગવાન શ્રીમત્ કાલિકસૂરીશ્વરજી મહારાજા, પર્યુષણાદિની તિથિઓની પરાવૃત્તિ કરત જ નહિ અને પ્રત્યેક વર્ષે ત્રણ પાક્ષિકાનુષ્ઠાને ઘટવા પામ્યાં તે ઘટવા પામત જ નહિ! પૂજ્ય શ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજે કરેલી પરાવૃત્તિની આજ્ઞાનુસારિતા
વળી, સાંવત્સરિક તિથિનું પરાવર્તન કર્યું, તે ચતુર્માસીનું પરાવર્તન પણ કર્યું એ યુગપ્રધાન આચાર્યભગવાન શ્રીમત્ કાલિકસૂરીશ્વરજી મહારાજાની આજ્ઞારસિકતાને જ જણાવનાર છે. “વીસ રાત્રિ સહિત માસ વ્યતીત થયે છતે અને સીત્તેર રાત્રિ-દિવસ બાકી રહે છતે પર્યુષણ” કરવાની આગમની આજ્ઞાનો ભંગ થવા પામે નહિ, એ માટે જ તેઓશ્રીએ પૂર્ણિમાની ચતુર્માસીને શુકલા ચતુર્દશીમાં ફેરવી. અહીં પ્રશ્ન ઉઠવાનો સંભવ છે કે જે તેઓ એટલા બધા આજ્ઞારસિક હતા, તે તેમણે આગમમાં ભા. સુ. ૫ ના સંવત્સરી કહેલી હોવા છતાં પણ, સંવત્સરી તરીકે ભાદરવા સુદ ચોથને પ્રવર્તાવી, તે શું આજ્ઞાવિરૂદ્ધ આચરણ નથી?” ઉત્તરમાં જૈન શાસ્ત્રો કહે છે કેહરગીજ નહિ. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પણ આ વાત, શ્રી સિદ્ધચક પાક્ષિકના ચોથા વર્ષના અંક ૧૫ માં પૃ. ૩૪૮ અને પૃ. ૩૪૯ ઉપર, “માસી અને સંવછરીની તિથિની પરાવૃત્તિનું શાસ્ત્રોક્તપણુંએવા મથાળાથી શરૂ કરીને જણાવેલી છે, જે આ નીચે આપીએ છીએ. : : 'બસંવાછરી અને ચોમાસામાં પણ જે તિથિનું પરાવર્તન છે તે પણ સાંવત્સરિકને અંગે મૃતકેવલી ભદ્રબાહુ
સ્વામીજીએ ગરબોધિ રે કપૂર એવી રીતે ફરમાવેલ હોવાથી સાંવત્સરિક તિથિનું પરાવર્તન યુગપ્રધાન શ્રી કાલકાચાર્યું કર્યું એટલે કે યુગપ્રધાન શ્રી કાલિકાચાર્યું કરેલું સાંવત્સરિક તિથિનું પરાવર્તન માત્ર પોતાની કલ્પના કે રાજાની વિનતિને અંગેજ ન હતું, પણ મૃતકેવલી ભગવાન્ ભદ્રબાહુસ્વામીજીને ઉપર જણાવેલા વચનને પણ આધારે હતું. આ છે અને એ જ કારણથી રાજા સાલિવાહનની પહેલી જે વિનતિ ભાદરવા સુદિ છઠને દિવસે સંવત્સરી કરવા માટે હતી તેને નો વપૂઇ સં થft ડાયાવિત્તર અર્થાત ભાદરવા સુદ પાંચમીની રાત સંવત્સરી માટે ઓળગાવી નહિ એ શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામીજીના વચનને અનુસરીને નિષેધ કર્યો, અર્થાત્ સામાન્યપણે શ્રીનિશીથ સત્ર આદિકના અભિપ્રાયે ભાદરવા સુદિ પાંચમને જ દિવસ પર્વ તરીકે છે અને ભાદરવા સુદિ ચેથને કે ભાદરવા સુદ છઠ એ બંને તિથિના દિવસે અપર્વ તરીકે હોવાથી તેમાં સંવત્સરી ન કપે એમ નિશ્ચિત છતાં ભાદરવા સુદિ ચોથને દિવસ અપર્વ છતાં પણ અંદરની મુદત હોવાથી યુગપ્રધાન શ્રી કાલકાચાર્યમહારાજે પ્રવર્તાવ્યો, પણ ભાદરવા સુદ છઠના અપર્વરૂપ દિવસે સંવત્સરી કરવાની વિનતિ કબુલ કરી નહિ, કારણકે તેમ કરવામાં શ્રી પર્યુષણાકલ્પના નો પૂ૦ પાઠનું ખંડન થતું હતું; અર્થાત આ ઉપરથી એમ નક્કી થાય છે કે આચરણ કરનારે પણ શાસ્ત્રના વચને ઉપર ધ્યાન આપી આત્માને નિર્મળ કરનારજ આચરણ
૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org