________________
...લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલે પ્રતિવાદ ]
૧૬૫ વિ. સં. ૧૯ર ના પ્રસંગથી નિપજેલી અસરઃ
૧. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મેઘસૂરીશ્વરજી મહારાજ, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયકનકસૂરીશ્વરજી મહારાજ, અમારા પરમ ગુરૂદેવ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજ, અમે વિજયરામચન્દ્રસૂરિ, તેમ જ આચાર્ય શ્રી વિજયગંભીરસૂરિજી, આચાર્ય શ્રી વિજયલક્ષમણુસૂરિજી, આચાર્ય શ્રી વિજયક્ષમાભદ્રસૂરિજી આદિએ તથા પંન્યાસ શ્રી હર્ષવિજયજી મહારાજના સમુદાયના નાયક ઉપાધ્યાય શ્રી કરવિજયજી ગણિ અને પંન્યાસ શ્રી ખાન્તિવિજયજીના પંન્યાસ શ્રી પુષ્પવિજયજી આદિ લગભગ અઢીસે મુનિવરો આદિએ, વિ. સં. ૧૯૨ માં ભાદરવા સુદ ૪ ના જ શ્રી સંવત્સરી પર્વની આરાધના માની તે ખરી, પણ એ વખતે “કેટલીક પર્વતિથિઓની ક્ષય -વૃદ્ધિના સંબંધમાં ચાલતી ગરબડને હવે લેશ પણ મચક આપવાથી પરિણામે પર્વતિથિઓની કારમી વિરાધના કાયમી બની જશે”—એમ અમારા ઉપર જણાવેલા વડિલે આદિને લાગ્યું, અને એથી વિ. સં. ૧૯૨ ના ભા. સુ. ૫ ની વૃદ્ધિના તે પ્રસંગથી સૌ એવા નિર્ણય ઉપર આવ્યા કે—કેટલીક પર્વતિથિઓની ક્ષય-વૃદ્ધિના સંબંધમાં ચાલતી ગરબડને હવે લેશ પણ મચક નહિ આપતાં, જેન શાસ્ત્રાધારે મુજબ તથા ભા. સુ. ૪ ની સંવત્સરીની અને ચૌદશની ચૌમાસીની જે સુવિશુદ્ધ પરંપરા છે, તે મુજબ વર્તવું.
૨. પૂર્ણિમા આદિ કેટલીક પર્વતિથિઓની ક્ષય-વૃદ્ધિના સંબંધમાં ચાલતી ગરબડને વિ. સં. ૧૯૯૨ માં જ ખ્યાલ આવ્યો અને ત્યારથી જ તે સાલી, એમ પણ નથી. પૂર્ણિમા આદિ કેટલીક પર્વતિથિઓના સંબંધમાં ચાલતી ગરબડ શાસ્ત્રવિરૂદ્ધ છે, એ વાતને ખ્યાલ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજને લગભગ ૭૦ વર્ષથી તો છે જ. હાલ તેઓશ્રીની ઉમ્મર લગભગ ૯૦ વર્ષની છે. એ મહાત્માને, વિ. સં. ૧૯૯૭ માં કાર્તિક પૂર્ણિમાની વૃદ્ધિ આવતાં, વકીલ શ્રીયુત મોહનલાલ પિપટલાલ B. 1. LL. B. એ પ્રશ્નો પૂછતાં, તેઓશ્રીએ આપેલા જવાબ આદિનું જે લખાણ પ્રગટ થયેલું છે, તે જેવાથી આ બાબતની ખાત્રી થઈ શકશે. તેમ જ બીજી પણ આ વિષયમાં જાણવા જેવી બાબતે મજકુર લખાણને જોવાથી જાણી શકાશે.
૩. વળી પૂજયપાદ ન્યાયામ્બેનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયાનન્દસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજની માન્યતા પણ તેવી જ હતી. તેઓશ્રી પહેલાં સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષિત બન્યા હતા, પણ તે સંપ્રદાયની માન્યતાઓ શ્રી જૈનાગમ આદિ જૈન શાસ્ત્રોથી વિરૂદ્ધ છે–એમ જણાયેથી, શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક આસ્નાયના શ્રી તપાગચ્છમાં દીક્ષિત બન્યા હતા. શ્રી તપાગછમાં તેઓશ્રી પિતાના કાળમાં અજોડ શાસનપ્રભાવક મહાપુરૂષ હતા. તેઓશ્રીને પૂર્ણિમા આદિ કેટલીક પર્વતિથિઓની ક્ષય-વૃદ્ધિના સંબંધમાં ચાલતી શાસ્ત્રવિરૂદ્ધ પ્રવૃત્તિ ખૂબ ખટકવા લાગી હતી અને એથી શ્રી તપાગચ્છીય જૈન સમાજમાં પરિગ્રહધારી અબહુશ્રુત શ્રીપૂએ પૂર્ણિમાદિ કેટલીક પર્વતિથિઓની ક્ષય-વૃદ્ધિના સંબંધમાં ચાલુ કરેલી તે શાસ્ત્રવિરૂદ્ધ પ્રવૃત્તિને ક્રમે કરીને અન્ત લાવવા ઈચ્છતા હતા અને શાસ્ત્રની આજ્ઞા તથા સુવિશુદ્ધ પરંપરા મુજબની સર્વ પર્વતિથિઓની માન્યતા ઓગણીસમી સદીના અંતચરણ પહેલાં જે પ્રમાણે હતી, તે પ્રમાણે પુનઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org